Advertisement

ઘરે બેઠા ઓર્ડર કરો PVC આધારકાર્ડ, જાણો કઈ રીતે કરી શકાશે ઓર્ડર | How to Get PVC Adhar Card Online ?

ઘરે બેઠા ઓર્ડર કરો PVC આધારકાર્ડ, જાણો કઈ રીતે કરી શકાશે ઓર્ડર | Get PVC Adhar Card Online | Order Aadhaar PVC Card Online । How to Apply for Aadhaar PVC Card Online । pvc aadhar card download । પ્લાસ્ટિક આધારકાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું । How to Check Aadhar PVC card Order Status
 

PVC આધાર કાર્ડ: આધાર કાર્ડ દરેક વ્યક્તિ માટે સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. ભારતમાં લગભગ દરેક ઉંમરના લોકો માટે આધાર કાર્ડ બનાવવામાં આવ્યું છે. આધાર કાર્ડના વધુ ઉપયોગના કારણે તેને આપણી પાસે રાખવું ખૂબ જ અગત્યનું છે. આ કાર્ડમાં દરેક વ્યક્તિની ડિજિટલ હસ્તાક્ષર, સુરક્ષિત QR કોડ (QR કોડ) દાખલ કરવામાં આવે છે.

જો તમારું આધાર કાર્ડ ફાટી ગયું હોય, ખરાબ થઈ ગયું હોય કે ખોવાઇ ગયું હોય તો તમે ATM કાર્ડની જેમ PVC આધાર કાર્ડનો ઓર્ડર કરી શકો છો. શું છે આ PVC આધાર કાર્ડ ? PVC આધાર કાર્ડનો ઓડર કઈ રીતે કરવો ? ઓર્ડર કર્યાનું સ્ટેટસ કઈ રીતે ચેક કરવું ? આ સંપૂર્ણ માહિતી આ આર્ટિકલમાં આપેલ છે.

તો, સૌપ્રથમ આ PVC આધાર કાર્ડ શું છે તે જાણીએ.

PVC આધારકાર્ડ શું છે ?
ભારત સરકાર દ્વારા આપેલ આધારકાર્ડ દરેક વ્યક્તિ માટે પ્રમાણિત ઓળખનો દસ્તાવેજ ગણવામાં આવે છે. આ આધારકાર્ડ જલદીથી ફાટી કે પાણીમાં પલળીને ખરાબ ન થાય તેના માટે પ્લાસ્ટિકનું આધારકાર્ડ બહાર પાડવામાં આવ્યું છે. PVC આધારકાર્ડ એ તમારા જૂના આધારકાર્ડ જેવું છે, પરંતુ તે ATM કાર્ડ જેવા પ્લાસ્ટિક પર પ્રિન્ટ કરવામાં આવે છે. જેથી લાંબા સમય સુધી ટકી રહે.

UIDAI (યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા) દ્વારા ‘ઓર્ડર PVC આધાર કાર્ડ’ નામની નવી સેવા શરૂ કરવામાં આવેલી છે. જેમાં આધાર ઓર્ડર કરવા તમારે માત્ર 50/- રૂપિયાની ફી ચુકવવાની રહેશે. UIDAI આધાર કાર્ડની માહિતી PVC કાર્ડ પર છાપવાની સુવિધા પૂરી પાડે છે. જેમના પાસે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર નથી તેઓ પણ નોન-રજિસ્ટર્ડ/વૈકલ્પિક મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને PVC આધાર કાર્ડ મંગાવી શકે છે.

Online Aadhaar PVC Card Info

UIDAI Aadhar દ્વારા ભારતના નાગરિકો માટે સુવિધામાં વધારો કરવા માટે આધારકાર્ડમાં સુધારા-વધારા કરવામાં આવેલ છે. Aadhar Card માં વિવિધ સુધારા કરેલ છે જેમ કે mAadhar, આધારપત્ર અને eAadhar Card. હવે UIDAI દ્વારા આધારકાર્ડનું નવું વર્જન PVC card રજૂ કરવામાં આવ્યું છે. આ આધારકાર્ડ polyvinyl chloride Cards (PVC) પર કાઢી આપવામાં આવે છે. UIDAI Website પરથી રી-પ્રિન્ટ માટેની પ્રોસેસ આપેલી છે. નાગરિકોએ પોતાના આધારકાર્ડનું PVC Card માટે કેવી રીતે ઓનલાઇન અરજી કરવી?, કેટલી ફી ભરવી વગેરે માહિતી મેળવીશું.
 

Security Features Of PVC Aadhar Card
UIDAI Gov દ્વારા PVC Aadhar Card નું નવું વર્જન બહાર પાડવામાં આવેલ છે. જેના સુરક્ષાની વિશેષતા નીચે મુજબ છે.
    ● સુરક્ષિત QR code
    ● સુંદર અક્ષર
    ● ઈસ્યુ તારીખ અને રી-પ્રિન્ટ તારીખ
    ● ખૂબ સરસ આધાર લોગો
    ● હોલોગ્રામ
    ● Ghost Image

Highlight Point Of Aadhaar PVC Card
સેવાનો પ્રકાર: પીસીવી આધારકાર્ડ ડાઉનલોડ
આર્ટિકલની ભાષા: ગુજરાતી અને English
યોજના મુખ્ય ઉદ્દેશ: ભારતના નાગરિકોને PVC Card ઓનલાઈન ઓર્ડરની સેવા પૂરી પાડવી.
લાભાર્થી: ભારતના તમામ નાગરિક
PVC Card ની કિંમર: માત્ર 50 રૂપિયા ઓનલાઈન ભરવાના રહેશે.

Benefits Of Aadhaar PVC Card
નવા રજૂ કરેલા PVC Aadhar Card ના ઘણા બધા ફાયદા છે. તે ATM અથવા ડેબિટ કાર્ડ જેવું હોવાથી પોતાના પાકિટમાં આરામથી રાખી શકાય છે. તેમજ વરસાદ કે અન્ય પાણીમાં દ્વારા પણ નુકશાન થતું નથી. PVC Aadhaar ને ઓફલાઇન પણ વેરીફાય કરી શકાય છે. તેમાં ડીજીટલ સાઈન સાથે ફોટોગ્રાફ આપેલો છે. તેમજ સુરક્ષિત QR Code સાથે ઘણી સુરક્ષા આપેલી છે.

PVC આધાર કાર્ડનો ઑર્ડર કઈ રીતે કરવો ?
PVC આધારકાર્ડ ઓર્ડર કરવાની સંપૂર્ણ પ્રક્રિયા નીચે મુજબ છે :
  1. સૌપ્રથમ UIDAI ની ઓફિસિયલ વેબસાઇટ https://uidai.gov.in અથવા https://myaadhaar.uidai.gov.in ઓપન કરો.
  2. ત્યારબાદ, ‘ઓર્ડર આધાર પીવીસી કાર્ડ’ પર ક્લિક કરો અને તમારો 12 અંકનો આધાર નંબર અથવા 28 અંકનો નોંધણી ID દાખલ કરો.
  3. હવે અહીં તમે સિક્યોરિટી કોડ દાખલ કરો અને પછી રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર પ્રાપ્ત OTP દાખલ કરો.
  4. જો તમારે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ના હોય તો ‘My Mobile Number in not Registered‘ પર ક્લિક કરવાનું રહેશે. (આ પછી તમારા વૈકલ્પિક મોબાઇલ નંબર પર OTP આવશે જે તમારે આગળ દાખલ કરવાની જરૂર છે.)
  5. Terms and Conditions પર ક્લિક કરો.
  6. આગળ સબમિટ વિકલ્પ પર ક્લિક કરો.
  7. બધી વિગતો ચકાસ્યા પછી Make Payment વિકલ્પ પર ક્લિક કરો.
  8. આ પછી, UPI, કાર્ડ અથવા નેટ બેંકિંગ દ્વારા ચુકવણી કરો.
  9. થોડા દિવસો પછી તમારું PVC આધાર કાર્ડ ઘરે આવી જશે.

PVC Aadhaar card માટે ઓનલાઇન ફી ભરવા માટે ક્યાં-ક્યાં ઑપશન છે?
પીવીસી આધારકાર્ડને ઓનલાઈન ઓર્ડર કરવા ઓનલાઈન ફી ભરવાની હોય છે. ઓનલાઇન ફી ભરવા માટે નીચેના મુજબના ઑપશન આપેલા છે.
    ● ક્રેડિટ કાર્ડ મારફતે
    ● ડેબિટ કાર્ડ મારફતે
    ● નેટ બેન્કિંગ દ્વારા
    ● UPI દ્વારા
    ● PayTM દ્વારા

PVC આધારકાર્ડ ના ઓર્ડરનું Status કઈ રીતે જોવું ?
તમે કરેલ ઓર્ડર થઈ ગયો છે કે કેમ તે તપાસવા માટે તમે ઓર્ડરનું Status જોઈ શકો છો.
  • સૌથી પહેલા આ વેબસાઇટ https://myaadhaar.uidai.gov.in/checkStatus પર વિઝિટ કરો.
  • ત્યારબાદ, SRN નંબર અને સિક્યોરિટી કોડ દાખલ કરો.
  • આગળ સબમિટ વિકલ્પ પર ક્લિક કરો અને પછી તમારા આધાર ઓર્ડરની સ્થિતિ બતાવશે.

મહત્વપૂર્ણ લિંક
✓ PVC આધાર કાર્ડનો ઓનલાઈન ઓર્ડર કરવા માટે: અહી ક્લિક કરો
✓ PVC આધાર કાર્ડ ઓર્ડરનું સ્ટેટસ ચેક કરવા માટે: અહી ક્લિક કરો
✓ UIDAI Official Website: Click Here
✓ PVC Aadhar Card Website: Click Here 

આ આર્ટિકલમાં PVC આધાર કાર્ડ કઇ રીતે ઓર્ડર કરી શકાય, તેના વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. તેમ છતાં તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો Comment કરીને પૂછી શકો છો. અમે જલદી જ તમારા પ્રશ્નનું સમાધાન આપીશું.

આવી અન્ય માહિતી માટે અત્યારે જ WhatsApp અને Telegram ના માધ્યમથી અમારી સાથે જોડાઈ જાઓ. નીચે આપેલા Share બટન પર ક્લિક કરીને PVC આધારકાર્ડ વિશેની આ માહિતી તમારા મિત્રો અને ગ્રુપમાં Share કરો જેથી કોઈકને ઉપયોગી બની શકે.

PVC Aadhaar Card Important Notes
UIDAI વેબસાઈટ પરથી ઓનલાઈન ઓર્ડર કર્યા બાદ કેટલીક અગત્યની સૂચના છે. જે નીચે મુજબ છે.
● ઓનલાઇન ઓર્ડર કર્યા બાદ સફળતાપૂર્વક SRN Number જનરેટ થશે.
● તમે UIDAI Website પરથી ઓનલાઈન મંગાવેલા PVC Card કામકાજના 5 દિવસોમાં આવશે.
● તમારું PVC Card તમારા ઘરે ઇન્ડિયા પોસ્ટ દ્વારા મોકલવામાં આવશે.
● ભારતીય ટપાલ શાખા દ્વારા પીવીસી આધારકાર્ડ  તેમના ધોરણો અને T&C મુજબ Speed Post દ્વારા તમારા સરનામાં પર પહોંચાડવામાં આવશે.
● તમે https://myaadhar.uidai.gov.in વેબસાઈટ પરથી ઓર્ડર કરેલા PVC Card Status ચેક કરી શકો છો.
● પીવીસી કાર્ડ ડિલીવરી થયા બાદ તમારા મોબાઈલ પર SMS થી જાણ કરવામાં આવશે. જેનું સ્ટેટસ India Post ની વેબસાઈટ પરથી Track કરી શકશો.
● PVC Aadhar Card બાબતે કોઈપણ પ્રશ્ન કે ફરિયાદ હોય તો ઓર્ડર કર્યાની તારીખથી 90 દિવસની અંદરમાં aadhar.card@uidai.net.in પર ઈમેઈલ કરી શકો છો.

FAQs
Q. PVC આધાર કાર્ડ માટે ઓનલાઈન અરજી કઈ વેબસાઈટ પર કરવામાં આવે છે ?
A. https://uidai.gov.in

Q. PVC આધાર કાર્ડ ઓર્ડર કરવા કેટલા રૂપિયાની ફી ચુકવવાની રહેશે ?
A. તમારે માત્ર 50/- રૂપિયા ફી ચુકવવાની રહેશે.

Q. અરજી સંબંધિત કોઈપણ માહિતી માટે ટોલ ફ્રી નંબર અને ઈ-મેઈલ શું છે ?
A. ફોન ટોલ ફ્રી નંબર :1947 | ઈ-મેઈલ : emailhelp@uidai.gov.in

Q. SRN શું છે?
A. SRN એ 14 આંકડાનો સર્વિસ રિકવેસ્ટ નંબર છે. જે PVC Card માટે ઓનલાઈન ઓર્ડર કર્યા બાદ મળે છે. તે દરેક નવી એપ્લિકેશન માટે જનરેટ કરવામાં આવે છે. જો એક જ અરજીને ફરીથી રિકવેસ્ટ કરવામાં આવે તો પહેલા આપેલા નંબરનો ફરીથી ઉપયોગમાં લેવાય છે.
Previous Post Next Post

Comments