Pradhan Mantri Shram Yogi Maan-Dhan Scheme (PM-SYM) in Gujarati
Pension Scheme for Unorganized Workers, Government of India
દેશના અસંગઠિત એવા કામદારો માટે વૃદ્ધાવસ્થા સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી શ્રમ યોગી માન-ધન (PM-SYM) પેન્શન યોજના શરૂ કરવામાં આવી છે.
યોજનાનો લાભ કોને મળે ?
દેશના મોટા ભાગના એવા ગૃહ ઉદ્યોગ ચલાવતા, ફેરીયાઓ, ઈંટો પકવતા, રીક્ષા ચાલકો, કડિયાકામ કરનાર, અથવા આવી અન્ય છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતા મજૂર વર્ગના લોકો કે જેમની મહિનાની આવક 15,000 કે તેનાથી ઓછી છે તેમને આ નવી પેન્શન યોજનાનો લાભ મળે છે.
PM-SYM યોજનાની વિશેષતાઓ
- સ્વૈચ્છિક અને ફાળો આપતી આ એક પેન્શન યોજના છે, જેમાં નીચેના મુજબના લાભો મળશે:
- દરેક લાભાર્થીને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3000/- રૂપિયાનું પેન્શન મળશે.
- જો લાભાર્થી મૃત્યુ પામે છે, તો તેના જીવનસાથીને તે પેન્શનના 50% રકમ પ્રમાણે મળશે.. (ફક્ત પત્ની)
- જો લાભાર્થી મૃત્યુ પામે (60 વર્ષ પહેલાં), તો તેના જીવનસાથી આ યોજનામાં જોડાવા અને ચાલુ રાખી શકે છે.
- લાભાર્થી પોતાના જન-ધન ખાતામથી આ યોજના માટે ઓટો-ડેબિટ પણ ચાલુ કરાવી શકે છે.
સામાન્ય માહિતી :
PM-SYM યોજનામાં રોકાણ પર દર મહિને 3000 રૂપિયા મળે છે. અંહી આ યોજના માટે કેવી રીતે અરજી કરવી અને તેના માટેની શું પ્રક્રિયા છે તે તમામ માહિતી જુઓ.
ભારતીય સરકાર દ્વારા દેશના એવા અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે ખાસ આ પ્રધાનમંત્રી શ્રમ યોગી માન-ધન યોજના (PM-SYM યોજના) ચાલુ કરવામાં આવી છે. જેમાં, લાભાર્થીને 60 વર્ષની ઉંમર પછી દર મહિને આ નિશ્ચિત રૂપિયા મળે છે.
કેન્દ્ર સરકાર દ્વારા અસંગઠિત ક્ષેત્રમાં રહેતા / કામ કરતા લોકો માટે આ પ્રધાનમંત્રી શ્રમ યોગી માન-ધન યોજના (PM-SYM) ચાલુ કરેલ છે. જેમાં, રિક્ષા ચલાવતા, છૂટક મજૂરો, નાના દુકાનદાર વેપારીઓ, ફેરીયાઓ, કડિયા કામ કરતાં વગેરે લોકો. આમાં નાનકડું એવું રોકાણ કરીને, માસિક 3 હજાર રૂપિયા સુધીનું પેન્શન મેળવવાના હકદાર બને છે.
આ યોજનામાં જોડાવા માટે :
- લાભાર્થીની ઓછામાં ઓછી ઉમર 18 વર્ષ અને વધુમાં વધુ] 40 વર્ષ હોવી જોઈએ.
આ યોજના શરૂ કરવાનો હેતુ :
દેશના અસંગઠિત વિસ્તારોમાં કામ કરનારા લોકોને તેમના ઘડપણમાં ઘણી એવી આર્થિક સમસ્યાઓથી બચાવવાનો છે. કેમ, કે સરકારી નોકરીઓમાં તો નિવૃત્તિ પછી પેન્શનની સુવિધા કે અન્ય રોકડ રકમ મળવાની વ્યવસ્થાઓ છે, પણ જ્યાં આવા ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લોકો છે તેમના માટે આવું કઈ જ નથી. આવી પરિસ્થિતિમાં આવા લોકો આ યોજનાનો લાભ લઈ ને દર મહિને નિશ્ચિત રકમ મેળવી શકે છે.
60 વર્ષની ઉંમર પછી પેન્શન મળશે
આ યોજનામાં, લાભાર્થીની ઉંમર 60 વર્ષ થાય પછી દર મહિને 3000 રૂપિયાનું ગેરંટેડ પેન્શન મળે છે. તેનો લાભ લેવા માટે 60 વર્ષની ઉંમર સુધી દરેક મહિને રૂપિયા 55 થી 200 જમા કરાવવા પડે છે. જો ગ્રાહક લાભાર્થી કોઈ કારણસર મૃત્યુ પામે તો પેન્શનની રકમનો અડધો ભાગ તેના જીવનસાથીને મળે છે.
ખાસ વિશેષતા એ છે કે, તમે આ પ્રધાનમંત્રી શ્રમ યોગી માન-ધન યોજનામાં જેટલા રૂપિયા જમા કરો છો તેટલા જ સામે કેન્દ્ર સરકાર પણ તમારા ખાતામાં જમા કરે છે.
કેવી રીતે ફોર્મ ભરવું ?
- આ યોજનામાં જોડાવા માટે, તમે નજીકના CSC કેન્દ્ર પર જાઓ.
- ત્યાં તમારુ આધાર કાર્ડ અને બેન્ક બચત ખાતા (જન ધન ખાતા) ખાતાની વિગતો અને ઝેરોક્ષ કોપી આપો.
- અંહી શરૂઆતની રકમ તમારે રોકડમાં જમા કરાવવાની રહેશે.
- જ્યારે ખાતું ખૂલી જાય પછી તમે નોમિની (વારસદાર)નું નામ પણ નોંધાવી લેશો.
- તમારું રજીસ્ટ્રેશન થઈ ગયા પછી તમને શ્રમ યોગી કાર્ડ પણ આપવામાં આવશે.
યોજના વિષે કેટલાક પોઈન્ટ
1. આ યોજનામાં, એવા લોકો જ જોડાઈ શકે છે. કે, જેમની મહિનાની આવક 15,000 રૂપિયા કે એનાથી ઓછી હોય.
2. નેશનલ પેન્શન સ્કીમ (NPS), અથવા બીજી કોઈ આવી રાજ્યની વીમા યોજનાનો લાભ લીધો હોય તો તેવા લોકો આ યોજનામાં જોડાઈ શકતા નથી.
3. જો 10 વર્ષ પહેલા તમારે આ યોજનામાંથી બહાર નીકળવું છે, તો જમા કરેલી જે રકમમાં હોય તેમાં બેંક વ્યાજ ઉમેરીને તે રકમ ખાતામાં આપવામાં આવશે.
Official Website : https://labour.gov.in/
🪀 અમારા Whats-App ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો