Advertisement

પોસ્ટની માલામાલ સ્કીમ 👌 | How to Open MIS Post Office Monthly Income Scheme

How to Open MIS Post Office Monthly Income Scheme | MIS | Monthly Income Scheme | POMIS | Post Office Saving Scheme | How to open Post office MIS account

તમારું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે સલામત સ્થળે રોકાણ કરવું મહત્વપૂર્ણ છે. જો તમે આવું ન કરો, તો જમા કરેલા પૈસા ડૂબી શકે છે. આજે અમે તમને એવી સ્કીમ વિશે જણાવીશું, જ્યાં રોકાણ કરવાથી તમને અન્ય વિકલ્પો કરતા વધારે નફો મળશે.

આજે અમે તમને એવી સ્કીમ વિશે જણાવીશું, જ્યાં રોકાણ કરવાથી તમને અન્ય વિકલ્પો કરતા વધારે નફો મળશે. અહીં આ આર્ટીકલ How to Open MIS Post Office Monthly Income Scheme દ્વારા અમે પોસ્ટ ઓફિસના માસિક આવક યોજના ખાતા (POMIS) વિશે વાત કરી રહ્યા છીએ.


How to Open MIS Post Office Monthly Income Scheme


How to Open MIS Post Office Monthly Income Scheme: આ યોજના તમારી સંચિત મૂડીને સુરક્ષિત રાખે છે. આ ઉપરાંત, તમને તેના પર દર મહિને સારી આવક પણ થાય છે. પોસ્ટ ઓફિસની મંથલી ઈન્ક્મ સ્કીમ (POMIS)એ રોકાણના શ્રેષ્ઠ વિકલ્પોમાંથી એક મનાય છે. MIS એવી સ્મોલ સેવિંગ સ્કિમ છે, જેમાં રુપિયાનું રોકાણ કરવા પર તમને દર મહિને કમાણી મળતી રહે છે. પોસ્ટ ઓફિસની આ સ્કિમમાં એકવાર રોકાણ કરવાથી તમને દર મહિને વ્યાજ મળે છે.

કારણ કે તેમાં મોટા ફાયદા છે. આ સ્કીમનો લાભ કોઈપણ લઇ શકે છે અને તમારી થાપણ હંમેશા સલામત રહે છે. તેમાં તમને બેંક એફડી અથવા ડેટ ઈન્સ્ટુમેન્ટ કરતાં વધુ સારું વળતર મળે છે. સાથે જ તમે દર મહિને નિશ્ચિત આવક મળતી રહે છે અને તે બાદ સ્કીમ પૂર્ણ થતાં તમને તમારી સંપૂર્ણ મૂડી પરત મળે છે, જેને તમે ફરીથી આ યોજનામાં રોકાણ કરીને માસિક આવક મેળવી શકો છો.

Highlights of How to Open MIS Post Office Monthly Income Scheme

૦ આર્ટીકલનું નામ: How to Open MIS Post Office Monthly Income Scheme
૦ આર્ટીકલની ભાષા: ગુજરાતી અને અંગ્રેજી
૦ આર્ટીકલનો હેતું: MIS Post Office Monthly Income Scheme ખાતુ કેવી રીતે ખોલવું
૦ વિભાગનું નામ: ભારતીય પોસ્ટ વિભાગ
૦ યોજનાનું નામ: Post Office Monthly Income Scheme
૦ વ્યાજ દર: માસિક 6.6 ટકા વ્યાજ
૦ વ્યાજ ગણતરી: માસિક
૦ પોસ્ટ ઓફિસ સત્તાવાર વેબસાઈટ: Click Here…

Highlights of How to Open MIS Post Office Monthly Income Scheme


પોસ્ટ ઓફિસની માસિક આવકની યોજના

How to Open MIS Post Office Monthly Income Scheme: ભારતીય પોસ્ટ માસિક આવક યોજના (MIS) ઓફર કરે છે, જે રોકાણકારોને નિયમિત માસિક પેન્શન સુનિશ્ચિત કરે છે. આ ચોક્કસ યોજનામાં એક સાથે એક જ રકમનું રોકાણ કરવાની જરૂર છે. લોકપ્રિય યોજનામાં રોકાણ પણ પાકતી મુદતના લાભો આપે છે. તમે વ્યક્તિગત ખાતું અથવા સંયુક્ત ખાતું ખોલાવી શકો છો.

1000ની ન્યૂનતમ રકમ સાથે ખાતું ખોલાવી શકાય છે અથવા 100ના ગુણાંકમાં રૂપિયા કરી શકાય છે. એક વ્યક્તિ એક જ ખાતામાં 4.5 લાખ રૂપિયા અને સંયુક્ત ખાતામાં 9 લાખ જમા કરાવી શકે છે. ખાતું ખોલવાની તારીખથી પરિપક્વતા સુધી એક મહિના પૂર્ણ થયા બાદ વ્યાજ ચૂકવવામાં આવે છે.

MIS Post Office Monthly Income Scheme – જરૂરી બાબતો

  1. પોસ્ટ ઓફિસમાં બચત ખાતું હોવું જરૂરી છે.
  2. પછી અરજી ફોર્મ ભરો. અથવા સત્તાવાર વેબસાઈટ પરથી પોસ્ટ ઓફિસ માસિક આવક યોજનાનું ફોર્મ ડાઉનલોડ કરો.
  3. તમારે 2 પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ્સ સાથે આઈડી પ્રૂફ માટે આધાર અથવા પાસપોર્ટ અથવા મતદાર કાર્ડ અથવા ડ્રાઈવિંગ લાઈસન્સમાંથી કોઈ પણ આઈડી પ્રુફ આપવાનું રહેશે.
  4. વ્યક્તિએ નોમિનીનું નામ પણ આપવું જોઈએ.
  5. આ ખાતું ખોલવા માટે જરૂરી ન્યૂનતમ બેલેન્સ 1000 રૂપિયા છે, જે રોકડ અથવા ચેક દ્વારા ચૂકવી શકાય છે.
  6. વધારે માહિતી તમને નજીકની પોસ્ટ ઓફિસમાંથી પણ મળી શક્શે.

કેટલી રકમ જમા કરી શકાય ?

તમે પોસ્ટ ઓફિસની એમઆઈએસમાં સાગમટે એક રકમ જમા કરીને તમારા માટે માસિક આવકની વ્યવસ્થા કરી શકો છો. જો તમારું ખાતું સિંગલ છે તો તમે મહત્તમ રૂ.4.5 લાખ સુધી જમા કરાવી શકો છો. તે જ સમયે, સંયુક્ત ખાતામાં મહત્તમ 9 લાખ રૂપિયા સુધી જમા થઈ શકે છે. આ યોજનામાં બાળકોના નામે ખાતું પણ ખોલવામાં આવી શકે છે. જો કે, આ માટે માતાપિતા અથવા વાલીએ તેની સંભાળ લેવી પડશે. પછીથી, જ્યારે બાળક 10 વર્ષની ઉંમરે પહોંચે છે, ત્યારે તે પોતે જ એકાઉન્ટ ચલાવી શકે છે.

5 હજાર કેવી રીતે મેળવવા

હાલમાં આ યોજનામાં 6.6% વ્યાજ આપવામાં આવી રહ્યું છે. જો તમે એક જ ખાતા હેઠળ રૂ. 4.5. લાખનું રોકાણ કરો છો, તો હવે તમને વર્તમાન વ્યાજના દર પ્રમાણે વાર્ષિક રૂ. 29700 મળશે. બીજી બાજુ, જો તમે સંયુક્ત ખાતા હેઠળ 9 લાખનું રોકાણ કરો છો, તો તમને 59,400 વર્ષનું વ્યાજ મળશે. એટલે કે, દર મહિને 4,950 રૂપિયાનું વળતર મળશે.

MIS Post Office Monthly Income Scheme – પાકતી મુદત

આ યોજના માટે પાકતી મુદત 5 વર્ષ છે. 5 વર્ષ પછી તમે ફરીથી આ યોજનામાં તમારી મૂડી રોકી શકો છો.

Post Office Monthly Income Scheme – ધ્યાનમાં રાખવાની બાબત

જો તમારે કોઈ જરૂરિયાત પર પાકતી મુદત પહેલાં તમામ નાણાં પાછા લેવા હોય, તો આ સુવિધા તમને એકાઉન્ટને 1 વર્ષ પૂર્ણ થવા પર મળે છે. એકાઉન્ટ ખોલવાની તારીખથી 1 વર્ષથી 3 વર્ષ જૂનું એકાઉન્ટ થવા પર તેમાં જમા કરેલી રકમમાંથી 2% બાદ કરીને બાકીની રકમ પાછી મેળવી શકાય છે. જો તમારું એકાઉન્ટ 3 વર્ષથી વધુ જૂનું છે, તો તમને તેમાં જમા થયેલ રકમના 1% કાપીને બાકીની રકમ તમને પાછી આપી દેવામાં આવે છે.

How to Open MIS Post Office Monthly Income Scheme | પોસ્ટની માલામાલ સ્કીમ


Post Office Helpline

વિભાગ અને મંત્રાલયનું નામ: Department of Posts, Ministry of Communications, GoI
Address Postal Directorate
Dak Bhavan
New Delhi
110001


✓ Customer Care Toll Free Number: 1800 266 6868
✓ Join with us Telegram Channel: Click Here…
✓ Join with us Whats App Group: Click Here…

Helpline-How to Open MIS Post Office Monthly Income Scheme


FAQ’s


How to Open MIS Post Office Monthly Income Scheme


How to Open MIS Post Office Monthly Income Scheme ?

પોસ્ટ ઓફિસમાં બચત ખાતું હોવું જરૂરી છે. પછી અરજી ફોર્મ નજીકની પોસ્ટ ઓફિસમાંથી પણ મળી શક્શે. જરૂરી કાગળો સાથે જમા કરાવી ખાતુ ખોલાવી શકાય.

MIS Post Office Monthly Income Scheme કેટલા રૂપિયાથી શરૂ કરી શકાય છે ?

ઓછામાં ઓછા 1000 રૂપિયાથી શરૂ કરી શકાય છે.

MIS ડીપોઝીટ પર કેટલા ટકા વ્યાજ આપવામાં આવે છે ?

પોસ્ટ વિભાગની વેબસાઈટ અનુસાર હાલ MIS પર 6.6 ટકા વ્યાજ આપવામાં આવે છે.

MIS Post Office Monthly Income Scheme એ સુરક્ષિત રોકાણ છે ?

હા, MIS Post Office Monthly Income Scheme એ સુરક્ષિત રોકાણ છે.

MIS Post Office Monthly Income Scheme માં રોકાણ કરવા માટે સેવિંગ ખાતું હોવું જરૂરી છે ?

હા, MIS Post Office Monthly Income Schemeમાં રોકાણ કરવા માટે સેવિંગ ખાતું હોવું જરૂરી છે. 

Is post office MIS tax free?

Your deposits are exempted from Wealth Tax. NRIs and Hindu Undivided Families (HUFs) are not eligible to start a POMIS account. It comes with a feature of automated credit of interest earned per month to another post office savings account of yours if both are in the same post office.

Disclaimer

How to Open MIS Post Office Monthly Income Scheme?

How to Open MIS Post Office Monthly Income Scheme અંગેની ઉપરોક્ત માહિતી માત્ર જાણકારી માટે છે. તેનો હેતુ કોઈ રોકાણ કરવાની સલાહ આપવાનો નથી. રોકાણ કરતા પહેલા તમારા ફાયનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.

મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો How to Open MIS Post Office Monthly Income Scheme ને લગતો સવાલ હોય તો તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને પૂછી શકો છો અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો 

👍 મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…
Previous Post Next Post

Comments