Advertisement

LTC Rules GR | LTC cash voucher scheme 2021 | LTC calculator LTC scheme For Government Employee

LTC Rules GR | LTC cash voucher scheme 2021

શેટ્ટી પે કમિશનની ભલામણોને આધારે કાયદા વિભાગના વંચાણે લીધેલા ક્રમાંક ( ૧ ) ના ઠરાવથી તાબાની કોર્ટોના ન્યાયિક અધિકારીશ્રીઓને પગાર સિવાયના ભટથાઓ તેમજ અન્ય લાભ / સુવિધાઓ તા .૦ ૧ / ૧૧ / ૧૯૯૯ ની અસરથી લાગુ પાડવામાં આવેલ છે . 

જે મુજબ ન્યાયિક અધિકારીશ્રીઓનો રજા પ્રવાસ રાહત ( એલ.ટી.સી. ) નો પ્રથમ બ્લોક તા .૦૧ / ૧૧ / ૧૯૯૯ ના રોજ શરૂ થયેલ . ન્યાયિક અધિકારીશ્રીઓનો એલ.ટી.સી.નો પાંચમો બ્લોક તા .૦૧ / ૧૧ / ૨૦૧૫ થી ૩ ૧ / ૧૦/૨૦૧૯ સુધીનો હતો એક વર્ષના એક્ષટેશન સહ તા .૩૧ / ૧૦ / ૨૦૨૦ ના રોજ પૂર્ણ થયેલ . 

ત્યાર પછી COVID-19 મહામારીના કારણે દેશમાં લાગુ કરવામાં આવેલ લોકડાઉનના કારણે જ ટ્રાન્સપોર્ટેશન અને હોસ્પિટાલિટીના વિવિધ ક્ષેત્રમાં તકલીફ પડવાના કારણે , રજા પ્રવાસ રાહત / વતન પ્રવાસ રાહત યોજનાનો આ લાભ લઇ શકેલ ન હોઇ તેમજ લોકોની ખરીદ શક્તિ વધે અને તે મુજબ રાજ્યની અર્થવ્યવસ્થાને વધુ વેગ મળે તે હેતુને ધ્યાને રાખી , રાજ્ય સરકારશ્રીના કર્મચારીઓના એલ.ટી.સી.ની મુદતમાં વધારો કરી , રજા પ્રવાસ રાહત / વતન પ્રવાસ યોજનાની અવેજીમાં ખાસ રોકડ પેકેજ યોજના નાણા વિભાગના ક્રમાંક ( ૨ ) અને ( ૩ ) ના ઠરાવોથી જાહેર કરવામાં આવેલ છે .

આથી , ન્યાયિક અધિકારીશ્રીઓના એલ.ટી.સી. બ્લોકની મુદત વધારવા અને રજા પ્રવાસ રાહત યોજનાની અવેજીમાં ખાસ રોકડ પેકેજ યોજનાનો લાભ આપવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી , કાળજીપૂર્વક વિચારણાને અંતે ઉપર જણાવેલ બંને બાબતો પરત્વે વંચાણે લીધેલા ક્રમાંક : ( ૨ ) અને ( ૩ ) ના નાણા વિભાગના ઠરાવની જોગવાઇઓને આધીન નીચે મુજબ આથી ઠરાવવામાં આવે છે .

Previous Post Next Post

Comments