કુંવરબાઈનું મામેરું યોજના - ગુજરાત સરકાર | Kuvarbai Nu Mameru Yojana Online Form
E-Samaj kalyan Portal For Sarkari Yojana | Kuvar bai Nu Mameru Yojana Documents List in Gujarati | કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મ pdf |Social Justice & Empowerment Department –SJED
ગુજરાત સરકાર દ્વારા વિવિધ વિભાગો માટેની સરકારી યોજનાઓ કાર્યરત છે. દરેક વિભાગ દ્વારા અલગ-અલગ કામગીરીમાં કરવામાં આવે છે. ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા વિવિધ સરકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. આ યોજનાઓ E Samaj Kalyan Portal પર ચલાવવામાં આવે છે. ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર માનવ ગરિમા યોજના, વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ લોન, ડૉ.આંબેડકર આવાસ યોજના, કુંવરબાઈનું મામેરું યોજના વગેરે યોજનાઓ ચાલે છે. આ આર્ટિકલ દ્વારા કુંવરબાઈનું મામેરું યોજના 2022 વિશે વિગતવાર વાત કરીશું. Kuvarbai Nu MameruYojana Online Form કેવી રીતે ભરવું તેની માહિતી મેળવીશું.
Gujarat Kuvarbai nu Mameru Yojana Info
- કુંવરબાઈનું મામેરું યોજનાનો હેતુ
- Hightlight Point of Kuvarbai nu Mameru Yojana
- કુંવરબાઈનું મામેરું યોજના માટેની પાત્રતા
- Kuvarbai Nu MameruYojana Documents List in Gujarati
- Kuvarbai Nu Mameru Yojana Income Limit
- Benefits of Kuvarbai Nu Mameru Yojana
- Kuvarbai Nu MameruYojana Form Pdf
- How to Online Apply Kuvarbai Nu Mameru Yojana 2022
- E Samaj Kalyan Status Check
- Important Links of Kuvarbai nu Mameru Yojana
- FAQ’s of Gujarat Kuvarbai Nu Mameru Yojana
Kuvarbai nu Mameru Yojana in Gujarati
ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારોની દિકરીઓના કલ્યાણ માટે ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ ચાલે છે. જેમાં કુંવરબાઈનું મામેરું યોજનાનો સમાવેશ થાય છે. આ લગ્ન સહાય યોજના દ્વારા ગરીબ પરિવારોને સિધી આર્થિક રીતે મદદરૂપ થવાના ઉદ્દેશ રહેલો છે. Kuvarbai Nu Mameru Yojana માં લગ્ન કરેલી દીકરીઓને DBT (Direct Benefit Transfer) દ્વારા સીધી એમના બેંક ખાતામાં સહાય ચૂકવાય છે. કુંવરબાઈનું મામેરું યોજના એસ.સી વર્ગની કન્યાઓને, ઓ.બી.સી વર્ગની દીકરીઓને તથા આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓના લગ્નકર્યા પછી લાભ આપવામાં આવે છે. આ યોજનામાં લાભાર્થી દીકરી દીઠ રૂપિયા 12000/- રૂપિયા જમા કરવામાં આવે છે.
કુંવરબાઈનું મામેરું યોજનાનો મુખ્ય હેતુ
રાજયની આર્થિક રીતે નબળા વર્ગના પરિવારમાં જ્યારે દીકરીના લગ્ન થાય, ત્યારે આર્થિક મદદ થવાના ભાગરૂપે કુંવરબાઈનું મામેરૂ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના દ્વારા દિકરીના જન્મને પ્રોત્સાહન મળે અને સમાજમાં બાળલગ્ન અટકે આ હેતુથી આ યોજના અમલી બનાવેલ છે.
Hightlight Point of Kuvarbai nu Mameru Yojana
Hightlight Point of Kuvarbai nu Mameru Yojana
કુંવરબાઈનું મામેરું યોજના માટેની પાત્રતા
કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મ માટે Social Justice & Empowerment Department –SJED દ્વારા પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.
- લાભાર્થી ગુજરાત રાજ્યનો મૂળ વતની હોવો જોઈએ.
- અરજદાર આર્થિક રીતે નબળા પરિવાર હોવો જોઈએ.
- એક પરિવારમાં 2 પુખ્તવયની દિકરીના લગ્ન માટે kuvarbai nu mameru yojana Gujarat નો લાભ મળશે.
- લાભાર્થીના પુન:લગ્નના કિસ્સામાં આ યોજના મળશે. વિધવા પુન:લગ્નના કિસ્સામાં પણ આ યોજનાનો લાભ મળશે.
- કન્યાના લગ્ન બાદ 2 વર્ષની સમય મર્યાદામાં Kuvarbai Nu Mameru Form Online Apply કરવાનું રહેશે.
- સાત ફેરા સમૂહલગ્ન આયોજિત કાર્યક્ર્મમાં ભાગ લેનાર દીકરીઓને કુંવરબાઈનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થાય.
- સમાજના તથા અન્ય સમૂહલગ્નમાં ભાગ લેનાર લાભાર્થી કન્યાને સાત ફેરા સમૂહલગ્ન યોજના તેમજ કુંવરબાઈનું મામેરૂ યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બન્ને યોજનાઓ હેઠળ લાભ મેળવવા પાત્ર રહેશે.
કુંવરબાઈનું મામેરું યોજનાના નિયમો
- કુંવરબાઇ નું મામેરું યોજના માટે ગુજરાત સરકારશ્રી દ્વારા પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.
- ગુજરાત રાજ્યના મૂળ વતની હોય અને આર્થિક રીતે નબળા પરિવારોને મળવાપાત્ર છે.
- પરિવારમાં 2 (બે) પુખ્તવયની કન્યાના લગ્ન માટે kuverbai nu mameru yoajna નો લાભ મળશે.
- લાભાર્થીના પુન:લગ્નના કિસ્સામાં આ યોજના હેઠળ સહાય મળશે નહી.
- લગ્ન સમયે કન્યાની ઉંમર 18 વર્ષ અને યુવકની ઉંમર 21 વર્ષ હોવી જોઈએ.
- લગ્નના 2 વર્ષની સમયમર્યાદામાં kuvarbai nu mameru form online apply કરવાનું રહેશે.
- સાત ફેરા સમૂહલગ્ન આયોજિત કાર્યક્ર્મમાં કુંવરબાઈનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થાય.
- સમાજના તથા અન્ય સમૂહલગ્નમાં ભાગ લેનાર લાભાર્થી કન્યાને “સાત ફેરા સમૂહલગ્ન યોજના તેમજ કુંવરબાઈનું મામેરૂ યોજના”ની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બન્ને યોજનાઓ હેઠળ લાભ મેળવવા પાત્ર રહેશે.
Kuvarbai Nu MameruYojana Documents List in Gujarati
કુંવરબાઈનું મામરું યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. કુંવરબાઈનું મામેરું યોજના ડોક્યુમેન્ટનીચે પ્રમાણે હોવા જોઈએ.
- કન્યાનું આધારકાર્ડ
- લાભાર્થી કન્યાના પિતાનું આધારકાર્ડ
- કન્યાનો જાતિનો દાખલો
- કન્યાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા જન્મનું પ્રમાણપત્ર
- લાભાર્થી કન્યાના પિતાનો અથવા વાલીનો વાર્ષિક આવકનો દાખલો
- કન્યાના રહેઠાણનો પુરાવો
- કન્યા બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ ( કન્યાના નામ પાછળ પિતા/વાલીનું નામ હોય તે)
- વર-કન્યાનો સંયુક્ત ફોટો
- વરની જન્મતારીખનો આધાર (L.C/જન્મ તારીખનો દાખલો/ અભણ હોય ત્યારે સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર)
- લગ્નનોંધણી પ્રમાણપત્ર
- કન્યાના પિતા/વાલીનું સ્વ-ઘોષણા (Self-Declaration)
- કન્યાના પિતા હયાત ન હોય તો મરણનો દાખલો
Kuvarbai Nu Mameru Yojana Income Limit
સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા કુંવરબાઈ યોજનામાં વાર્ષિક આવકમર્યાદા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.
વિસ્તાર ::: આવક મર્યાદા
ગ્રામ્ય વિસ્તાર: 120000/-
શહેરી વિસ્તાર: 150000/-
Income Limit
Benefits of Kuvarbai Nu Mameru Yojana
ગુજરાત રાજ્યમાં આર્થિક રીતે નબળા પરિવારની દીકરી લગ્ન કરે તો તેને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ કન્યાના બેંક ખાતામાં સીધા DBT (Direct Benefit Transfer) મારફતે અગાઉ 10,000/- (દસ હજાર રૂપિયા) સહાય ચૂકવવામાં આવતી હતી. જે સહાયની રકમમાં સુધારો કરેલ છે.
- જે કન્યાઓએ તા-01/04/2021 પછી લગ્ન કરેલ હોય તો તેવા દંપતીને Kuvarbai Mameru Yojana હેઠળ 12,000/- (બાર હજાર) રૂપિયા મળશે.
- જે કન્યાઓએ તા-01/04/2021 પહેલાં લગ્ન કરેલ દંપતીઓને જૂના ઠરાવ પ્રમાણે 10,000/- (દસ હજાર) રૂપિયા મળવાપાત્ર રહેશે.
New GR for Kuvarbai Nu Mameru Yojana 2022 | kuvarbai mameru yojana gujarat form download | kuvarbai mameru document
Kuvarbai Nu Mameru Yojana New GR
Kuvarbai Nu MameruYojana Form Pdf
સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મ pdf બનાવેલ છે. આ અરજીપત્રક જ્ઞાતિ મુજબ Application Form બહાર પાડેલા છે. નિયામક, વિકસતી જાતિ કલ્યાણ વિભાગ દ્વારા Kuvarbai Nu Mameru Yojana For SEBC તથા અન્ય પછાત વર્ગ માટે અરજી ફોર્મ બહાર પાડેલ છે. તથા નિયામક અનુસુચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા SC જ્ઞાતિઓની કન્યાઓ માટે અરજી પત્રક બહાર પાડેલ છે.
Caste Name Download Links
Kuvarbai Nu MameruYojana Form Pdf (OBC-EBC) Download Now
Kuvarbai Nu MameruYojana Form Pdf (SC) Download Now
Kuvarbai Nu MameruYojana Form Pdf
How to Online Apply Kuvarbai Nu Mameru Yojana?
રાજ્યના છેવાડાના ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારના લોકો સરકારી કચેરી વારંવાર ન જવું પડે તેવા હેતુથી ઓનલાઈન પોર્ટલની સુવિધા ઉભી કરેલી છે. કુંવરબાઈનું મામેરૂ યોજનાનો નાગરિકોને લાભ આપવા માટે samaj kalyan portal બનાવેલ છે. આ પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. E Samaj Kalyan Gujarat Registration કેવી રીતે કરવું તેની step-by-step માહિતી મેળવીશું.
- સૌપ્રથમ Google Search માં જઈને ‘e samaj kalyan Portal’ ટાઈપ કરવાનું રહેશે.
- Google Search Result માં અધિકૃત વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in/ પર ક્લિક કરવાની રહેશે.
- ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર જો અગાઉ રજીસ્ટ્રેશન ન કરાવેલ હોય તો “New User? Please Register Here” જઈને Register ની પ્રક્રિયા કરવાની રહેશે.
- તમારું સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ ઈ સમાજ કલ્યાણ પોર્ટલમાં “Citizen Login” પર ક્લિક કરીને લાભાર્થીએ પોતાનું Personal Page ખોલવાનું રહેશે.
Image of Government official Portal (e-Samaj Kalyan Portal)
- લાભાર્થી દ્વારા જે જ્ઞાતિપ્રમાણે રજીસ્ટ્રેશન કરેલ હોય, તે મુજબ યોજનાઓ e samaj kalyan.gujarat.gov.in login બતાવતી હશે.
- જેમાં Kuvarbai Nu Mameru Yojana 2022 પર ક્લિક કરવાનું રહેશે.
- કુંવરબાઈનું મામેરુ યોજના ઓનલાઈન ફોર્મમાં જઈને જે પ્રમાણે માહિતી માંગેલી હોય તે પ્રમાણે ઓનલાઈન ભરવાની રહેશે.
- ઓનલાઈન ફોર્મમાં તમામ માહિતી ભર્યા બાદ સબમીટ કરવાની રહેશે.
- લાભાર્થી દ્વારા ઓનલાઈન અરજી Submit કર્યા બાદ એક અરજી નંબર આવશે. જે સાચવીને રાખવાનો રહેશે.
- ઓનલાઈન અરજીને આધારે Upload Document માં જઈને અસલ ડોક્યુમેન્ટ (Original Document) અપલોડ કરવાના રહેશે.
- તમામ માહિતી અને અસલ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ Confirm Application કરવાનું રહેશે.
- છેલ્લે, અરજી કન્ફર્મ થયા બાદ અરજીની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે.
E Samaj Kalyan Gujarat Registration Process
E Samaj Kalyan Status Check Here
ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર વિવિધ સરકારી યોજનાઓના Online Form ભરાય છે.લાભાર્થીઓ દ્વારા કુંવરબાઈનું મામેરું યોજનાનું ઓનલાઈન અરજી કરેલ હોય તો તે Application Status જાણવું જરૂરી છે. અરજદારો ઘરે બેઠા E Samaj Kalyan Application Status જાણી શકે છે. નીચેની આપેલા બટન દ્વારા લાભાર્થીઓ પોતાની Application Status Check કરી શકે છે.
Important Links of Kuvarbai nu Mameru Yojana
Official Website: Click Here
Your Application Status:: Click Here
New User? Please Register Here!:: Click Here
New NGO Registration:: Apply Here
Important Links of Kuvarbai nu Mameru Yojana
FAQ’s of Gujarat Kuvarbai Nu Mameru Yojana
કુંવરબાઈનું મામેરા યોજનામાં કેટલા રૂપિયા સહાય મળે?
- રાજ્યની કન્યાઓ તા: 01/04/2021 પહેલાં લગ્ન કરેલ હોય તો કન્યા લાભાર્થીને 10,000 રૂપિયા સહાય મળવાપાત્ર થશે અને જો કન્યા નાણાંકીય વર્ષ-2021-22 ના તારીખ-01/04/2021 પછી લગ્ન કરેલા હોય તો નવા નિયમ મુજબ 12,000 રૂપિયા સહાય મળશે.
Kunwar Bai Nu Mameru Yojana નો લાભ લેવા માટે કેટલી આવક મર્યાદા જોઈએ?
- કુંવરબાઈ યોજનામાં વાર્ષિક આવક મર્યાદા નક્કી થયેલી છે. જે ગ્રામ્ય વિસ્તારમાં 120,000/- અને શહેરી વિસ્તારમાં 1,50,000/- નક્કી થયેલ છે.કન્યાના પિતાની આ મુજબ આવક મર્યાદા હોય તો આ યોજનાનો લાભ મળે.
કુંબરબાઈનું મામેરુ લાભ લેવા માટે કેવી રીતે અરજી કરવાની રહેશે?
- Kuvarbai Nu Mameru Yojana Online Apply કરવાનું રહેશે. કન્યાઓ e samaj kalyan Portal પરથી ઓનલાઈન અરજી કરી શકશે.
કુંવરબાઈ મામેરા યોજનાનો લાભ કોણે મળવાપાત્ર થાય છે?
- ગુજરાતની આર્થિક રીતે નબળા વર્ગ કન્યાને લગ્ન કર્યા બાદ કુંવરબાઈ મામેરા યોજના લાભ મળવાપાત્ર થાય છે.