Advertisement

સંકટ મોચન સહાય યોજના | Sankat Mochan Sahay Yojana

સંકટ મોચન યોજના આ યોજના અંતર્ગત સરકાર આપશે કુટુંબ દીઠ રૂપિયા 20,000 ની સહાય

સંકટ મોચન યોજના : ગુજરાત સરકાર નાગરિકોના કલ્યાણ માટે ઘણી બધી યોજનાઓ અમલી બનાવેલ છે. વિવિધ સરકારી વિભાગો દ્વારા અઢળક કલ્યાણકારી સરકારી યોજનાઓ બનાવેલ છે. જેમાં નિયામક સમાજ સુરક્ષા દ્વારા પણ યોજનાઓ બનાવેલ છે. જેમકે દિવ્યાંગ લગ્ન સહાય યોજના, પાલક માતા-પિતા યોજના, સંતસુરદાસ યોજના વગેરે બનાવેલ છે. ચાલો મિત્રો આજે આપણે સંકટ મોચન યોજના વિશે વિગતવાર માહિતી મેળવીશું.


સંકટ મોચન યોજના | Sankat Mochan Sahay Yojana 

નિયામક સમાજ સુરક્ષા ખાતા દ્વારા આ યોજના બનાવેલ છે. આ યોજના હેઠળ ઘરમાંં કમાવનાર મુખ્ય વ્યક્તિ ગુજરી જાય ત્યારે આ સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ DBT દ્વારા સીધી સહાય ચૂકવવામાં આવે છે. Sankat Mochan Yojana 2023 અરજી કેવી રીતે કરી શકાય તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

સંકટ મોચન યોજના – હાઈલાઈટ્સ

યોજનાનું નામ: સંકટ મોચન યોજના । Sankat Mochan Yojana
યોજનાનો હેતુ: ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબના મુખ્ય કમાઉ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે એમના ઘરના સભ્યોને આર્થિક મદદ માટે આ યોજના ચલાવવામાં આવે છે.
લાભાર્થી: ગુજરાત રાજ્ય પાત્રતા ધરાવતા અરજદારો
મળવાપાત્ર સહાય: આ યોજના હેઠળ એક વાર રૂપિયા 20,000/- ની સહાય આપવામાં આવે છે.
અધિકૃત વેબસાઈટ: https://sje.gujarat.gov.in/
ઓનલાઈન અરજી માટે વેબસાઈટ: https://www.digitalgujarat.gov.in/

સંકટ મોચન યોજનાનો ઉદેશ્ય

ગુજરાત સરકાર દ્વારા સમાજના આર્થિક રીતે નબળા વર્ગના લોકોની મદદરૂપ થવાના ઉદ્દેશ સાથે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં સમાજ સુરક્ષા વિભાગ દ્વારા ગરીબી રેખા હેઠળ (BPL) જીવતા કુટુંબના મુખ્ય કમાઉ વ્યક્તિ કુદરતી કે અકસ્માતમાં મૃત્યું થાય અને આ અચાનક આવી પડેલી આફત/મુશ્કેલીવાળી પરિસ્થિતિમાં કુટુંબમાં આર્થિક સહાય આપીને મદદરૂપ થવાના હેતુસર સંકટ મોચન યોજના કે રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના National Family Benefit Scheme (NFBS) ના નામે પણ ઓળખાય છે.

સંકટ મોચન યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

  1. BPL (ગરીબી રેખા) હેઠળ 0 થી 20 નો સ્કોર ધરાવતા કુટુંબના મુખ્ય કમાઉ વ્યક્તિ (પુરુષ કે સ્ત્રી) નું કુદરતી રીતે કે અકસ્માતમાં મૃત્યુ થાય તો તેવા કુટુંબને સંકટ મોચન યોજનાનો લાભ મળવાપાત્ર થાય.
  2. મૃત્યુ પામનાર સ્ત્રી કે પુરૂષની ઉંમર 18 વર્ષથી વધુ અને 60 વર્ષથી ઓછી હોવી જોઈએ.
  3. સંકટ મોચન યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીએ અવસાન થયાના 2 વર્ષમાં અરજી કરવાની રહેશે.

સંકટ મોચન યોજના અંતર્ગત મળવાપાત્ર લાભ

સંકટ મોચન યોજના એટલે કે Rashtriya Kutumb Sahay Yojana Gujarat યોજના હેઠળ મુખ્ય કમાનારનું મૃત્યુ થતા કુટુંબને એક જ વખત રૂપિયા 20,000/- ની સહાય DBT (ડાયરેકટ બેનિફિટ ટ્રાન્સફર) દ્વારા સહાય ચૂકવવામાં આવે છે.

સંકટ મોચન યોજનાનો લાભ લેવા માટેના જરૂરી દસ્તાવેજો

રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ હેઠળની રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના અંતર્ગત ગરીબી રેખા હેઠળ નોંધાયેલા (બી.પી.એલ.) લાભાર્થી લાભ મળે છે. જેમની ઉંમર 18 વર્ષથી વધુ હોય અને 60 વર્ષથી ઓછી હોય તેવા મુખ્ય કમાનાર સ્ત્રી/પુરુષનું અવસાન થાય તો આ યોજનાની સહાય મળવાપાત્ર થાય છે. સંકટ મોચન યોજના યોજનાનો લાભ લેવા માટે Required Document for Gujarat Sankat Mochan Yojana નીચે મુજબ આપેલા છે.
  1. મુખ્ય કમાનાર (સ્ત્રી/પુરુષ) મરણ દાખલો
  2. અરજદારનું (સ્ત્રી/પુરુષ)નું આધારકાર્ડ
  3. રહેઠાણ સંબંધિત કોઈપણ એક પુરાવો (ચૂંટણીકાર્ડ/રેશનકાર્ડ વગેરે)
  4. લાભાર્થીની બેંક એકાઉન્ટની પાસબુક
  5. અરજદાર BPL લાભાર્થી હોવા અંગેનો દાખલો
  6. કુંટુબના મુખ્ય કમાનાર વ્યકિતનો જન્મનો દાખલો/ઉંમર અંગેનો દાખલો

સંકટ મોચન યોજના અંતર્ગત અરજી કઈ રીતે કરવી?

ગુજરાત સરકારની યોજનાઓ માટે અરજી ક્યાં અને કેવી રીતે કરવી તે નક્કી થયેલ છે. તે રીતે How to Apply for Sankat Mochan Sahay Yojana કરવી તે પણ નક્કી થયેલ છે. આ યોજનામાં ઓનલાઈન અરજી કરવાની હોય છે.
  • ગુજરાત સરકાર દ્વારા Sankat Mochan Sahay Yojana Online કરવા માટે ગ્રામપંચાયત ખાતે Digital Gujarat Portal Website પરથી ઓનલાઈન અરજી કરવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે.
  • સંકટમોચન (રાષ્ટ્રિયકુટુંબસહાય) યોજના માટે શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તાર માટે સબંધી તાલુકાના મામલતદાર પાસેથી તમારે આ અરજી કરવાની રહેશે.
  • આ યોજના હેઠળ મળવાપાત્ર સહાય અરજી કરનાર વ્યક્તિના બેંક ખાતામાં જમા થશે.
  • ગ્રામપંચાયત ખાતે VCE પાસેથી ડિજિટલ ગુજરાત પોર્ટલ (Digital Gujarat login) પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. સંકટ મોચન સહાય યોજના હેઠળ લાભ લેવા માટે જે-તે ગ્રામ પંચાયત ખાતે VCE (Village Computer Entrepreneur) પાસેથી ડીજીટલ ગુજરાત પોર્ટલ (Digital Gujarat Portal) ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • તાલુકા મામલતદાર કચેરી ખાતે “સમાજ સુરક્ષા કચેરીના કોમ્પ્યુટર ઓપરેટરર” પાસે Digital Gujarat Portal પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

મહત્વપૂર્ણ લિન્ક
સત્તાવાર વેબસાઇટ : અહીં ક્લિક કરો
PDF ફોર્મ ડાનલોડ : અહીં ક્લિક કરો

રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના લાભ કોણ લઇ શકે?

આમ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી સંકટ મોચન સહાય યોજના હેઠળ જો ગરીબ પરિવારમાંથી કોઇ મુખ્ય વ્યક્તિનો આકસ્મિક અથવા કુદરતી રીતે મૃત્યુ પામે તો તેમને ગુજરાત સરકાર દ્વારા 20,000/- ની સહાય ડી.બી.ટી (ડાયરેક્ટ એકાઉન્ટ જમા) રૂપિયા સુધીની સહાય પ્રદાન કરવામાં આવે છે.

આ સહાય દ્વારા તે પરિવારને ઘણી બધી ફાયદો થાય છે.  અને જો આ યોજના હેઠળ  ગરીબ પરિવારની કોઈ પત્ની વિધવા પામે તો તેમને આ વિધવા સહાય યોજના હેઠળ દર મહિને 750/- રૂપિયા મળવાપાત્ર થશે.

સંકટ મોચન સહાય યોજનાની અરજી મંજૂર કરવાની સત્તા કોને છે?

સંકટ મોચન સહાય યોજના અંતર્ગત અરજદારની અરજી મળ્યા બાદ જરૂરી ચકાસણી કર્યા બાદ મંજુર/નામંજુર કરવાની સત્તા જે તે વિસ્તારના મામલતદારશ્રી પાસે છે.

સંકટ મોચન સહાય યોજના માટે અરજી પત્રક ક્યાંથી મળશે?

સંકટ મોચન સહાય યોજના ની અરજી કરવા માટેનું અરજી પુત્ર કે વિનામૂલ્યે નીચે મુજબ આપેલી કચેરી પરથી તમે પ્રાપ્ત કરી શકો.
  1. જિલ્લા કલેક્ટર કચેરી.
  2. પ્રાન્ત કચેરી.
  3. તાલુકા મામલતદાર કચેરી તેમજ જન સેવા કેન્‍દ્ર.
  4. ગ્રામ પંચાયત કેન્દ્રના V.E.C કો. ઓપરેટર પાસેથી  તમે Digital Gujarat online Portal પર જઈને તમે ઓનલાઇન અરજી કરી શકીએ છીએ.

સંકટ મોચન સહાય યોજનાની અરજી ક્યાં કરવી?

ગુજરાત સરકારની યોજનાઓ માટે અરજી ક્યાં અને કેવી રીતે કરવી તે નક્કી થયેલ છે. તે રીતે How to Apply for Sankat Mochan Sahay Yojana કરવી તે પણ નક્કી થયેલ છે. આ યોજનામાં ઓનલાઈન અરજી કરવાની હોય છે.
  • ગુજરાત સરકાર દ્વારા Sankat Mochan Sahay Yojana Online કરવા માટે ગ્રામપંચાયત ખાતે Digital Gujarat Portal Website પરથી ઓનલાઈન અરજી કરવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે.
  • સંકટમોચન (રાષ્ટ્રિયકુટુંબસહાય) યોજના માટે શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તાર માટે  સબંધી તાલુકાના મામલતદાર પાસેથી તમારે આ અરજી કરવાની રહેશે.
  • આ યોજના હેઠળ મળવાપાત્ર સહાય અરજી કરનાર વ્યક્તિના બેંક ખાતામાં જમા થશે.
  • ગ્રામપંચાયત ખાતે VCE  પાસેથી ડિજિટલ ગુજરાત પોર્ટલ (Digital Gujarat login) પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. સંકટ મોચન સહાય યોજના હેઠળ લાભ લેવા માટે જે-તે ગ્રામ પંચાયત ખાતે VCE (Village Computer Entrepreneur) પાસેથી ડીજીટલ ગુજરાત પોર્ટલ (Digital Gujarat Portal) ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • તાલુકા મામલતદાર કચેરી ખાતે “સમાજ સુરક્ષા કચેરીના કોમ્પ્યુટર ઓપરેટરર” પાસે Digital Gujarat Portal પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

સંકટ મોચન યોજના ક્યાં વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે?

ગુજરાત રાજ્યના નિયામક સમાજ સુરક્ષા વિભાગ દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે.

Sankat Mochan Yojana માં કેટલી સહાય મળે?

લાભાર્થીઓને એક વાર રૂ. 20,000/- ની સહાય  આ યોજના હેઠળ મળે.

સંકટ મોચન યોજનાનો લાભ લેવા અરજી કેવી રીતે કરવાની હોય છે?

લાભાર્થીઓએ પોતાના ગ્રામના VCE પાસેથી તથા તાલુકા મામલતદાર કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર પાસેથી ઓનલાઇન અરજી કરવાની હોય છે.

આ યોજનાનો લાભ કોને મળે?

કુટુંબમાં મૃત્યુ પામનાર સ્ત્રી કે પુરુષની ઉંમર 18 વર્ષથી વધુ અને 60 વર્ષથી ઓછી હોવી જોઈએ તથા BPL હેઠળ 0 થી 20 નો સ્કોર ધરાવતા કુટુંબવાળા મળવાપાત્ર થશે.
Previous Post Next Post

Comments