Advertisement

સંગીતના સાધનો ખરીદી બાબત પરિપત્ર | Sangit Sadhano Kharidi Babat Paripatra, Date 9/11/2026

સંગીતના સાધનો ખરીદી બાબત પરિપત્ર | Sangit Sadhano Kharidi Babat Paripatra, Date 9/11/2026

વિષય : બાલવાટિકા, ધોરણ :1-2ના વર્ગોમાં સંગીતમય પ્રવૃત્તિલક્ષી વાતાવરણ માટે સંગીતના

સાધનો-વાજિંત્રોની ખરીદી માટે ગ્રાન્ટ ફાળવણી કરવા બાબત.

પ્રતિશ્રી,

જિલ્લા પ્રોજેકટ કૉ-ઓર્ડીનેટરશ્રી અને

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, તમામ તથા

શાસનાધિકારીશ્રી: અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત

સંદર્ભ:1. તા:03/11/2023ના રોજ ફાઇલ પર માન. સચિવશ્રી (પ્રાથમિક-માધ્યમિક), શિક્ષણ વિભાગની મંજૂરી.

2.અત્રેની કચેરીનો તા:07/11/2023ના કચેરી આદેશ ક્રમાંક:સમગ્ર શિક્ષા/ક્યુઈસેલ/ ग्रा.श./1/2023/52877-915.

શ્રીમાન,

ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે શિક્ષા મંત્રાલય, ભારત સરકાર દ્વારા પાયાની સાક્ષરતા अने अंडज्ञान - (F.N) भाटे National Initiative for Proficiency in Reading with Understanding and Numeracy - NIPUN BHARAT મિશન લોન્ચ કરવામાં આવેલ છે. નવી શિક્ષણ નીતિ-2020 મુજબ નિપુણ ભારતના વિઝન અનુસાર વર્ષ:2026-27 સુધીમાં ધોરણ-2 સુધીના તમામ બાળકો પાયાની સાક્ષરતા અને અંકજ્ઞાન પ્રાપ્ત કરે તે માટેનું યોગ્ય વાતાવરણ નિર્માણ કરવાનું છે.

શાલેય શિક્ષણમાં ભાષા અને ગણિત જેવા વિષયો સાથે-સાથે કલા, યોગ અને સર્જનની પ્રવૃત્તિઓને પણ એટલુ જ મહત્ત્વ આપવામાં આવેલ છે. આ માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020, NCF (National Curriculum Framework for School Education 2023) અને NIPUN BHARAT માં દિશાનિર્દેશ કરવામાં આવેલ છે.

Nipun Bharat Mission (FLN) અંતર્ગત બાળકો નિયત કરેલ લક્ષ્યો પ્રાપ્ત કરી શકે તે માટે વર્ગમાં શીખવા-શીખવવા માટેની સહાયક સામગ્રી આપવા સંદર્ભે બાલવાટિકા, ધોરણ :1-2નાં વર્ગોમાં શૈક્ષણિક અને સહ શૈક્ષણિક પ્રવૃત્તિ તરીકે વિવિધ આયામોનું નિર્માણ કરવાનું કાર્ય વધુ સતેજ થાય તે હેતુસર રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓને સંગીતના સાધનો/વાજિંત્રોની ખરીદી માટે ગ્રાન્ટ આપવા બાબતે નિર્ણય થયેલ છે.

સંદર્ભ (1)ની મંજૂરી અન્વયે અત્રેની કચેરીના સંદર્ભ (2)ના કચેરી આદેશથી સંગીતના સાધનો/વાજિંત્રોની ખરીદી માટે રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓને નીચે જણાવેલ વિગતે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવેલ છે. વિદ્યાર્થી સંખ્યા મુજબ નિયત થયેલ મળવાપાત્ર ફાળવેલ ગ્રાન્ટની વિગતો તેમજ સાધનો/વાજિંત્રોની યાદી, સ્પેસીફીકેશન, ભાવ અને ગ્રાન્ટની વિગત નીચે મુજબ છે.

સંગીત સાધનોની ખરીદી બાબત પરિપત્ર


બાલવાટિકા અને ધોરણ 1,2 માટે સંગીતના સાધનો ખરીદવા માટેની ગ્રાન્ટ બાબત પરિપત્ર


સંગીતના સાધન ખરીદી ગ્રાન્ટ અને ગાઈડલાઈન બાબત લેટર



સંગીતના સાધનો ખરીદવા બાબત પરિપત્ર pdf ડાઉનલોડ કરવા માટે :: 👉 અહીં ક્લિક કરો
Previous Post Next Post

Comments