ફ્રી સિલાઈ મશીન યોજના 2021 | PM Free Silai Machine Yojana 2021

Pradhanmantri Free Silai Machine Yojana 2021 in Gujarati ; ફ્રી સિલાઈ મશીન યોજના 2021 માટેની તમામ માહિતી જાણો ગુજરાતીમાં અમારી SSA Gujarat વેબસાઇટ પર... How to Apply Free Silai Machine Yojana?


 • આ મફત સિલાઈ મશીન યોજનાનો લાભ કેવી રીતે મેળવો ?
 • એપ્લિકેશન ફોર્મ ક્યાં અને કેવી રીતે ભરવું ?
 • આ યોજનાનો લાભ કોને કોને મળશે ?
 • યોજના માટે જરૂરી આધાર - પુરાવાઓ


યોજનાનો ઉદ્દેશ્ય

આ ફ્રી સિલાઈ મશીન યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશની મહિલાઓ પોતે આત્મનિર્ભર બને અને પોતાનો નાનકડો વ્યવસાય શરૂ કરીને પોતાનું જીવન ગુજરાન ચલાવી શકે... એ હેતુથી ખાસ આ યોજના અમલમાં મુકવામાં આવી છે.  જોકે દેશની મહિલાઓના ઉત્કર્ષ માટે આવી તો ઘણી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. પણ, અંહી આપણે એમાથી એક મહત્વની યોજના "મફત સિલાઈ મશીન યોજના વિશે જરૂરી માહિતી મેળવીશું.


યોજનાની શરૂઆત: 

દેશની મહિલાઓને પોતાની આજીવિજા માટે બીજા કોઈનો આધાર ન રાખવો પડે અને પોતે પોતાનો વ્યવસાય કરીને નિર્વાહ કરી શકે તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ યોજના 2015 માં શરૂ કરવામાં આવી હતી.

આ યોજના અંતર્ગત દેશના એવા ગરીબ વર્ગને તથા મજુરીયાત વર્ગને આ યોજના હેઠળ ફ્રી સિલાઈ મશીન સહાય આપવામાં આવે છે. ખાસ કરીને મહિલાઓને જો આવું સિલાય મશીન મળે તો તેઓ  પોતાના ઘરે રહીને  સિલાઈ કામ કરી પોતાની રોજગારી મેળવી શકે છે, પોતે આત્મનિર્ભર બને અને સ્વમાનથી જીવી શકે છે


ફ્રી સિલાઈ મશીન યોજનાના લાભ:

 • ફ્રી સિલાઈ મશીન યોજના - યોજનાના નામ પ્રમાણે જ અંહી સિલાઈ મશીન ફ્રીમાં આપવામાં આવે છે.
 • ગરીબ એવી મહિલાઓને આ યોજનાનો લાભ મળતાં ઘરે સીવણ કામ કરી શકશે અને બીજે ક્યાય મજૂરી કરવા જવું નહીં પડે.
 • નબળા એવા વર્ગની પરિસ્થિતિમાં ઘણો સુધારો આવશે.
 • મહિલાઓને આત્મનિર્ભરતા પ્રાપ્ત કરશે.
 • રોજગારી પ્રાપ્ત થવાથી દેશની મહિલાઓને પ્રોત્સાહન મળશે, સ્વમાન અનુભવશે.


યોજનાનો કોને મળે ?

 • એવી મહિલાઓ કે જેમની વાર્ષિક આવક રૂપિયા 12000 કે તેથી ઓછી હોય.
 • જેમની ઉંમર 20 વર્ષથી 40 વર્ષ સુધીની હોય તેવી આર્થિક રીતે નબળા મજૂર વર્ગની મહિલાઓને લાભ મળશે.
 • શારીરીક વિકલાંગ / અપંગ મહિલાઓ તથા વિધવા મહિલાઓ લાભ મેળવી શકશે.

 

યોજના માટેના જરૂરી પુરાવા (Documents List)

 1. પાસપોર્ટ સાઈઝનો ફોટો
 2. આધારકાર્ડ
 3. ઉંમર પ્રમાણપત્ર
 4. આવકનો દાખલો
 5. ઓળખપત્ર
 6. સિલાઈકાર્ય માટેની તાલીમ લીધી હોય તો તેનું પ્રમાણપત્ર
 7. વિધવા હોય તો તેનો નિરાધાર વિધવા પ્રમાણપત્રો
 8. જો મહિલા વિધવા હોય તો તેનું નિરાશ્રિત વિધવા પ્રમાણપત્ર
 9. મોબાઈલ નંબર
 10. બેન્ક પાસબુકની નકલ
 11. સમુદાય પ્રમાણપત્ર વગેરે…


PM Free Silai Machine Scheme Online Application ; Application Form For The Free Supply Of Sewing Machine

 

ફ્રી સિલાઈ મશીન યોજના માટે અરજી ફોર્મ ભરવા અંગેની જરૂરી માહિતી સ્ટેપ બાય સ્ટેપ જાણો.

 1. સૌપ્રથમ ભારત સરકારની ઓફિશિયલ વેબસાઇટ www.india.gov.in પર જાઓ.
 2. ત્યાંથી મફત સિલાઈ મશીન યોજના માટેનું અરજી ફોર્મ PDF ડાઉનલોડ કરી લો. (અંહી છેલ્લે ફોર્મ ડાઉનલોડ કરવાની Link આપેલ છે.)
 3. આ ફોર્મ ડાઉનલોડ કરી લીધા પછી તેમાં જરૂરી માહિતી સાચી ધ્યાનથી ભરી લો.
 4. માગ્યા પ્રમાણેના દરેક પુરાવા તેની પાછળ ઝેરોક્ષ કોપી લગાવવી.
 5. ફોર્મ ઉપર પાસપોર્ટ સાઇઝ ફોટો ચોટાડી સંબંધિત ઓફિસમાં જઇને ફોર્મ જે તે વિભાગમાં જમા કરાવવું.


Free Silai Machine Yojna Form | How to Apply and application Form Download here

યોજના બાબતે કેટલાક પ્રશ્નો:

ફ્રી સિલાઈ મશીન યોજનામાં લાભાર્થીને શું સહાય મળે છે?

ફ્રી સિલાઈ મશીન યોજનામાં ફોર્મ ભરવા માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટસ જોઈએ?

ફ્રી સિલાઈ મશીન યોજના માટે એપ્લિકેશન ક્યાં કરવાની રહેશે?

ફ્રી સિલાઈ મશીન યોજનાનું ફોર્મ ક્યાંથી મળશે?

ફ્રી સિલાઈ મશીન યોજનામાં ફોર્મ કઈ રીતે ભરવું?

ફ્રી સિલાઈ મશીન યોજનાનું ફોર્મ ક્યાં જમા કરાવવાનું?

🪀 અમારા Whats-App ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો


ફોર્મ કેવીરીતે ભરવું ? આ વિડીયો જુઓ

ઓફીશિયલ વેબસાઈટ માટે અંહી ક્લિક કરો

ફ્રી સિલાઈ મશીન યોજના ફોર્મ ડાઉનલોડ કરવા ક્લિક કરોઅરજી કરતાં પહેલા આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખો

ભારત સરકારની અધિકૃત વેબસાઈટ www.india.gov.in પર જઈને લાભાર્થી મહિલાઓ આ યોજના માટે અરજી ફોર્મ મેળવી શકે છે. અરજીપત્રક PDF ડાઉનલોડ કરીને તેમાં માગ્યા મુજબની તમામ જરૂરી વિગતો ભરવાની રહેશે. તમામ માહિતી ભર્યા પછી પુરાવાઓની કોપીને તમારા અરજીફોર્મ સાથે જોડી યોજના ચાલતી હોય તેવા નજીકના સરકારી કાર્યાલય (જાણ સેવા કેન્દ્ર)માં જમા કરાવવાનું રહેશે. ત્યારબાદ સરકારી કચેરી તરફથી તમે આપેલી જાણકારીની તપાસ થશે. તમામ માહિતી યોગ્ય લાગશે તો તમને આ યોજનાનો લાભ આપીને ફ્રી સિલાઈ મશીન અથવા તેની ખરીદીની રકમ એ તમારા બેન્ક ખાતામાં જમા આપવામાં આવશે.

Previous Post Next Post