Advertisement

www.sasgujarat.in | School Administrative System Gujarat For Teachers

સ્કૂલ એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ, ગુજરાત (SAS Gujarat) અથવા એસએએસ ગુજરાત તરીકે જાણીતા આ પોર્ટલમાં ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક નવીન પહેલ છે. આ સિસ્ટમને શરૂ કરવાનો હેતુ ગુજરાતની શાળાઓ અને શિક્ષકોની વિવિધ માહિતી મેનેજ કરવા માટેનો છે, જેવી કે, શિક્ષક પ્રોફાઇલ, પગારની રચના, રજાઓની નોંધ, બદલી નોંધ અને અન્યને સુવિધા આપવી તે છે.


New : SAS  પોર્ટલ પર નવું હિસાબી વર્ષ 2021-2022 ઉમેરવાનું હોવાથી તારીખ 1 એપ્રિલ થી 5 એપ્રિલ સુધી કોઈ કામગીરી કરી શકાશે નહિ, તેથી તારીખ 31/03/2021 સુધીમાં કોઈ કામગીરી બાકી રહેલ હોય તો પૂણ કરી લેવી.


આ પોર્ટલ શરૂ કરવાનો મુખ્ય હેતુ શાળા અને શિક્ષકોની તમામ બાબતો (પ્રવૃત્તિઓ) ને ઓનલાઈન કરવા માટે સરળ બનાવવાનો છે. જેનાથી કાગળિયા કામની મજૂરી દૂર કરવાનો અને સમયની બચતનો છે. શિક્ષકોને પોતાની પ્રોફાઇલ માટે દરેકને અલગ અલગ લૉગિન આપવામાં આવેલ છે. આ વિગતો મેળવ્યા પછી, તેઓ પોતાની વિગતો જેવી કે હાજરી, પગાર, રજાઓ, અને અન્ય વિગતો સરળતાથી ઓનલાઈન જ મેળવી શકે છે.

શિક્ષક પ્રોફાઇલમાં લૉગિન થવાથી કેટલાક મહત્વપૂર્ણ વિકલ્પોનો ઉપયોગ કરી શકાય છે. માસિક પત્રક, પાગર બિલ, પુરવણી બિલ, શિક્ષકની હાજરી, રજાનો રિપોર્ટ, સર્વિસબુકની એન્ટ્રી અને અન્ય ઘણા વિકલ્પોનો ઉપયોગ કરી શકાય છે.

SAS Gujarat Website Address : https://www.sasgujarat.in/

SAS Gujarat Portal Logo

SAS Portal માં ઉપલબ્ધ સુવિધાઓ

  • SAS Gujarat Teacher Login
  • SAS Gujarat Pay Center Login
  • SAS Gujarat Taluka Login
  • SAS Gujarat DPE Login
  • SAS Gujarat Online Pagar Bill and Masik Patrak
  • SAS Gujarat COS Login
  • SAS Gujarat SSA Login
  • SAS Gujarat First Time Login and Password
  • SAS Gujarat Helpline
  • Frequently Asked Questions – SAS Gujarat
SSA Gujarat Teacher Login
અંહી દરેક શિક્ષક માટે પોતાનું પર્સનલ Login આપવામાં આવેલ છે. જેમાં શિક્ષક પોતાની વિગતો ઉમેરી શકે છે, પ્રિન્ટ મેળવી શકે છે, તેમજ કોઈ દરખાસ્ત મોકલી શકે છે. 
Teacher Login માટે : 
  • ID : શિક્ષકનો મોબાઈલ નંબર
  • પાસવર્ડ : શિક્ષક કોડ (શિક્ષક પોતાનો પાસવર્ડ બદલી શકે છે)
Pay Center Login
અંહી પગારકેન્દ્ર શાળાનું અલગ Login આપવામાં આવેલ છે. જેમાં શિક્ષક દ્વારા  શકે છે. 
આવેલ પ્રપોઝલને એક્સેસ કરી શકાય છે. તેમજ માસિક પત્રક, પગારબીલ, રાજા રિપોર્ટ જેવી દરખાસ્ત મેળવી શકાય છે. 

Taluka Login
અંહી તાલુકા કક્ષાનું અલગ Login આપવામાં આવેલ છે. જેને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી (TPEO) કચેરી દ્વારા એક્સેસ કરવામાં આવે છે. આવેલ તાલુકાની તમામ શાળાઓ અને શિક્ષકો દ્વારા મોકલવામાં આવેલ વિગતો મેળવી શકાય છે, પ્રિન્ટ કરી શકાય છે.
તાલુકા ડાયસ કોડ દ્વારા આ login એક્સેસ કરી શકાય છે. તેમજ અંહી પણ તમામ પોઝલને એક્સેસ કરી શકાય છે. તેમજ માસિક પત્રક, પગારબીલ, રાજા રિપોર્ટ જેવી દરખાસ્ત મેળવી શકાય છે. 

આ જ રીતે જિલ્લા કક્ષાએ DPE અને રાજ્ય કક્ષાએ COS લૉગિન હોય છે. જેનું દરેકનું પોતાનું અલગ કામ / ઉપયોગ હોય છે. 

પ્રથમ/ડ્રિતીય/તૃતીય/રિવાઇઝ/સળંગ વગેરે ઉ.પ.ધો. માટે SAS પોર્ટલમાં કયા શિક્ષકે કયું ફોર્મ ભરવું તે અંગેની માહિતી. 


SAS Gujarat માં Login કેવી રીતે કરવું?

  1. સૌ પ્રથમ https://www.sasgujarat.in/ વેબસાઇટ ઓપન કરો
  2. તમારો જિલ્લો પસંદ કરો
  3. તમારો લૉગિન ID અને પાસવર્ડ દાખલ કરો
  4. Teacher, Pay Center, Taluka, DPE કે COS જેના માટે લૉગિન કરવાનું હોય તે સિલેક્ટ કરો
  5. કેપચા કોડ એન્ટર કરો અને Login કરી લો.

Forgot SAS Gujarat Password

SAS Gujarat પાસવર્ડ ભૂલી ગયા છો, તો તમે પાસવર્ડ પુન: પ્રાપ્તિના વિકલ્પ પર ક્લિક કરીને જે વાદળી રંગનો છેલ્લો વિકલ્પ છે. તેનાથી રીસેટ કરી શાકાય છે.

Previous Post Next Post

Comments