નવી અપડેટ મેળવવા માટે WhatsApp - Telegram - Facebook પર Follow કરો... ❤️

આપણા દેશમાં જોવાલાયક એક કરતાં વધુ સ્થળો છે. ઉનાળાની ઋતુમાં, લોકો ઠંડી જગ્યાઓ શોધતા હોય છે

આ ઉનાળાના વેકેશનમાં ફરવા જવાનું વિચારી રહ્યા છો,તો આ રાષ્ટ્રીય ઉદ્યાનોની મુલાકાત અવશ્ય લો.


આપણા દેશમાં જોવાલાયક એક કરતાં વધુ સ્થળો છે. ઉનાળાની ઋતુમાં, લોકો ઠંડી જગ્યાઓ શોધતા હોય છે, જ્યાં તેઓ પર્વત, સમુદ્ર કે પાર્કમાં આરામની પળો વિતાવી શકે અને ખુશનુમા હવામાનનો આનંદ માણી શકે. જો તમે પણ ઉનાળાની રજાઓ મનાવવાનું વિચારી રહ્યા છો, તો આ સુંદર દેશના પ્રખ્યાત પાર્ક કે જ્યાં તમે તમારા વેકેશનની મજા માણી શકો છો.

કુદ્રેમુખ નેશનલ પાર્ક, કર્ણાટક


ઉનાળાની રજાઓને યાદગાર બનાવવા માટે, કુદ્રેમુખ રાષ્ટ્રીય ઉદ્યાનની ચોક્કસ મુલાકાત લો. તે કર્ણાટકમાં આવેલું છે. આ પાર્કમાં તમને અનેક પ્રકારની પ્રજાતિઓ જોવા મળશે. જો તમે એડવેન્ચરના શોખીન છો, તો આ તમારા માટે પરફેક્ટ પ્લેસ સાબિત થઈ શકે છે. તમે અહીં ટ્રેકિંગની પણ મજા માણી શકો છો. અહીં તમને સાંભર, બાઇસન જેવા પ્રાણીઓ જોવા મળશે. આ ઉનાળાના વેકેશનમાં કર્ણાટક જઈ શકાય.

નોકરેક નેશનલ પાર્ક, મેઘાલય


નોકરેક નેશનલ પાર્ક તેની વિશિષ્ટ વિશેષતાઓ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. તેની પ્રાકૃતિક સુંદરતા પ્રવાસીઓને આકર્ષે છે. લીલાછમ ઊંચા વૃક્ષોની વચ્ચે રેડ પાંડાનું ઘર પણ છે. આ પાર્કમાં જંગલી બિલાડીઓનો નજારો કઇંક અલગ જ છે. મે થી ઑક્ટોબર મહિનામાં અહીં લોકો આવવાનું વધારે પસંદ કરતાં હોય છે.

કંચનજંગા રાષ્ટ્રીય પાર્ક, સિક્કિમ


આ ઉદ્યાન તેની સમૃદ્ધ સાંસ્કૃતિક અને કુદરતી વારસાની ઓળખ માટે જાણીતું છે. તેને 2016 માં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી હતી. દર વર્ષે ભારત અને વિદેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં મુલાકાત લેવા આવે છે. આ પાર્ક સિક્કિમ રાજ્યમાં આવેલું છે. અહીં આવવાનો શ્રેષ્ઠ સમય એપ્રિલ અને મે મહિનાની વચ્ચેનો છે.

નાગરહોલ ટાઇગર રિઝર્વ, કર્ણાટક


આ પાર્કને રાજીવ ગાંધી નેશનલ પાર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પાર્ક દેશના સૌથી પ્રખ્યાત ઉદ્યાનોમાંનું એક છે. જો તમે કર્ણાટકની મુલાકાત લેવાના છો, તો આ પાર્કની મુલાકાત લેવાનું ભૂલશો નહીં. અહીંની હરિયાળી તમને મંત્રમુગ્ધ કરશે.
Join Us