બુધવાર, 22 જૂન, 2022

[Ikhedut] મફત છત્રી યોજના | Mafat Chhatri Yojana in Gujarati

મફત છત્રી સહાય યોજના, ઓનલાઈન અરજી @ikhedut.gujarat.gov.in

મફત છત્રી સહાય યોજના | Ikhedut yojana | Mafat Chatri Yojana In Gujarat | I khedut Portal | ખેડૂતલક્ષી યોજનાઓ ગુજરાત | ગુજરાત સબસીડી યોજના | આઈ ખેડૂત પોર્ટલ ગુજરાત યોજનાની માહિતી | ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી/શેડ કવર પૂરા પાડવા બાબતની સહાય યોજના | મફત છત્રી યોજના | Mafat Chatri Yojana Gujarat | Free Chatri Yojana Gujarat | Free Umbrella Yojana Gujarat | Mafat Chatri Sahay Gujarat | Mafat Chhatri Yojana in Gujarati | I khedut Portal 2022 | ફળો અને શાકભાજી વેચાણ કરનાર માટેની યોજના । Horticultural Scheme in Gujarat । ખેડૂતલક્ષી યોજના


ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સમાજના નબળાં વર્ગોના વિકાસ માટે ઘણી બધી સરકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. આર્થિક સહાય અને સાધાન સહાય યોજનાઓનો લાભ લઈને નાગરિકો સમાજમાં નાના વ્યવસાય, ધંધા કરીને સન્માનભેળ જીવન જીવી શકે છે. અને તેઓ આત્મનિર્ભર બની શકે છે. કૃષિ અને સહકાર વિભાગ, ગાંધીનગર દ્વારા પણ શાકભાજી વેચનાર, પશુપાલકો, માછીમારો અને બાગાયતી ઉત્પાદન કરતા હોય એમને પણ વિવિધ સરકારી યોજનાઓ ikhedut પર ઓનલાઈન ચલાવવામાં આવે છે. આ આર્ટિકલ દ્વારા બાગાયતી યોજના હેઠળ ચાલતી મફત છત્રી યોજના વિશે વિગતવાર માહિતી રજૂ કરીશું.

Topic of Contents

  • Mafat Chhatri Yojana 2022
  • મફત છત્રી યોજનાનો હેતુ
  • યોજનાનો લાભ મેળવવા માટેની પાત્રતા
  • Overview of Mafat Chhatri Yojana Gujarat
  • મફત છત્રી યોજના હેઠળ મળવાપાત્ર લાભ
  • Document Required Of Mafat Chhatri Yojana
  • How to Online Apply of Mafat Chhatri Yojana Gujarat
  • Online Form
  • ઓનલાઈન અરજી બાદ લાભાર્થીઓએ શું કાર્યવાહી હાથ ધરવાની રહેશે?
  • Mafat Chhatri Yojana Last Date
  • Important Link
  • FAQ’s Mafat Chhatri Yojana


મફત છત્રી યોજના ગુજરાત | Ikhedut Portal @ikhedut.gujarat.gov.in

Bagayati Vibhaag દ્વારા ફળો અને શાકભાજીના ઉત્પાદનમાં વધારો કરવા માટે જુદી-જુદી પદ્ધિતીઓ અપનાવતી હોય છે. જેને ધ્યાને રાખીને ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા માટે નવી યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. જેમાં નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી આપવાની યોજના અમલમાં બહાર પાડવામાં આવેલ છે. મફત છત્રી યોજનાનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.


મફત છત્રી યોજના માં લાભાર્થી દીઠ (એટલે કે એક આધારકાર્ડ દીઠ એક છત્રી) પુખ્ત વયની એક વ્યક્તિને છત્રી મળવાપાત્ર રહેશે.


આઈ ખેડૂત પોર્ટલ દ્વારા મફત છત્રી યોજના નો લાભ કોને મળશે ? કેવી રીતે લાભ મેળવી શકાશે? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે? કેટલો લાભ એટલે કે સહાય મળે? તેની વિગતે માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવી છે. જે નીચે મુજબ છે.


મફત છત્રી યોજનાનો હેતુ

ગુજરાત રાજ્યમાં ફળ અને શાકભાજીનું વેચાણ કરતા હોય તેમને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ નાના વેચાણકારોને પોતાના ફળ અને શાકભાજીનો બગાડ ન થાય તે માટે વિનામૂલ્યે છત્રી અથવા શેડ કવર આપવામાં આવશે. વધુમાં, હાટ બજારમાં વેચાણ કરતાં કે લારી વાળા ફેરીયાઓને પણ મફત છત્રી મળવા પાત્ર રહેશે. આ યોજના માટે નાના વેચાણકારોને ikhedut Portal online registration કરવાનું રહેશે.


યોજનાનો લાભ મેળવવા માટેની પાત્રતા

બાગાયતી વિભાગ દ્વારા નાના વેચાણકારોને મફત સાધન સહાય આપવામાં આવશે. Bagayati Yojana Gujarat દ્વારા લાભાર્થીની પાત્રતા નક્કી થયેલી છે. મફત છત્રી યોજનાનો લાભ કોણે મળવાપાત્ર છે તે જે નીચેની માહિતી દ્વારા જાણી શકાશે.

  • ગુજરાત રાજ્યનો અરજદાર હોવો જોઈએ.
  • ફળો અને શાકભાજીનું વેચાણ કરતા હોય એમને મળશે.
  • ફૂલપાકોનું વેચાણ કરતા હોય તેમને મળશે.
  • લાભાર્થી રોડ સાઈડ પર, હાટ કે નાના બજારમાં વેચાણ કરતા હોય તેમને પણ લાભ મળશે.
  • નાના લારીવાળા ફેરીયાઓને પણ આ યોજનાનો લાભ મળશે.
  • જે કૃષિપેદાશો કે જેમનો ઝડપથી નાશ પામે છે, તેવા ફળ પાકોનું વેચાણ કરતા નાના વેચાણકારો Mafat Chhatri Yojana નો લાભ મળશે.


Overview Of Mafat Chhatri Yojana Gujarat

યોજનાનું નામ: Mafat Chhatri Yojana 

આર્ટિકલનો ઉદ્દેશ: જે લાભાર્થીઓ ફૂલો, ફળ અને શાકભાજીનું વેચાણ કરતા હોય અને તેવા પાકોનો બગાડ અટકાવવા મફત છત્રી આપવા આવશે.

લાભાર્થી; ગુજરાત રાજ્યના ફળો, શાકભાજી અથવા ફૂલોનું વેચાણ કરતા નાના વેચાણકારોને, રોડ સાઈડ વેચાણકર્તા

સહાય: મફત સાધન સહાય તરીકે છત્રી અથવા શેડ આપવામાં આવશે.

અધિકૃત વેબસાઈટ: https://ikhedut.gujarat.gov.in/  

એપ્લિકેશનનું માધ્યમ: Online

અરજી કેવી રીતે કરવી: Click કરો

અરજી કરવાની છેલ્લી તારીખ: 30/06/2022 સુધી

Overview of Mafat Chhatri Yojana Gujarat

મફત છત્રી યોજના હેઠળ મળવાપાત્ર લાભ

બાગાયતી વિભાગ દ્વારા ચાલતી આ યોજનામાં નાના વેચાણકારોને લાભ આપવામાં આવે છે. જેમાં ફળો, ફૂલો અને શાકભાજીનું વેચાણ કરતા હોય તેમને લાભ મળે છે. જલ્દી નાશ પામતા પાકોનું નાના બજારો, હાટમાં કે લારી ફેળિયા દ્વારા વેચાણ કરતા હોય તેવા નાના વેચાણકારોને Gujarat Mafat Chhatri Yojana 2022 યોજના હેઠળ વિનામૂલ્યે છત્રી આપવામાં આવશે. આ યોજનાનો લાભ વ્યક્તિગત રીતે અને સંસ્થાને પણ મળવાપાત્ર થશે.

  • મફત છત્રી યોજના આધારકાર્ડ દીઠ નાના વેચાણકારોને એક છત્રી આપવામાં આવશે.
  • પુખ્યવયના લાભાર્થીને છત્રી આપવામાં આવશે.


Document Required Of Mafat Chhatri Yojana

I Khedut Portal પર બાગાયતી વિભાગ દ્વારા વિવિધ યોજનાઓની ઓનલાઈન અરજી ચાલુ થયેલ છે. મફત છત્રીનો લાભ લેવા માટે નીચે મુજબના ડોક્યુમેન્‍ટ આપવાના રહેશે.

1. લાભાર્થીના આધારકાર્ડની નકલ

2. ગુજરાત અર્બન લાઈવલીહૂડ મિશન દ્વારા ઇસ્યુ કરેલ ઓળખકાર્ડ (જો હોય તો)

3. જો ખેડૂત લાભાર્થી SC જાતિનો હોય તો જાતિનું પ્રમાણપત્ર

4. જો ખેડૂત લાભાર્થી ST જાતિનો હોય તો જાતિનું પ્રમાણપત્ર

5. લાભાર્થીનું રેશનકાર્ડની નકલ (Ration Card)

6.  જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર

7. લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)

8. ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક

9. આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો

10. સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)

11. દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)

12. મોબાઈલ નંબર


How To Online Apply Of Mafat Chhatri Yojana Gujarat

Ikhedut Portal Yojana List માંથી Mafat Chhatri Yojna In Gujarat નો લાભ લેવા માટે Online Application કરવાની રહેશે. રાજ્યના નાના વેચાણકારો ગ્રામ કક્ષાએથી VCE પાસેથી ઓનલાઈન કરી શકે છે. વધુમાં, તાલુકા કચેરીમાંથી કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસે પણ ઓનલાઈન અરજી કરાવી શકે છે. જો લાભાર્થીને ઓનલાઈન એપ્લિકેશન કરવાનું જ્ઞાન હોય તો ઘરે બેઠા જાતે પણ કરી શકે છે.

  1. સૌપ્રથમ લાભાર્થીએ Google Search ખોલવાનું રહેશે. જેમાં “ikhedut Portal” ટાઈપ કરવાનું રહેશે.
  2. હવે તમારે Google Search Result માં જે પરિણામ આવે તેમાંથી https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
  1. રાજ્ય સરકારની અધિકૃત ikhedut Portal ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
  2. યોજના બટન પર ક્લિક કર્યા બાદ ક્રમ નંબર-3 પર “બાગાયતી યોજનાઓ” ખોલવાની રહેશે.
  3. “Bagayati Yojana” ખોલ્યા પછી ચાલુ વર્ષની ઘણી બધી બાગાયતી યોજના બતાવશે.
  4. જેમાં હાલમાં (21/06/2022ની સ્થિતિએ) ક્રમ નંબર—1 પર “ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી/શેડ કવર પૂરા પાડવા બાબતની સહાય યોજના” બતાવશે હશે.
  1. જેના પર ક્લિક કરીને આગળ New Page ખોલવાનું રહેશે.
  2. હવે તમને પૂછવામાં આવશે કે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
  1. ખેડૂત તરીકે અગાઉ રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.

લાભાર્થીએ આઈ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.


Online Application Form For Free Umbrella Scheme

  • હવે “મફત છત્રી યોજના” નું ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ખૂલશે. જેમાં લાભાર્થી ખેડૂતે પોતાની સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર બાદ લાભાર્થીએ ફરીથી વિગતો ચેક કરીને Application Confirm કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ અરજી નંબરમાં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
  • લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.
  • ખેડૂતો દ્વારા પ્રિન્‍ટ મેળવ્યા બાદ સહી-સિક્કા કરાવવાના રહેશે.
  • છેલ્લે,લાભાર્થીએ ikhedut Portal પર માંગ્યા મુજબના Document અપલોડ કરવાના રહેશે.


ઓનલાઈન અરજી બાદ લાભાર્થીઓએ શું કાર્યવાહી હાથ ધરવાની રહેશે?

  • લાભાર્થી દ્વારા મફત છત્રી યોજનાની ઓનલાઈન એપ્લિકેશન કર્યા બાદ ikhedut portal Print લેવાની રહેશે.
  • લાભાર્થી દ્વારા મેળવેલ પ્રિન્‍ટ પર સહી/સિક્કા કરવાની રહેશે.
  • અરજીમાં જે પ્રમાણેના ડોક્યુમેન્‍ટ માંગ્યા હોય તેને જોડીને જિલ્લાની બાગાયત કચેરી ખાતે નિયત સમયમર્યાદામાં જમા કરાવી રહેશે.
  • લાભાર્થી દ્વારા મળેલ Mafat Chhatri Yojana ની એપ્લિકેશનની ખરાઈ કરવામાં આવશે. ત્યારબાદ બાગાયતી વિભાગ દ્વારા લક્ષ્યાંકની મર્યાદા રહીને પૂર્વ મંજુરી આપવામાં આવશે.
  • Free Umbrella Scheme માટે પસંદ થયેલા અરજદારોને જિલ્લા કચેરી દ્વારા જાણ કરવામાં આવશે. જ્યાંથી નિયત સમયમાં છત્રી મેળવવાની રહેશે.


Mafat Chhatri Yojana Last Date

બાગાયતી યોજનાઓ દ્વારા ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા આ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજનાની ઓનલાઈન એપ્લિકેશન તા- 17/06/2022 થી 16/07/2022 સુધી કરી શકશે.


મફત છત્રી યોજના મહત્વની તારીખો:

  • મફત છત્રી યોજના 2022 સૂચના તારીખ 17 જૂન 2022
  • મફત છત્રી યોજના 2022 ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ 17 જૂન 2022
  • મફત છત્રી યોજના 2022 ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 16 જુલાઈ 2022


Important Link

Ikhedut Portal Website: Click Here

Mafat Chhatri Application Status: Check Status

Mafat Chhatri Application Print: Print Application


Mafat Chhatri Yojana Helpline Number

મફત છત્રી યોજના ખેતી વિભાગની હેલ્પલાઇન નંબર જોઈતા હોય તો તમે નીચે આપેલા બટન પર ક્લિક કરશો તો તમને આઈ ખેડૂત વેબ પોર્ટલ વિભાગના બધા જ હેલ્પલાઇન નંબર મળી જશે.


FAQ’s Mafat Chhatri Yojana

Mafat Chhatri Yojana ક્યા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે?

કૃષિ અને સહકાર વિભાગ, ગાંધીનગર હેઠળ કાર્યરત બાગાયતિ વિભાગ દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે.


મફત છત્રી યોજનામાં શું લાભ મળે?

નાના વેચાણકારોને પોતાના ફળ અને શાકભાજીનો બગાડ ન થાય તે માટે મફત છત્રી અથવા શેડ કવર આપવામાં આવશે. વધુમાં, હાટ બજારમાં વેચાણ કરતાં કે લારી વાળા ફેરીયાઓને પણ વિનામૂલ્યે છત્રી મળવાપાત્ર રહેશે.


આ યોજનાનો ઉદ્દેશ શું છે?

રાજ્યના જે લાભાર્થીઓ ફળ, ફૂલો અને શાકભાજીનું વેચાણ કરતા હોય અને તેવા પાકોનો બગાડ અટકાવવા Free Umbrella scheme હેઠળ મફત છત્રી આપવા આવે છે.


Mafat Chhatri Yojana Gujarat નો લાભ લેવા માટે કેવી રીતે એપ્લિકેશન કરવાની રહેશે?

નાના વેચાણકારોઓએ આ યોજનાનો લાભ લેવા માટે Ikhedut પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ | Sovereign Gold Bond Scheme in Gujarati

Sovereign Gold Bond Scheme in Gujarati | સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ


Sovereign Gold Bonds | Sovereign Gold Bond Scheme | SGB Gold Bond Price | સોવરેઈન ગોલ્ડ રોકાણ | Sovereign Gold Bonds Scheme NEWS| SGB 2022-23 Series 1 | Sovereign Gold Bond Scheme in Gujarati | સોવરેઈન ગોલ્ડ બોન્ડ સ્કીમની મહત્વપૂર્ણ માહિતી


પ્રિય વાંચક મિત્રો, Sovereign Gold Bond Scheme વિશે શું તમે જાણો છો ? તમે બહુ બધા લોકો પાસેથી Sovereign Gold Bonds Scheme વિશે માહિતી મેળવી હશે. તમે પણ તમારા મોબાઈલ અથવા લેપટોપ પર Sovereign Gold Bonds રોકાણને લગતી ઘણા બધા આર્ટિકલ વાંચ્યા હશે. પરંતુ જો Sovereign Gold Bonds Scheme વિશે જાણતા ન હોય, તો અમારી આ પોસ્ટ તમને ખૂબ ઉપયોગી થશે, અમે તમને સોવરેઈન ગોલ્ડ બોન્ડ સ્કીમ વિશે તમામ માહિતી આપીશું. જેથી તમે પણ નાની બચત કરીને તમારુ ભવિષ્ય ઉજ્જવળ કરી શકશો.


આજના સમયમાં દરેક વ્યક્તિ બચત કરવા માંગે છે, જેથી આર્થિક સમસ્યા સર્જાવા પર આ બચત કામ લાગી શકે, એવામાં સોવરેઈન ગોલ્ડ બોન્ડ સ્કીમ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. ચાલો જાણીએ.


What Is  Sovereign Gold Bond Scheme ?

Topic of Contents

  1. What Is  Sovereign Gold Bond Scheme
  2. Sovereign Gold Bond Scheme – ખાસ વિશેષતાઓ
  3. Highlight of Sovereign Gold Bond Scheme 2022-2023
  4. Sovereign Gold Bond Scheme – ખરીદી કેવી રીતે કરશો ?
  5. Sovereign Gold Bond Scheme – પરિપક્વતા મુદ્દત
  6. Sovereign Gold Bond Scheme – ખરીદી માટેની પાત્રતા
  7. Sovereign Gold Bond Scheme – Benefits ફાયદા
  8. Sovereign Gold Bonds Scheme – ઓનલાઈન પેમેન્ટ પર ડિસ્કાઉન્ટ
  9. Sovereign Gold Bonds Scheme – રોકાણકારો માટે અગત્યની સૂચનાઓ
  10. What is Sovereign Gold Bonds Scheme?
  11. સોવરેઈન ગોલ્ડ બોન્ડ્સ કોના દ્વારા વેચવામાં આવે છે ?
  12. How much interest on Sovereign Gold Bonds ?
  13. ભારતમાં ગોલ્ડ બોન્ડમાં કેવી રીતે રોકાણ કરવું?
  14. હું મારા સોવરેઇન ગોલ્ડ બોન્ડ બેલેન્સ કેવી રીતે તપાસી શકું ?


બચત કરવાની ઘણી રીતો છે, પરંતુ બચતની સાથે, બચતની રકમ વધારવી એ જ સાચા અર્થમાં બચત કરવાનો એકમાત્ર રસ્તો છે. આપણે બચત કરેલી રકમનું રોકાણ ઘણી જગ્યાએ કરી શકીએ છીએ અને નફો મેળવી શકીએ છીએ. પરંતુ જો આપણે નિયમિત અને સંતુલિત નાણાં મેળવવા માંગતા હોય, તો આપણે સોવરેઈન ગોલ્ડ બોન્ડ દ્વારા બચત કરેલી રકમનું રોકાણ કરવું જોઈએ.


ભારતીય લોકોમાં સોના પ્રત્યે એક અલગ જ આકર્ષણ હોય છે. આપણા દેશમાં સદીઓથી સોનાને રોકાણ (Investment in Gold) કરવા માટે સુરક્ષિત અને ભવિષ્ય માટે સૌથી સારો બચત વિકલ્પ માનવામાં આવે છે. લોકોની આ માનસિકતાને ધ્યાનમાં સરકાર પણ લોકોને સસ્તું સોનું ખરીદવાના (Buy Gold) અનેક અવસરો આપતી રહે છે. ત્યારે સોનાના ભાવોમાં થઇ રહેલા રોકેટગતિના વધારા વચ્ચે ફરી સરકાર જનતાને સસ્તા દરે સોનું ખરીદવાની તક આપી રહી છે.


વાસ્તવમાં ફરી એક વાર સોવરેઈન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવાની (Sovereign Gold Bonds Scheme) તક સામે આવી રહી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ માહિતી આપી છે કે સોવરેઈન ગોલ્ડ બોન્ડ સ્કીમ 20 જૂન, 2022 થી પાંચ દિવસ માટે 2022-23ની પ્રથમ સીરીઝની ખરીદી (First series) ખુલવા જઈ રહી છે. આ સમય દરમિયાન રોકાણકારોને બજારથી નીચા દરે સોનું ખરીદવાની સોનેરી તક મળશે.


આરબીઆઈએ કહ્યું કે, Sovereign Gold Bonds Scheme 22થી 26 ઓગસ્ટ દરમિયાન 2022-23 માટે અરજીઓની બીજી સીરીઝ માટે ઉપલબ્ધ રહેશે. કેન્દ્રીય બેંક ભારત સરકાર વતી બોન્ડ જાહેર કરે છે. તેને માત્ર નિવાસી વ્યક્તિઓ, અવિભાજિત હિન્દુ પરિવારો (HUF), ટ્રસ્ટ, યુનિવર્સિટીઓ અને સખાવતી સંસ્થાઓને જ વેચી શકાય છે.  


સોનાની ચમક સાથે મળશે સુરક્ષાની ગેરન્ટી, જાણો Sovereign Gold Bond યોજનાની મહત્ત્વપૂર્ણ માહિતી

ગોલ્ડમાં કરેલા રોકાણને ‘સેફ હેવન’ એટલે કે, સુરક્ષિત સ્વર્ગ સમાન માનવામાં આવે છે. સોવરેન ગોલ્ડ બોન્ડ (SGB) ભૌતિક સોનામાં રોકાણનો સૌથી શ્રેષ્ઠ વિકલ્પ પૂરો પાડે છે. વર્ષ 2015 માં મોદી સરકારે સોવરિન ગોલ્ડ બોન્ડ યોજના રજૂ કરી હતી.


સોવરેન ગોલ્ડ બોન્ડની ખાસ વિશેષતાઓઃ

આ બોન્ડ સાથે તમે સોનાની કિંમતોમાં થતાં ભાવવધારાનો તો લાભ મેળવી જ શકો છો પરંતુ સાથે સાથે તમે દર વર્ષે તમે કરેલા રોકાણ ઉપર નિશ્ચિત વ્યાજ પણ મેળવી શકો છો. વધુમાં આ બોન્ડ સ્વયં ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવતાં હોવાથી તે ભૌતિક સોના સાથે સંકળાયેલા અનેક જોખમો નાબૂદ કરે છે. આ બોન્ડને તમે સરકાર દ્વારા નિર્ધારિત કરેલા સ્થાનો પરથી આસાનીથી ખરીદી શકો છો. યોજનાઓની આ શ્રેણી અંતર્ગત લોકોને સમય સમય પર ગોલ્ડ બોન્ડ ખરીદવાની તક આપવામાં આવે છે. તેની વિશેષતા એ છે કે ગોલ્ડ બોન્ડની કિંમત બજારના રેટ કરતા ઓછી છે.


Sovereign Gold Bond Scheme – ખાસ વિશેષતાઓ

આ બોન્ડ સાથે તમે સોનાની કિંમતોમાં થતાં ભાવવધારાનો તો લાભ મેળવી જ શકો છો પરંતુ સાથે સાથે તમે દર વર્ષે તમે કરેલા રોકાણ ઉપર નિશ્ચિત વ્યાજ પણ મેળવી શકો છો. વધુમાં આ બોન્ડ સ્વયં ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવતાં હોવાથી તે ભૌતિક સોના સાથે સંકળાયેલા અનેક જોખમો નાબૂદ કરે છે.


આ બોન્ડને તમે સરકાર દ્વારા નિર્ધારિત કરેલા સ્થાનો પરથી આસાનીથી ખરીદી શકો છો. યોજનાઓની આ શ્રેણી અંતર્ગત લોકોને સમય સમય પર ગોલ્ડ બોન્ડ ખરીદવાની તક આપવામાં આવે છે. તેની વિશેષતા એ છે કે ગોલ્ડ બોન્ડની કિંમત બજારના રેટ કરતા ઓછી છે.


Highlight of Sovereign Gold Bond Scheme

યોજના નું નામ: Sovereign Gold Bond Scheme

યોજનાની શરૂઆત કોણે કરી: Reserve Bank Of India & Government of India

યોજનાની શરૂઆત ક્યારે કરી: 2015

યોજનાનો ઉદ્દેશ્યો: આ બોન્ડને સરકાર દ્વારા નિર્ધારિત કરેલા સ્થાનો પરથી આસાનીથી ખરીદી શકો છો. યોજનાઓની આ શ્રેણી અંતર્ગત લોકોને સમય સમય પર ગોલ્ડ બોન્ડ ખરીદવાની તક આપવામાં આવે છે.

લાભ

– 2.5 % વાર્ષિક વ્યાજ

– 50 રૂ.ઓનલાઈન ડિસ્કાઉન્ટ

– Zero Storage Cost

– Capital Gain Exempt

Series: Tranche 2022-23 Series 1

Opening date: 20th June 2022

Dates of Subscription: 20th – 24th June 2022

Rate of offline: Rs.5,091/gram

Rate of online: Rs.5,041/gram


Sovereign Gold Bonds Scheme

Sovereign Gold Bond Scheme – ખરીદી કેવી રીતે કરશો ?

સોવરેઈન ગોલ્ડ બોન્ડ નીચે જણાવ્યા મુજબના સ્થાનો પરથી ખરીદી શકાય છે:

  • સ્મોલ ફાઇનાન્સ બેંક અને પેમેન્ટ બેંક,
  • સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (SHCIL),
  • નિર્ધારિત પોસ્ટ ઓફિસ (India Post),
  • માન્ય સ્ટોક એક્સચેન્જો (Stock Exchanges), નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ લિમિટેડ (BSE) પરથી ખરીદી શકાય છે.


Sovereign Gold Bond Scheme – પરિપક્વતા મુદ્દત

સોવરેઈન ગોલ્ડ બોન્ડની પરિપક્વતા મુદત 8 વર્ષ છે. પરંતુ પાંચ વર્ષ પછી તમે આગામી વ્યાજ ચુકવણીની તારીખ બાદ આ યોજનામાંથી બહાર નીકળી શકો છો. સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણકારે ઓછામાં ઓછું એક ગ્રામ સોનાનું રોકાણ કરવું જરૂરી છે. જો જરૂરી હોય તો રોકાણકાર સોવરેન ગોલ્ડ બોન્ડ પર લોન પણ લઈ શકો છે, પરંતુ ગોલ્ડ બોન્ડ ગીરવે રાખવાનું રહેશે.


સાર્વભૌમ ગોલ્ડ બોન્ડ સ્કીમ શું છે? Sovereign Gold Bond Scheme


સાર્વભૌમ ગોલ્ડ બોન્ડ સ્કીમ લોન્ચ તારીખ

નવેમ્બર 2015 ના રોજ આરબીઆઇ બેંક દ્વારા સરકાર દ્વારા સાર્વભૌમ ગોલ્ડ બોન્ડ સ્કીમ યોજના શરૂ કરવામાં આવી હતી! આ યોજનાના બોન્ડ્સમાં ન્યૂનતમ રોકાણ 1 ગ્રામ દ્વારા કરવામાં આવશે, તેની મહત્તમ રોકાણ મર્યાદા 4 કિલો થઈ ગઈ છે!


સાર્વભૌમ ગોલ્ડ બોન્ડ યોજનામાં કોણ રોકાણ કરી શકે?

આ યોજનામાં રોકાણ કરવા માટે તમામ ભારતીય નાગરિકો વિદેશી વિનિમય વ્યવસ્થાપન અધિનિયમ, 1999 હેઠળ વ્યાખ્યાયિત સાર્વભૌમ ગોલ્ડ બોન્ડ સ્કીમમાં રોકાણ કરી શકે છે! નીચેનો વ્યક્તિ આ યોજનાનો ભાગ બની શકે છે –

  • વ્યક્તિગત (એક અથવા સુખાકારીમાં રોકાણ કરી શકે છે!)
  • કોઈ સખાવતી સંસ્થા
  • નાનો વ્યક્તિ (આ માટે, માતાપિતા આવશ્યક છે!)


Sovereign Gold Bond Scheme – ખરીદી માટેની પાત્રતા

સોવરેઈન ગોલ્ડ બોન્ડની ખરીદી માટે કોઈપણ વ્યક્તિગત અને હિન્દુ અવિભાજિત પરિવાર ઓછામાં ઓછું 1 ગ્રામ થી લઈને વધુમાં વધુ 4 કિલો સુધીની કિંમતનું ગોલ્ડ બોન્ડ ખરીદી શકે છે. ટ્રસ્ટ અને અન્ય સમાન સંસ્થાઓ માટે આ મર્યાદા 20 કિલો સોનાની સમકક્ષ કિંમત સુધી રાખવામાં આવી છે. સોવરેઈન ગોલ્ડ બોન્ડ સંયુક્ત ગ્રાહક તરીકે પણ ખરીદી શકાય છે. આ બોન્ડ સગીરના નામે પણ ખરીદી શકાય છે. સગીરના કિસ્સામાં, તેના માતાપિતા અથવા વાલીએ Sovereign Gold Bond માટે અરજી કરવી પડશે.


સોવરેન ગોલ્ડ બોન્ડની ખરીદી કેવી રીતે કરશો?

સોવરેન ગોલ્ડ બોન્ડ સ્મોલ ફાઇનાન્સ બેંક અને પેમેન્ટ બેંક, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (SHCIL), નિર્ધારિત પોસ્ટ ઓફિસ, માન્ય સ્ટોક એક્સચેન્જો (Stock Exchanges), નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ લિમિટેડ (BSE) પરથી ખરીદી શકાય છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમની અત્યાર સુધી આઠમી સિરીઝ બહાર પાડી છે.


Sovereign Gold Bond Scheme – Benefits ફાયદા

  • સોવરેઈન ગોલ્ડ બોન્ડ નીચે જણાવ્યા મુજબના ફાયદાઓ છે:આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ વધે છે, તેમ સોનાના બોન્ડના રોકાણકારોને ફાયદો પણ થાય છે.
  • આ બોન્ડ પેપર અને ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં હોવાથી તેને ભૌતિક સોનાની જેમ લૉકરમાં સાચવવાનો ખર્ચ ઉઠાવવો પડતો નથી.
  • સોવરેઈન ગોલ્ડ બોન્ડમાં ઇશ્યૂ પ્રાઇસ પર દર વર્ષે 2.50%નું નિશ્ચિત વ્યાજ મળે છે. આ પૈસા દર 6 મહિને તમારા ખાતાંમાં જમા થઈ જાય છે. તે ઉપરાંત ચૂકવવામાં આવતા વ્યાજ પર કોઈ TDS પણ નથી લાગતો. ફિઝિકલ ગોલ્ડ અને ગોલ્ડ ETF પર તમને આ પ્રકારનો લાભ મળતો નથી.
  • આ યોજના હેઠળ સોનું ખરીદવા માટે કોઈ GST અને મેકિંગ ચાર્જ લાગતો નથી.
  • NSEની વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર, સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણનો એક ફાયદો એ પણ છે કે, 8 વર્ષના મેચ્યોરિટી પિરિઅડ પછી તેની ઉપર કોઈ કેપિટલ ગેઇન ટેક્સ લાગતો નથી.
  • બેંકો પાસેથી લોન મેળવવા માટે બોન્ડનો કોલેટરલ તરીકે ઉપયોગ કરી શકાય છે.

Sovereign Gold Bonds Scheme in Gujarati | Sovereign Gold Bonds Scheme | સોવરેઈન ગોલ્ડ બોન્ડ 


Sovereign Gold Bonds Scheme – ઓનલાઈન પેમેન્ટ પર ડિસ્કાઉન્ટ

તમને જણાવી દઈએ કે સોવરેઈન ગોલ્ડ બોન્ડ માટે જો તમે ઑનલાઈન શોપિંગ કરશો તો તમને 50 રૂપિયા પ્રતિ ગ્રામના ડિસ્કાઉન્ટનો લાભ મળશે, પરંતુ આ માટે તમારે ડિજિટલ મોડમાં પેમેન્ટ કરવું પડશે. જો તમે ઓનલાઈન પેમેન્ટ કરો છો, તો તમારા માટે ગોલ્ડ બોન્ડની ઈશ્યૂ કિંમત જે હશે તેનાથી 50 રૂપિયા ઓછા ભરવાના રહેશે.


Sovereign Gold Bonds Scheme – રોકાણકારો માટે અગત્યની સૂચનાઓ

  • અરજી તમામ બાબતોમાં પૂર્ણ હોવી જોઈએ.

  • Sovereign Gold Bonds Scheme | Good Investment Sovereign Gold Bonds Scheme in Gujarati | સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ
  • સંપૂર્ણ વિગતો ઉપલબ્ધ ન થાય તેવી અધૂરી અરજીઓ નકારી શકે છે અથવા વિલંબિત થઈ શકે છે.
  • જો અરજી પાવર ઓફ એટર્ની (POA) ધારક દ્વારા સબમિટ કરવામાં આવી હોય, તો કૃપા કરીને અસલ POA પ્રમાણિત નકલ સાથે ચકાસણી માટે સબમિટ કરો.
  • જો અરજી સગીર વતી હોય, તો કૃપા કરીને પ્રમાણિત નકલ સાથે, ચકાસણી માટે શાળા અથવા મ્યુનિસિપલ સત્તાવાળાઓ પાસેથી અસલ જન્મ પ્રમાણપત્ર સબમિટ કરો.
  • મહેરબાની કરીને નોંધ કરો કે નામાંકન સુવિધા એકમાત્ર ધારક અથવા SGB ના તમામ સંયુક્ત ધારકો (રોકાણકારો) માટે ઉપલબ્ધ છે.
  • જો નોમિની સગીર હોય, તો કૃપા કરીને સગીરની જન્મ તારીખ સૂચવો અને વાલીની નિમણૂક કરી શકાય.
  • જો નોમિની સગીર હોય, તો કૃપા કરીને સગીરની જન્મ તારીખ સૂચવો અને વાલીની નિમણૂક કરી શકાય.
  • કૃપા કરીને ઇલેક્ટ્રોનિક મોડ દ્વારા ચુકવણી પ્રાપ્ત કરવા માટે બેંક ખાતાની વિગતો આપો.
  • બેંક ખાતામાં જો કોઈ ફેરફાર હોય તો કૃપા કરીને તેની તરત જ જાણ કરો.
  • પરિપક્વતા પછીનું વ્યાજ ચૂકવવાપાત્ર નથી.


સોવરેન ગોલ્ડ બોન્ડ યોજનાની સંપૂર્ણ માહિતી આપતો YouTube Video (Video Credit- VTV Gujarati News Channel – Mr.Gunj Thakkar)


2.50% વ્યાજનો લાભ

- સોવરેન ગોલ્ડ બોન્ડમાં ઇશ્યૂ પ્રાઇસ પર દર વર્ષે 2.50%નું નિશ્ચિત વ્યાજ મળે છે. આ પૈસા દર 6 મહિને તમારા ખાતાંમાં જમા થઈ જાય છે. ફિઝિકલ ગોલ્ડ અને ગોલ્ડ ETF પર તમને આ પ્રકારનો લાભ મળતો નથી. NSEની વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર, સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણનો એક ફાયદો એ પણ છે કે, 8 વર્ષના મેચ્યોરિટી પિરિઅડ પછી તેની ઉપર કોઈ કેપિટલ ગેઇન ટેક્સ નથી લાગતો. તે ઉપરાંત દર છ મહિને ચૂકવવામાં આવતા વ્યાજ પર કોઈ TDS પણ નથી લાગતો.


શુદ્ધ સોનું મળે છે

ગોલ્ડ ETFની કિંમત ટ્રાન્સપરન્ટ અને એકસમાન હોય છે. તે લંડન બુલિયન માર્કેટ એસોસિએશનનું અનુકરણ કરે છે, જે કિંમતી ધાતુઓની ગ્લોબલ ઓથોરિટી છે. તેમજ, ફિઝિકલ ગોલ્ડને વિવિધ વેચાણકર્તા/જ્વેલર્સ જુદા-જુદા ભાવ પર આપી શકે છે. ગોલ્ડ ETF પાસેથી ખરીદેલા સોનાની 99.5% શુદ્ધતાની બાંયધરી આપવામાં આવે છે, જે શુદ્ધતાનું ઉચ્ચતમ સ્તર છે. વ્યક્તિ દ્વારા લેવામાં આવેલા સોનાનો ભાવ આ શુદ્ધતાના આધારે રહેશે.


સોવરેન ગોલ્ડ બોન્ડ ઉપર વસૂલાતું બ્રોકરેજ

ગોલ્ડ ETF ખરીદવામાં 0.5% અથવા તેનાથી ઓછો બ્રોકરેજ લાગે અને પોર્ટફોલિયો મેનેજ કરવા માટે દર વર્ષે 1% ચાર્જ ચૂકવવો પડે છે. વેપારીઓને ETF ગોલ્ડ વેચવા અથવા ખરીદવા માટે ફક્ત બ્રોકરેજ ચૂકવવવાનું હોય છે. તેમજ, ફિઝિકલ ગોલ્ડમાં લાભનો મોટો ભાગ મેકિંગ ચાર્જિસમાં જતો રહે છે અને આ ફક્ત ઝવેરીઓને જ વેચી શકાય છે. પછી ભલે તે સોનું બેંકમાંથી જ લેવામાં આવ્યું હોય.


ઑનલાઈન પેમેન્ટ પર ડિસ્કાઉન્ટ

તમને જણાવી દઈએ કે જો તમે ઑનલાઈન શોપિંગ કરશો તો તમને 50 રૂપિયા પ્રતિ ગ્રામના ડિસ્કાઉન્ટનો લાભ મળશે, પરંતુ આ માટે તમારે ડિજિટલ મોડમાં પેમેન્ટ કરવું પડશે. જો તમે ઓનલાઈન પેમેન્ટ કરો છો, તો તમારા માટે ગોલ્ડ બોન્ડની ઈશ્યૂ કિંમત 5,059 રૂપિયા પ્રતિ ગ્રામ હશે.


FAQ – Sovereign Gold Bonds Scheme


What is Sovereign Gold Bonds Scheme?

Sovereign Gold Bonds Scheme હેઠળ, આરબીઆઈ સરકાર વતી બોન્ડ જારી કરે છે.


સોવરેઈન ગોલ્ડ બોન્ડ્સ કોના દ્વારા વેચવામાં આવે છે ?

સોવરેઈન ગોલ્ડ બોન્ડ્સ બેંકો, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SHCIL), ક્લિયરિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (CCIL), પોસ્ટ ઓફિસ અને સ્ટોક એક્સચેન્જો – નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (NSE) અને BSE દ્વારા વેચવામાં આવે છે.


How much interest on Sovereign Gold Bonds ?

સોવરેઈન ગોલ્ડ બોન્ડ્સમાં વાર્ષિક 2.5 % વ્યાજ આપવામાં આવે છે. જે દર 6 મહીને ઉમેરવામાં આવે છે.


ભારતમાં ગોલ્ડ બોન્ડમાં કેવી રીતે રોકાણ કરવું?

ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવા માટે જાહેર બેંકો, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SHCIL), ક્લિયરિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (CCIL), પોસ્ટ ઓફિસ અને સ્ટોક એક્સચેન્જો – નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (NSE) અને BSE ખાતે તમે અરજી ફોર્મ ભરીને રોકાણ કરી શકો છો. તમે ભારતીય રિઝર્વ બેંકની વેબસાઇટ પરથી પણ અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકો છો.


હું મારા સોવરેઇન ગોલ્ડ બોન્ડ બેલેન્સ કેવી રીતે તપાસી શકું ?

આરબીઆઈએ એપ્રિલ 2020 થી ડીમેટ (ઓનલાઈન) મોડ દ્વારા ખરીદવામાં આવેલા સોવરેઇનન ગોલ્ડ બોન્ડ એકમો માટે પ્રમાણપત્રો આપવાનું બંધ કરી દીધું છે. તમે તમારા કન્સોલ હોલ્ડિંગમાં SGBs ચકાસી શકો છો. વૈકલ્પિક રીતે, તમે CDSL ના EASI પોર્ટલનો ઉપયોગ કરીને SGBs ચકાસી શકો છો.


Desclaimer – Sovereign Gold Bond Scheme

એક યોગ્ય સલાહકારની સલાહ લઈને જ Sovereign Gold Bonds Scheme માં રોકાણ કરવાની સલાહ આપવામાં આવે છે. કોઇ પણ એપ્લિકેશન માં કે ઓનલાઈન વેબસાઈટ માં કોઈ પણ ફંડનું રિટર્ન જોઈને તરત જ ક્યારે પણ રોકાણ કરવું જોઈએ નહીં. તેમાં ઘણા બધા જોખમો રહેલા હોય છે, જે તમને નરી આંખે દેખાતા નથી પરંતુ ભવિષ્યમાં જોખમો જ્યારે તમારી સામે આવશે એ સમયે એની ખબર પડશે, તો પહેલેથી જ કોઈ સારા એડવાઈઝર ની સલાહ લઈને જ Sovereign Gold Bonds Scheme માં રોકાણ કરવું ખુબજ હિતાવહ છે.


આ આર્ટીકલથી તમને લાભકારક Sovereign Gold Bonds Scheme ની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જે આપ જેવા મિત્રો માટે ફાયદાકારક સાબિત થઈ શકે તેમ છે. આશા રાખી શકીએ છીએ તમને અમારા દ્વારા લખાયેલ આર્ટીકલ જરૂર પસંદ પડ્યો હશે આ આર્ટીકલને સોશીયલ મિડિયા પર જરૂરથી Share કરજો જેથી તે લોકોને Sovereign Gold Bonds Scheme માં રોકાણ તેઓ શ્રેષ્ઠ નાણાંકીય આયોજન કરવામાં તેમને મદદ મળી શકે છે.

સોમવાર, 20 જૂન, 2022

[Online Apply] માનવ ગરિમા યોજના | Manav Garima Yojana

Manav Garima Yojana | Manav Garima Yojana Online Form | માનવ ગરિમા યોજના ફોર્મ Pdf | Samaj Kalyan Manav Garima Yojana | માનવ ગરિમા યોજના ઓનલાઈન અરજી પ્રોસેસ


ગુજરાત સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેના માટે અલગ-અલગ વિભાગો કાર્યરત છે. જેના કારણે લોકો આત્મનિર્ભર બનીને સ્વરોજગારી મેળવે તે માટે લોન યોજના બહાર પાડેલી છે.  આ આર્ટિકલ દ્વારા Manav Garima Yojanaનો લાભ કોને મળે, કેવી રીતે મળે તેની માહિતી મેળવીશું.

ગુજરાત રાજ્યમાં અલગ-અલગ વિભાગો દ્વારા દર વર્ષે યોજનાઓના Online Form ભરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. કૃષિ, સહકાર અને કલ્યાણ વિભાગ દ્વારા Ikhedut Portal પર, કુટીર અને ગ્રામોદ્યોગ દ્વારા E-Kutir Portal પર તથા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા E-Samaj kalyan Portal પર Online Form સ્વીકારવામાં આવે છે. પ્રિય મિત્રો, આજે આપણે Social Justice And Empowerment Department Gujaratની માનવ ગરિમા યોજના 2022 વિશે વિગતવાર માહિતી મેળવીશું.


Manav garima yojana Topic of Contents

  • Manav garima yojana
  • Manav Garima Yojana – માનવ ગરિમા યોજનાનો હેતુ
  • Highlight Point Of Manav kalyan yojana
  • Manav Garima Yojana કોને સહાય મળવાપાત્ર થાય?
  • Document Required For Gujarat Manav garima yojana
  • Manav Garima Yojana – માનવ ગરીમા યોજનામાં આવક મર્યાદા
  • Manav garima yojana Tool Kit List
  • Manav Garima Yojana-  કયા-ક્યા- જિલ્લાઓમાં ઓનલાઈન ફોર્મ ચાલુ થયેલા છે?
  • OBC વર્ગના લોકો માટે
  • વિચરતી વિમુક્ત જ્ઞાતિના લોકો માટે
  • How To Online Registration Manav Garima Yojana
  • Important Links
  • Manav Garima Yojana – HelpLine Number
  • FAQ’s of Manav Garima Yojana
  • Manav Garima Yojana ક્યા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ છે?
  • કેટલી વય મર્યાદાના લાભાર્થીઓ માનવ ગરિમા સાધન સહાય માટે અરજી કરી શકે?
  • Manav Garima Yojana નો લાભ મેળવવા માટે અરજી કેવી રીતે કરવાની રહેશે?
  • Manav Garima Yojana Online માટે કેટલી આવક મર્યાદા હોવી જોઈએ?


ઈ સમાજ કલ્યાણ વિભાગ પોર્ટલ પર જુદા-જુદા વિભાગોની Online અરજીઓ થાય છે. E Samajkalyan Portal Yojana List 2022 માં તમે અલગ-અલગ યોજનાઓની વિગતવાર માહિતી મેળવી શકો છો. સમાજના નબળાં વર્ગોને નવો વ્યવસાય ચાલુ કરવા માટે સામાજિક યોજનાઓ ચાલે છે. ઈ-કુટીર વિભાગ દ્વારા જેમ માનવ કલ્યાણ યોજના ચાલે છે. તેવી જ રીતે Manav garima yojana 2022 સમાજના લોકોને ધંધા-રોજગારના સાધનો આપવામાં આવે છે.


Manav Garima Yojana – માનવ ગરિમા યોજનાનો હેતુ

સમાજના આર્થિક રીતે પછાત વર્ગોના નાગરિકોને ધંધા અને સ્વરોજગાર ચાલુ કરવા માટે આ યોજના થકી સાધન સહાય આપવામાં આવે છે. વધારાના ઓજારો અને સાધનો આપવામાં આવે છે. આ યોજના થકી ગરીબી રેખાની નીચેની (BPL) જીવતી વ્યક્તિઓ અને કારિગરોની આર્થિક સ્થિતિ સુધારવા માટે થઈ હતી.


Highlight Point Of Manav kalyan yojana

યોજનાનું નામ: Manav Garima Yojana

વિભાગનું નામ: સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ

લાભાર્થીની પાત્રતા: વ્યવ્સાયની આવડત ધરાવતા અને આવક મુજબ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ

યોજના હેઠળ મળવાપાત્ર સહાય: લાભાર્થીઓના રસ અને આવડતને અનુરૂપ ધંધા માટે સાધન સહાય

અરજી પ્રક્રિયા: Online

Official Website: https://esamajkalyan.gujarat.gov.in/


Manav Garima Yojana કોને સહાય મળવાપાત્ર થાય?

સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અને વિકસતી જાતિ કલ્યાણ વિભાગ દ્વારા Manav Garima Yojana માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.

  • આ યોજના હેઠળ ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ઓનલાઈન અરજી દરમિયાન જરૂરી ડોક્યુમેન્‍ટ અપલોડ કરવાના રહેશે. અધુરી અરજી દફતરે કરવામાં આવશે.
  • અરજદારની ઉંમર જાહેરાતની તારીખે 18 વર્ષથી ઓછી નહી અને 60 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • અગાઉના વર્ષોમાં લાભાર્થી કે તેમના કુટુંબના સભ્યોએ આ ખાતા દ્વારા કે ગુજરાત રાજ્યના અન્ય ખાતા, એજન્‍સી કે સંસ્થામાંથી આ પ્રકારની સહાય મેળવેલ ન હોવી જોઈએ.
  • આ યોજનાનો લાભ કુંટુંબમાંથી કોઈ એક જ વ્યક્તિને, ફક્ત એક જ વાર મળવાપાત્ર થશે.


Document Required For Gujarat Manav garima yojana

Manav Garima Yojana નો લાભ લેવા માટે અરજદારોને Online Form ભરવાનું હોય છે. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે.

  1. લાભાર્થીનું આધારકાર્ડ
  2. રેશનકાર્ડ
  3. રહેઠાણનો પુરાવો (વીજળીબિલ/લાઇસન્સ/ચૂંટણીકાર્ડ પૈકી કોઈ એક)
  4. અરજદારની જાતિનો દાખલો
  5. લાભાર્થીનો વાર્ષિક આવકનો દાખલો
  6. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
  7. અનુભવ અંગેનું પ્રમાણપત્ર
  8. બેંક પાસબુક
  9. સ્વ-ઘોષણાપત્ર
  10. બાંહેધરી પત્રક
  11. અરજદારના ફોટો

માનવ ગરિમા યોજના ગુજરાત । Gujarat Manav Garima Yojana Online |  E Samaj KalyaN Portal

Manav Garima Yojana – માનવ ગરીમા યોજનામાં આવક મર્યાદા

Manav Garima Yojana હેઠળ લાભાર્થીઓને લાભ આપવા માટે કેટલીક આવક મર્યાદા નક્કી થયેલી છે. જે નીચે મુજબ આપેલી છે.

વિસ્તાર પ્રમાણે આવક મર્યાદાની વિગતો

ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે: આ વિસ્તારના લાભાર્થીઓના કુટુંબની વાર્ષિક આવક 1,20,000/- વધુ હોવી જોઈએનહીં.

શહેરી વિસ્તારના લાભાર્થીઓ માટે: શહેરી વિસ્તારના લાભાર્થીઓના કુટુંબની વાર્ષિક આવક 1,50,000/- વધુ હોવી જોઈએનહીં.


માનવ ગરીમા યોજનામાં આવક મર્યાદા

નોંધ:- વિચરતી વિમુક્ત જાતિ તેમજ સામાજિક અને શૈક્ષણિક પછાત રીતે પછાત વર્ગ પૈકી અતિ પછાત જાતિ માટે આવક મર્યાદાનું ધોરણ લાગું પડશે નહીં.


manav Garima yojana silai machine yojana | Manav Garima Yojana Tool Kit

Manav Garima Yojana હેઠળ અલગ અલગ સાધનો સહાય સ્વરૂપે આપવામાં આવે છે. વ્યક્તિના રસ અને આવડતને અનુકૂળ Tool Kit આપવામાં આવે છે. લાભાર્થીઓને કુલ–૨૮ પ્રકારના વ્યવસાય માટે સાધન-ટૂલકિટ્સ આપવામાં આવે છે.

  • કડિયા કામ
  • સેન્‍ટીંગ કામ
  • વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
  • મોચીકામ
  • દરજીકામ
  • ભરતકામ
  • કુંભારીકામ
  • વિવિધ પ્રકારની ફેરી
  • પ્લમ્બર
  • બ્યુટી પાર્લર
  • ઇલેક્ટ્રીક એપ્લાયન્‍સીસ રીપેરીંગ
  • ખેતીલક્ષી લુહારી/ વેલ્ડીંગ કામ
  • સુથારી કામ
  • ધોબી કામ
  • સાવરણી સુપડા બનાવનાર
  • દૂધ-દહી વેચનાર માટેની ટૂલકીટ
  • માછલી વેચનાર માટેની ટૂલકીટ
  • પાપડ બનાવટના સાધનો
  • અથાણા બનાવટ માટે સાધન
  • ઠંડા પીણા,ગરમ,વેચાણ
  • પંચર કીટ
  • ફ્લોર મીલ
  • મસાલા મીલ
  • રૂ ની દિવેટ બનાવવી (સખી મંડળની બહેનો)
  • મોબાઇલ રિપેરીંગ માટેની કીટ
  • પેપર કપ અને ડીશ બનાવટ માટે સાધન સહાય (સખીમંડળ)
  • હેર કટીંગ (વાળંદ કામ)
  • રસોઈકામ માટે પ્રેશર કુકર(રદ કરેલ છે.)

Manav Garima Yojana-  કયા-ક્યા- જિલ્લાઓમાં ઓનલાઈન ફોર્મ ચાલુ થયેલા છે?

ગુજરાત રાજ્યમાં નાણાંકીય વર્ષ-2021-22 માં મંજુર થયેલ અરજીઓની સંખ્યા વધારે હતી. આ અરજીઓ લક્ષ્યાંક કરતાં ખૂબ જ વધારે હતી. સમાજ કલ્યાણ વિભાગ નિર્ધારિત લક્ષ્યાંકની મર્યાદાને ધ્યાનમાં રાખીને, મંજુર થયેલ અરજીઓનો કોમ્પ્યુટરાઈઝ ડ્રો કરવામાં આવ્યો હતો. આ કોમ્પ્યુટરાઈઝ ડ્રોમાં જે અરજીઓ પસંદ થયેલી નથી, તેવા લાભાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને સરકારશ્રી દ્વારા આગામી વર્ષ-2022-23 માં કેરી ફોરવર્ડ કરવાનો નિર્ણય સરકારશ્રી દ્વારા લેવામાં આવ્યો છે.


નીચે આપેલા જિલ્લાઓમાં લક્ષ્યાંક સામે પૂરતા પ્રમાણમાં ઓનલાઈન અરજી મળે, તે હેતુથી માનવ ગરિમા યોજના ઓનલાઈન ચાલુ કરવામાં આવેલ છે. જે-તે જિલ્લાઓમાં સંબંધિત જાતિઓના લોકો ઓનલાઈન અરજી કરી શકશે. જેની નોંધ લેવી.


OBC વર્ગના લોકો માટે

SEBC જ્ઞાતિના લોકો માટે Manav Garima Yojanaના ફોર્મ ચાલુ થયેલ છે. નીચે આપેલા જિલ્લાના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો Online Apply કરી શકશે.

  • વડોદરા
  • છોટા ઉદેપુર
  • ખેડા
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • સુરત
  • તાપી


વિચરતી વિમુક્ત જ્ઞાતિના લોકો માટે

આ જ્ઞાતિ વિચરતી વિમુક્ત જ્ઞાતિના લોકો માટે આ યોજનાના ઓનલાઈન ફોર્મ ચાલુ થયેલ છે. નીચે આપેલા જિલ્લાના વિચરતી જ્ઞાતીના લોકો Online Form ભરી શકશે.

  • ભરૂચ
  • બોટાદ
  • દેવભૂમિ દ્વારકા
  • ખેડા
  • પંચમહાલ
  • પાટણ
  • સાબરકાંઠા
  • સુરત


How To Online Registration Manav Garima Yojana

માનવ ગરિમા યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની હોય છે. જેની અરજી E Samaj Kalyan Portal Online Registration કરવાનું હોય છે. અરજદારોઓએ ઘરે બેઠા પણ એપ્લિકેશન કરી શકે છે. નીચે આપેલા સ્ટેપ્સને અનુસરીને તમે સફળતાપૂર્વક ઓનલાઇન એપ્લિકેશન કરી શકો છો.

Step-1  સૌપ્રથમ Google Search ખોલવાનું રહેશે. તેમાં “E Samaj Kalyan” ટાઈપ કરવાનું રહેશે.

Step-2  સમાજ કલ્યાણ વિભાગની અધિકૃત વેબસાઈટ ખુલશે.

Step-3  જેમાં તમે અગાઉ કોઈપણ User Id બનાવેલ ન હોય તો “New User? Please Register Here!” પર ક્લિક કરવાનું રહેશે.


How To Online Registration Manav Garima Yojana | માનવ ગરિમા યોજના ।  How To Online Registration Manav Garima Yojana

Step-4-  હવે તમારે User Registration Detail માં તમામ વિગતો ભર્યા બાદ “Register” પર ક્લિક કરવાનું રહેશે.

Step-5-  User Id બનાવ્યા બાદ Citizen Login માં તમારી User Id અને Password દ્વારા પર્સનલ પેજ ખોલવાનું રહેશે.

Step-6-  લાભાર્થીઓએ પોતાની જાતિ મુજબની યોજનાઓ બતાવશે. જેમાંથી માનવ ગરિમા યોજના પસંદ કરવાની રહેશે.

Step-7-  Manav Garima Yojana Online Form માં માંગ્યા મુજબની તમામ વ્યક્તિગત માહિતી ભરીને Save કરીને આગળ પ્રોસેસ કરવાની રહેશે.

Step-8-  Online Apploction માં હવે તમારા તમામ ઓરીજનલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.

Step-9-  તમામ સ્ટેપમાં માહિતી ભર્યા બાદ Confirm Application પર ક્લિક કરવાની રહેશે.

Step-10 - છેલ્લે, અરજી કન્ફર્મ થયા બાદ Manav Garima Yojana Online Print કાઢવાની રહેશે.


Important Links

E Samaj Kalyan Official Portal: Click Here

New User? Please Register Here: Click Here

Citizen Login: Click Here

Step By Step E Samaj Kalyan Registration Process: Click Here

સ્વ ઘોષણા (Self-Declaration)નો નમૂનો: Download Here


પોર્ટલ પર લોગીન કરવાની પ્રક્રિયા

  • સૌ પ્રથમ, તમારે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે
  • તમારી સામે હોમ પેજ ખુલશે
  • નાગરિક લૉગિન વિભાગ હેઠળ હોમ પેજ પર, તમારે તમારું વપરાશકર્તા આઈડી, પાસવર્ડ અને કેપ્ચા કોડ દાખલ કરવો પડશે.
  • હવે તમારે લોગિન પર ક્લિક કરવાનું રહેશે
  • આ પ્રક્રિયાને અનુસરીને તમે પોર્ટલ પર લૉગિન કરી શકો છો


અરજીની સ્થિતિ તપાસવાની પ્રક્રિયા

  • સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગની સત્તાવાર વેબસાઇટની પ્રથમ મુલાકાત લો
  • તમારી સામે હોમ પેજ ખુલશે
  • હોમ પેજ પર, તમારે તમારી એપ્લિકેશન સ્ટેટસ પર ક્લિક કરવાની જરૂર છે
  • એપ્લિકેશન સ્થિતિ
  • હવે તમારી સમક્ષ એક નવું પેજ પ્રદર્શિત થશે જ્યાં તમારે તમારો અરજી નંબર અને અરજીની તારીખ દાખલ કરવાની રહેશે
  • તે પછી, તમારે વ્યૂ સ્ટેટસ પર ક્લિક કરવાની જરૂર છે
  • એપ્લિકેશનની સ્થિતિ તમારા કમ્પ્યુટર સ્ક્રીન પર હશે


સંપર્ક વિગતો જોવા માટેની પ્રક્રિયા

  • સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો
  • તમારી સામે હોમ પેજ ખુલશે
  • હોમ પેજ પર, તમારે અમારો સંપર્ક કરો લિંક પર ક્લિક કરવાની જરૂર છે
  • સંપર્ક વિગતો
  • તમામ સંપર્ક વિગતોની સૂચિ તમારી સ્ક્રીન પર પ્રદર્શિત થશે


Manav Garima Yojana – HelpLine Number


FAQ’s of Manav Garima Yojana

Manav Garima Yojana ક્યા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ છે?

ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા માનવ ગરિમા યોજના બહાર પાડવામાં આવેલ છે.

કેટલી વય મર્યાદાના લાભાર્થીઓ માનવ ગરિમા સાધન સહાય માટે અરજી કરી શકે?

અરજદારની ઉંમર જાહેરાતની તારીખે 18 વર્ષથી ઓછી નહી અને 60 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

Manav Garima Yojana 2022 નો લાભ મેળવવા માટે અરજી કેવી રીતે કરવાની રહેશે?

રાજ્યના નાગરિકોને સ્વરોજગારી તથા નવો વ્યવસાય મેળવવા માટે માનવ ગરિમા યોજનાની એપ્લિકેશન ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પરથી ઓનલાઈન કરવાની હોય છે.

Manav Garima Yojana Online માટે કેટલી આવક મર્યાદા હોવી જોઈએ?

ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે કુટુંબની વાર્ષિક આવક કુલ-1,20,000/- અને શહેરી વિસ્તારના લાભાર્થીઓ માટે કુલ- 1,50,000/- થી ઓછી આવક ધરાવતા લાભાર્થીઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે.

પ્રજ્ઞાવર્ગ સમય પત્રક 2026 | New PRAGNA TimeTable PDF Download

 ધોરણ ૧,૨ ના વર્ગ શિક્ષકે પોતાના વર્ગમાં શૈક્ષણિક કાર્ય કરવા માટે સોમવારથી શનિવાર સુધીનું આયોજન કરવાનું હોય છે, કયા દિવસે અને કયા સમયે કયો વ...