શનિવાર, 20 જુલાઈ, 2024

ગ્રામ પંચાયત દબાણ દૂર કરવાની અરજી , ફોર્મ , તમામ માહિતિ | Gram Panchayat Jamin Daban dur Karva Mate

Gram Panchayat Jamin Daban dur Karva Mate ni Mahiti

ગ્રામ પંચાયતમાં જો દબાણ હોય તો કલેકટરશ્રીને તુરત જ જાણ કરવી અને આવા દબાણો દુર કરવા તમામ પગલાં લેવા સંબંધિત મંત્રી ફરજ પાલનમાં બેદરકારી કે નિષ્ક્રીયતા બતાવે તો આવા મંત્રીની સામે જરુરી પગલાં લેવા. વધુમાં પંચાયતને ફાળવવામાં આવેલ સર્કલ ઇન્સ્પેકટર ગામોની મુલાકાત દરમ્યાન દબાણો શોધી કાઢવા અને દૂર કરાવવા પ્રયતશીલ રહે અને આ અંગેની કાર્યવાહીની તેમની પ્રવાસ નોંધમાં અવશ્ય નોંધ કરે અને પ્રવાસ નોંધ તપાસનાર અધિકારી ચકાસણી કરતા રહે.


દબાણ દૂર કરવાની કામગીરી

દરેક સ્તરની પંચાયતો તરફથી દબાણો તાત્કાલિક દૂર કરાવવા અસરકારક પગલાં લેવામાં આવે અને વધુ કોઈ દબાણો થવા ન પામે તે માટે દરેક ગ્રામ પંચાયતની કચેરીમાં દબાણોના કિસ્સાઓનું રજીસ્ટર રાખવું ને રજીસ્ટરમાં દબાણના તમામ કિસ્સાઓની નોંધ કરવી, જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયતમાં અને તાલુકા પંચાયતમાં દબાણના કિસ્સાઓ અને તે ઉપર થયેલી તજવીજ અંગે તકેદારી રાખવા રજીસ્ટર રાખવું.
 

ગામતળ જમીન દબાણ

ગ્રામ પંચાયતમાં સંપ્રાપ્ત થયેલ ગૌચરની અને બીજી જમીનો પર અનધિકૃત રીતે ઉગાડેલો પાક દૂર કરવાની સત્તા ગુજરાત પંચાયત અધિનિયમની કલમ-૧૦૫(૨) મુજબ ગ્રામ પંચાયતોને છે જમીન મહેસુલ કાયદો 1879 તેમજ ગુજરાત પંચાયત અધિનિયમની કલમ-૧૦૫(૭) મુજબ જે તે તાલુકા પંચાયત પણ આ અંગે પગલાં લઇ શકે. સરકારી જમીન પર દબાણ 


પરવાનગી વગર થતાં વાવેતર અને ઢોર છોડવામાં આવે તો 

દબાણ નોટિસ અસાધારણ સંજોગો સિવાય આમ ન કરવું અને આવો પાક દૂર કરવા માટે પંચાયત કોઇને હરાજીધી પાક દૂર કરવાની કામગીરી આપે અને હરાજીમાં રાખનાર વ્યકિત તે પાક લઈ જઈ શકે અને પંચાયતોને પોતાની જમીન ઉપર અનધિકૃત રીતે થયેલ વાવેતરની હરાજીમાંથી કિંમતની રકમ વળતર રકમ તરીકે મળી રહેશે. દબાણ કરનારે કરેલી મહેનત અને મર્ચ નકામા થતાં તેને દબાણ કરવાનું આકપણ રહેશે નહીં.

દબાણ દૂર કરવાની કામગીરી

• જમીન દબાણ નિયમિત વિકાસ કમિશ્નરશ્રી તરફથી તેમજ જીલ્લા પંચાયત તરફથી પંચાયતોની તપાસણી કરવામાં આવે ત્યારે અવશ્ય દબાણ રજીસ્ટરની ચકાસણી કરવી અને દબાણના કિસ્સામાં ઢીલ થવા પામેલ નથી તેની ખાત્રી કરવી.


ગેરકાયદેસર દબાણ, જમીન દબાણ નિયમિત, ગામ પંચાયત અરજી


• તલાટી-કમ-મંત્રીની તાલુકા કક્ષાએ મળતી બેઠકમાં આ દબાણો અંગે થયેલ તજવીજની સમીક્ષા કરવી અને પ્રગતિ તપાસી વિશેષ જરૂરી સુચનાઓ આપવી અને ઢીલ કે બેદરકારી જણાત જવાબદાર સામે પગલાં લેવા.

• પંચાયતના સર્કલ ઇન્સ્પેકટરોએ દબાણ દૂર કરાવવા અંગત ધ્યાન આપવું 

• ગેરકાયદેસર દબાણ જુના દબાણના કિસ્સાઓમાં દબાણ દૂર કરાવવા તાત્કાયિક તજવીજ કરવી. જાહેર જમીનો પરના દબાણો દૂર કરાવવા તે પંતિની પંચાયત ધારા નીચે ફરજ છે અને પંચાયત તે ફરજ બજાવી શકે ,અરજી કરવાની રીત

• ગુજરાત પંચાયત અધિનિયમની ક્લમ-૧૦૫ (૨)(૬)(૭)નીચે તેને પૂરતા અધિકારો અને સત્તા પણ આપેલ છે. તેમ ″ ગ્રામ પંચાયતો આવા દબાણો દૂર કરાવવામાં શિથિલ કે નિષ્ક્રિય જણાય તો તેવી પંચાયતોને ગુજરાત પંચાયત અધિનિયમો કલમ-૨૫૩ નીચે સુપરસીડ કરવા જીલ્લા વિકાસ અધિકારીશ્રીએ વિકાસ કમિશ્નરશ્રીને દરખાસ્ત મોકલવી.

• જે કિસ્સાઓમાં દબાણ દૂર કરાવવામાં શિથિલતા કે નિષ્ક્રીયતા દેખાય તે કિસ્સામાં સંબંધકર્તા અધિકારીઓના ખુલાસા મેળવીને તેઓ સામે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ પગલાં લેવા.

• સરકારી જમીન પરના દબાણો જો પંચાયત દૂર કરાવવા મોતી હોય તો અને સદરહુ દબાણ પંચાયત દૂર કરાવી શકે તેમ છે તેમ કલેકટરશ્રીને ખાત્રી થાય તો ક્લેકટરશ્રીની મંજુરીથી પંચાયતે તવું દબાણ દૂર કરાવવું.

• જર્મીન દબાણના જે કિસ્સાઓમાં ગ્રામ પંચાયતો તેવા દબાણો દૂર કરાવવા માટે એક વર્ષ , Gram Panchayat Jamin Daban dur Karva Mate


FAQS 

જમીન દબાણ દૂર કરવા અરજી ક્યાં કરવી પડે ?

મામલતદારમાં અરજી કરવી

દબાણ દૂર કરવાની કામગીરી કેટલા દિવસમાં થાય ?

તમારા તાલુકાના રિપોર્ટ કરી ત્યાર બાદ કલેક્ટરને આપવા લગતા દિવસ

અરજી કેવી રીતે કરવી ?

ફકરાથી શરૂઆત કરવી સરળ ભાષામાં

ગુરુવાર, 18 જુલાઈ, 2024

New પ્રજ્ઞા દૈનિક સમય પત્રક | Pragya 2.0 New Daily Timetable

What is New Pragya 2.0 Daily Timetable | નવીન પ્રજ્ઞા વર્ગ ૨.૦ માટેનું અપડેટેડ સમય પત્રક... pdf ડાઉનલોડ

ધોરણ ૧ અને ૨ (પ્રજ્ઞા)


૧. 
    • સમય : ૧૧:૨૦ થી ૧૧:૩૫
    • મિનિટ : ૧૫ મિનિટ
    • અધ્યયન ક્ષેત્ર :  હાજરી, હળવી કસરત

૨. 
    • સમય : ૧૧:૩૫ થી ૧૧:૫૦
    • મિનિટ : ૧૫ મિનિટ
    • અધ્યયન ક્ષેત્ર :  વિષય પ્રવેશની પ્રવૃત્તિઓ

૩. 
    • સમય : ૧૧:૫૦ થી ૦૧:૩૦
    • મિનિટ : ૧૦૦ મિનિટ
    • અધ્યયન ક્ષેત્ર :  ગુજરાતી અધ્યયન સંપુટ આધારિત પ્રવૃત્તિઓ

૪. 
    • સમય : ૦૧:૩૦ થી ૦૨:૨૦
    • મિનિટ : ૫૦ મિનિટ
    • અધ્યયન ક્ષેત્ર :  મોટી રિશેષ

૫. 
    • સમય : ૦૨:૨૦ થી ૦૩:૪૦
    • મિનિટ : ૮૦ મિનિટ
    • અધ્યયન ક્ષેત્ર :  ગણિત અધ્યયન સંપુટ આધારિત પ્રવૃત્તિઓ

૬. 
    • સમય : ૦૩:૪૦ થી ૦૩:૫૦
    • મિનિટ : ૧૦ મિનિટ
    • અધ્યયન ક્ષેત્ર : નાની રિશેષ

૭. 
    • સમય : ૦૩:૫૦ થી ૦૪:૩૦
    • મિનિટ : ૪૦ મિનિટ
    • અધ્યયન ક્ષેત્ર :  ગણિત અધ્યયન સંપુટ આધારિત પ્રવૃત્તિ

૮. 
    • સમય : ૦૪:૩૦ થી ૦૫:૦
    • મિનિટ : ૩૦ મિનિટ
    • અધ્યયન ક્ષેત્ર :  રમે તેની રમત

Chandipura Virus : ચાંદીપુરા વાયરસના લક્ષણો અને બચાવના ઉપાયો જાણો

Chandipura Virus : દેશમાં ફેલાઈ રહ્યો છે આ ચાંદીપુરા નામનો નવો વાયરસ, તેના લક્ષણો અને બચાવના ઉપાયો જાણો

what is Chandipura virus

દેશમાં વરસાદની મોસમમાં ચાંદીપુરા વાયરસના કેસ વધી રહ્યા છે. ગુજરાત અને રાજસ્થાનમાં આ વાયરસના કેસ નોંધાયા છે. બાળકો વાયરસથી વધુ સંક્રમિત થઈ રહ્યા છે અને મૃત્યુ પણ થયા છે. શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી અરવલ્લીના ઢેકવા ગામની ત્રણ વર્ષનો બાળકનું સારવાર દરમિયાન મોત થયું છે. આ બાળક બે દિવસથી હિંમતનગર સિવિલમાં સારવાર હેઠળ હતો. આ વાયરસના કારણો અને લક્ષણો વિશે જાણો.

Chandipura virus symptoms | ઓળખો આ છે બાળકો માટે જોખમી સેન્ડ ફ્લાય


સેન્ડફલાય કઈ જગ્યાએ રહે ?

સેન્ડ ફલાય ઘરની અંદરની બાજુએ કાચી કે પાકી દિવાલ પર ભેજવાળા વાતાવરણમાં.


સેન્ડફલાયની ઉત્પત્તિ

• સેન્ડ લાય તેની ઉત્પત્તિ માટે ઈંડા મુકે છે તેમાંથી મચ્છરની જેમ ઈયળ, કોશેટો અને તેમાંથી પુખ્ત માખી બને છે. આ સેન્ડ ફલાય નરી આંખે જોઈ શકાય તેવી સામાન્ય માખી કરતા ચાર ગણી નાની હોય છે.

• સેન્ડ ફલાય ઘરની અંદરની બાજુએ તેમજ બહારની પાકી કે કાચી દિવાલ પરની તીરાડો તેમજ ભેજવાળા વાતાવરણમાં ઇંડા મુકે છે.

• ગ્રામ્ય વિસ્તારોના ઘરોમાં ખાસ કરીને ગાર-લીપણવાળા ઘરોમાં દિવાલની તિરાડો તેમજ દિવાલમાં રહેલા નાના છિદ્રોમાં રહે છે.

સેન્ડફફલાય દ્વારા ફેલાતા રોગો

• સેન્ડ ફલાય ચાંદીપુરમ અને કાલા આઝાર જેવા રોગોના ફેલાવા માટે જવાબદાર છે.

• એક પ્રકારના વાઈરસને કારણે ચાંદીપુરમ વાઈરલ તાવ તેમજ કાલા આઝાર રોગ થાય છે. જેના ફેલાવા માટે સેન્ડફલાય જવાબદાર છે.

• આ રોગ સામાન્ય રીતે 0 થી ૧૪ વર્ષના બાળકોમાં (રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાના કારણે) જોવા મળે છે.

ઓળખો આ છે બાળકો માટે જોખમી સેન્ડ ફલાય


સેન્ડફલાયથી ફેલાતા ચાંદીપુરમ તાવ રોગના લક્ષણો


• બાળકને સખત તાવ આવવો

• ઝાડા થવા

• ઉલ્ટી થવી

• ખેંચ આવવી

• અર્ધભાન કે બેભાન થવું.

સેન્ડફ્લાયથી થતા તેના દ્વારા ફેલાતા રોગોથી બચવા માટેના ઉપાયો


• સેન્ડફલાયથી બચવા માટે ઘરની દિવાલોમાં અંદરના તેમજ બહારના ભાગમાં રહેલ છિદ્રો તેમજ તિરાડોને પુરાવી દેવી જોઈએ.

• ઘરની અંદરના ભાગે શક્ય હોય ત્યાંસુધી હવા ઉજાસ (સૂર્ય પ્રકાશ આવે) રહે તેવી વ્યવસ્થા કરવી.

• ૧૪ વર્ષ સુધીના બાળકોને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં સુવરાવવાનો આગ્રહ રાખો.

• બાળકોને શક્ય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં (ધુળમાં) રમવા દેવા નહીં.

ઉપર જણાવેલ લક્ષણો દેખાતા સરકારી દવાખાને દર્દીને તાત્કાલિક સારવાર માટે દાખલ કરવા.

@ ઋષિકેશ પટેલ

શુક્રવાર, 5 જુલાઈ, 2024

કાંટાળી તારની વાડ (ફેંસિંગ) બનાવવાની યોજના – Tar Fencing Yojana Gujarati 2024

કાંટાળી તારની વાડ (ફેંસિંગ) બનાવવાની યોજના – Tar Fencing Yojana Gujarat 2024 | કાંટાળા તારની વાડ માટેની યોજના || યોજનાનો લાભ કોને મળશે? || તારની વાડ માટેના સ્પેસિફિકેશન શું છે? || જાણો સંપૂર્ણ માહિતી

Tar Fencing Yojana 2024 | તાર ફેન્સીંગ યોજના વિગત

યોજનાનું નામ તાર ફેન્સીંગ યોજના 2024

લાભાર્થી ગુજરાત રાજ્યના ખેડૂતો

રાજ્ય ગુજરાત

સહાય રૂ.૧૦૦ પ્રતિ રનીંગ મીટર દીઠ અથવા થનાર ખર્ચના ૫૦% બે માંથી જે ઓછુ હોય તે પ્રમાણે

અરજીનો પ્રકાર ઓનલાઈન

અધિકૃત વેબસાઈટ ikhedut.gujarat.gov.in/

જંગલના વન્ય પ્રાણી અને પશુઓ દ્વારા ખેડૂતોના ઊભા પાકને નુકશાન થતું અટકાવવા ખેતરની ફરતે લોખંડની કાંટાળી તારની વાડ બનાવવાની યોજના(tar fencing yojana gujarat) ગુજરાત સરકારના કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા તા.૦૮/૧૨/૨૦૨૦ના રોજ ઠરાવ બહાર પાડી અમલમાં મુકવામાં આવી છે.આમ તો આ યોજના વર્ષ ૨૦૦૫થી અમલમાં છે ૫રંતુ રાજય સરકાર દ્વારા ખેડુતોના હિતમાં યોજનાને વઘુ અસરકારક અને ઉ૫યોગી બનાવવા  તેમજ વઘુમાં વઘુ ખેડુતો આ યોજનાનો લાભ લઇ શકે તે માટે તેમાં અવાર-નવાર સુઘારાઓ કરવામાં આવેલ છે.


તાર ફેન્સીંગ સહાય યોજના : કેટલી સહાય મળશે ? ક્યાં અને ક્યારે ફોર્મ ભરાશે..જાણો આ વિશેષ યોજના વિશે


કાંટાળી તારની વાડ યોજના,ફેંસિંગ યોજના,sarkari yojana,સરકારી યોજના,Fencing Yojana,


જંગલના વન્ય પ્રાણી અને પશુઓ દ્વારા ખેડૂતોના ઊભા પાકને નુકશાન થતું અટકાવવા ખેતરની ફરતે લોખંડની કાંટાળી તારની વાડ બનાવવાની યોજના ગુજરાત સરકારે ઠરાવ મારફત બહાર પાડી મુકવામાં આવી છે.

આ૫ણા દેશના માનનીય વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૨૪ સુધીમાં દેશના ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્યાંક નિર્ધારિત કર્યુ છે. ત્યારે આ દિશામાં ગુજરાત સરકાર ૫ણ પ્રેરણાદાયી કાર્ય કરી રહ્યું છે. તાજેતરમાં માનનીય  મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ખેડૂતો અને કૃષિ ક્ષેત્રના વિકાસ માટેની પ્રતિબદ્ધતા સાથે રાજ્ય સરકારના કૃષિ , ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના ઉપક્રમે રાજ્યભરના ૩૩ જિલ્લાના ૮૦ સ્થાનોએ આયોજિત ‘સાત પગલાં ખેડૂત કલ્યાણનાં’ યોજનાનું ઇ-લોન્ચિંગ ગાંધીનગરથી કર્યુ હતું. જેમાં કાંટાળી તારની વાડ બનાવવાની યોજના(tar fencing yojana gujarat)નો ૫ણ સમાવેશ થાય છે.


મહત્વના મુદ્દા

  • કાંટાળી તારની વાડ બનાવવાની યોજનાનો ઉદ્દેશ-
  • કાંટાળી તારની વાડ બનાવવાની યોજનાની માહિતી:-
  • કાંટાળી તારની વાડ બનાવવાની યોજનાની અરજી સાથે રજુ કરવાના સાઘનિક પુરાવાઓ:-
  • કાંટાળી તારની વાડ બનાવવાની યોજના હેઠળ મળવાપાત્ર સહાય:
  • કાંટાળી તારની વાડ માટેના સ્પેસિફિકેશન્સ :-
  • ખેતરની ફરતે ફેન્સીંગ બનાવવાની યોજનાના ૫રિ૫ત્રો/ઠરાવો


કાંટાળી તારની વાડ બનાવવાની યોજનાનો ઇતિહાસ

ગુજરાત સરકાર ખેડૂતલક્ષી યોજનાઓ વારંવાર લાવતી રહી છે. આ કાંટાળી તારની વાડ બનાવવાની યોજના ની વાત કરીએ તો આ યોજના તારીખ: 20/05/2005 થી અમલમાં છે. આ યોજનાને વધુ અસરકારક અને ઉપયોગી બનાવવા માટે તેમાં સુધારા વધારા કરી ક્લસ્ટર આધારીત યોજનાનો ઠરાવ કરેલ છે.


આ યોજનાનો પ્રારંભ આપણાં ગુજરાત રાજ્યના નર્મદા વિકાસ રાજ્યમંત્રી યોગેશ પટેલ સાહેબ છે,તેમના દ્વારા વડોદરામાં વરણામાંના ત્રિમંદિર ખાતેના એક કાર્યક્રમમાં ખુલ્લી મુકવામાં આવી હતી. ત્યારે આ યોજનામાં ટોટલ 250 કરોડની ફાળવણી કરેલ હતી. આટલી ફાળવણીમાં સરકારની માહિતી મુજબ 2015 સુધીમાં માત્ર 30 કરોડની ફાળવણી કરવામાં આવેલી અને તેમાં 13160 ખેડૂતોએ આ યોજનાનો લાભ લીધેલો. જ્યારે આ યોજના બહાર પાડવામાં આવેલી ત્યારે 2017 સુધીમાં માત્ર આ યોજના માટે 250 કરોડ રૂપિયા ફાળવેલા હતા.


કાંટાળી તારની વાડ યોજના,ફેંસિંગ યોજના,sarkari yojana,સરકારી યોજના,Fencing Yojana,


કાંટાળી તારની વાડ બનાવવાની યોજનાનો ઉદ્દેશ

ખેડૂતના મહામૂલા પાકને રોઝ અને ભૂંડના ત્રાસથી બચાવવા માટે સરકારશ્રી દ્વારા આ યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના જંગલના વન્ય પ્રાણી અને પશુઓ દ્વારા ખેડૂતોના ઊભા પાકને નુકશાન થતું અટકાવવામાં મદદરૂ૫ થશે.


💥🔰 બ્રેકિંગ ન્યુઝ 🔰💥

👌🏻 સરકારે ખેડૂતો માટે તાર ફેન્સીંગની સહાય વર્ષ ૨૦૨૪ જાહેર કરી

💫 હવે ખેડૂતો 2 હેકટર જમીન સુધી પણ આ યોજના નો લાભ લઇ શકશે

💫 ઓછી જમીન હસે તો ગ્રુપ બનાવી પણ લાભ લઈ શકશે

💫 ખર્ચ ના 50 % સુધી સહાય મળશે.

🤳🏻 ઓફિશિયલ ઠરાવ તા.૦૫/૦૯/૨૦૨૩થી જાહેર કરવામાં આવ્યું

⤵️ ગુજરાતીમાં માહિતી મેળવો અને વાંચો ઑફિશિયલ ઠરાવ વાંચી લાભ મેળવો

🙏🏻 ખેડૂતોને શેર કરવાનું ભૂલશો નહીં


શું છે ખેતરની ફરતે ફેન્સીંગ બનાવવાની યોજના

આપણે અહી ટોટલ બે ઠરાવો થયેલ છે તેમાથી લેટેસ્ટ ઠરાવ મુજબ યોજના વિશે કહીશું.

  • આ યોજના અંતર્ગત ખેડૂતોએ પોતાની જમીનોનું ક્લસ્ટર બનાવી અરજી કરવાની રહેશે. તમામ સમજોના ખેડૂતોએ ઓછામાં ઓછી 5 હેક્ટર જમીનનું ક્લસ્ટર બનાવી અરજી કરવાની રહશે.( જે પહેલા 15 થી 20 હેક્ટર હતી. )
  • પોતાના ખેતરની ચારેબાજુના ખેડૂતો ભેગા થઈ તેમાં એક ગ્રૂપ લીડર નિમવાનો રહેશે.
  • જે ક્લસ્ટર થાય તે પ્રમાણે લાભાર્થી જુથની અરજીઓ કરવાની છે. અરજી મુજબ રનિંગ મીટર દિઢ 200/- રૂપિયા અથવા થનાર ખર્ચના 50 % જે બંનેમાથી ઓછું હશે તે મુજબ સહાય મંજૂર થશે.
  • i-khedut portal પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.જીલ્લાવાર લક્ષ્યાંકની ફાળવણી માટે રાજ્ય સરકારની મંજૂરી મેળવવાની રહેશે. તેમાં વધુ અરજીઓ આવે તો ઓનલાઇન ડ્રો પધ્ધતિથી મંજૂરી આપવાની રહેશે.
  •  તે ડ્રોમાં પણ પસંદગી ન પામે તો તે અરજી પછીના વર્ષમાં કેરી ફોરવોર્ડ કરવામાં આવશે. જેથી લાભાર્થીએ ફરી અરજી કરવાની ન રહે.
  • અરજીને મંજૂરી આપતા પહેલા થર્ડ પાર્ટી દ્વ્રારાહકીકતમાં તાર ફેન્સીંગ થયેલ છે કે કેમ? તેની ચકાસણી કરવાની રહેશે. કામગીરી પૂર્ણ થઈ ગયું છે કે નહીં તેપણ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન દ્વારા ચકાસણી થશે.
  • તેના મારફત રિપોર્ટ બનશે અને તે મુજબ ચુકવણી કરવાની રહેશે. તેની ચકાસણી સમયે gps લોકેશન ટેગિંગ કરવાનું રહેશે.
  • નક્કી કરાયેલ ગુણવત્તા કે ડીઝાંઇન મુજબ કામગીરી થયેલ નહીં હોય તો, અથવા ઓછા માલ સામાન વાળી કામગીરી કરશે તો, કાંટાળી તારની વાડ બનાવવાની યોજનાનો લાભ મળી શકશે નહીં.
  • ખેડૂતોએ કાંટાળી તારની વાડ બનાવ્યા પછી તેની નિભાવણીનો ખર્ચ જાતેજ કરવાનો રહેશે.
  • આ કાંટાળી તારની વાડ બનાવવાની યોજનાનો લાભ ખેડૂતોને જે તે સર્વે નંબરમાં એકવાર જ મળશે. અને અગાઉ યોજનાનો લાભ મળી ગયેલ હોય તો ફરીવાર મળવાપાત્ર થશે નહીં.
  • આ યોજનાનો અમલ સમગ્ર ગુજરાત રાજયમાં કરવાનો રહેશે.


કાંટાળી તારની વાડ બનાવવાની યોજનાની માહિતી

ગુજરાત સરકારના કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા તા.૦૮/૧૨/૨૦૨૦ના રોજ ઠરાવ બહાર પાડી આ સુઘારેલ યોજના અમલમાં મુકેલ છે જે બાબતે તા.૨૨/૧૨/૨૦૨૦ના રોજ આ યોજનાના અમલીકરણ અંગેની ગાઇડલાઇન, માલ મટેરીયલર્સના સ્પેશીફીકેશન, તાર ફેન્સીંગ(Tar Fencing)ની ડીઝાઇન બહાર પાડવામાં આવી છે.

  • આ યોજના ખુડુતોએ જુથમાં તેમની અરજીનુ કલસ્ટર બનાવી I Khedut પોર્ટલ ઉ૫ર ઓનલાઇન અરજી કરવાની રહેશે. તમામ કેટેગીરીના ખેડૂતો માટે ઓછામાં ઓછો પાંચ હેકટરનો વિસ્તાર(કલસ્ટર) માન્ય રહેશે.
  • સામુહિક ખેડૂતોની અરજી કરનાર તમામે એક ખુડૂતને ગૃ૫ લીડર બનાવવાનો રહેશે.
  • સામૂહિક ખેડૂતોની અરજી મળ્યા બાદ જો વઘુ અરજીઓ મળશે તો ઓનલાઇન ડ્રો સીસ્ટમથી મંજુરી આ૫વામાં આવશે. તેમજ તે મુજબ અગ્રતાક્રમની યાદી તૈયાર કરવામાં આવશે.વર્ષના અંતે ડ્રો માં ૫સંદ ન થયેલ અરજીઓ ૫છીના વર્ષમાં કેરી ફોરવર્ડ કરવામાં આવશે જેથી ખેડૂતે ફરીથી અરજી કરવાની જરૂરીયાત નહી રહે.
  • આ યોજનનાનુ અમલીકરણ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિ. દ્વારા કરવામાં આવશે.
  • ૫સંદ પામેલ જૂથ લીડરને તેની અરજીની જાણ કરવામાં આવશે અરજીની જાણ થયેથી ગ્રુ૫ લીડરે જરૂરી દસ્તાવેજો/સાઘનિક પ્પુરાવાઓ ગ્રામસેવકને મોકલી આ૫વાના રહેશે.
  • ગ્રામ સેવા દ્વારા આ અરજીઓ જિલ્લા ખેતીવાડી અઘિકારીને તથા જિલ્લા ખેતીવાડી અઘિકારીશ્રી દવારા જિલ્લાની અરજીઓ સંકલિત કરી ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિ.ને મોકલી આ૫વામાં આવશે.
  • ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિ. દ્વારા સામુહિક ખેડૂતોની અરજી મળ્યાબાદ નકકી કરાયેલ એજન્સી દ્વારા સ્થળ મુલાકાત લઇ જી.પી.એસ. લોકેશન ટેગીંગ કરી કામગીરીની પાત્રતા/ ખરાઇ કર્યા બાદ  કામગીરી કરવા માટે મંજુરી આ૫વામાં આવશે.
  • ખડૂત જુથ દ્વારા ૯૦ દિવસમાં કામગીરી પૂર્ણ કરવાની રહેશે.
  • જો ૯૦ દિવસમાં કામગીરી પૂર્ણ થઇ શકે તેમ ન હોય તો મુદત પૂર્ણ થયા ૫હેલાં જ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિ.ને કારણો સહિત અવઘિ લંબાવવા અરજી કરવાની રહેશે. અન્યથા મંજુરી હુકમ રદ કરવામાં આવશે. 
  •  જુથ લીડરે તાર ફેન્સિંગની સંપૂર્ણ કામગીરી પૂર્ણ થયા બાદ કલેમ જમા કરાવવાનો રહેશે.
  • ખેડૂતોએ વાડ બનાવ્યા ૫છી તેની જાળવણી સ્વ ખર્ચ કરવાની રહેશે. 


કાંટાળી તારની વાડ બનાવવાની યોજનાની અમલીકરણ એજન્સી અને તેની કામગીરી

આ યોજનાની કાળજીપૂર્વકની વિચારણાના અંતે આ યોજનાની અમલીકરણ એજન્સી ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ લી. ને બદલે ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રી કોર્પોરેશન લી. ને અપાઈ છે.


ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રી કોર્પોરેશન લી. ની કામગીરી

  1. આ યોજનાની અમલીકરણ અંગેની માર્ગદર્શિકા ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રી કોર્પોરેશન લી દ્વારા અલગથી બનાવવાની રહેશે. ત્યારબાદ રાજ્ય સરકાર પાસે મંજૂર કરાવવાની રહેશે.
  2. આ યોજનાનો અમલીકરણ માટે થનાર ખર્ચ 5% વહીવટ ખર્ચ ( જેમાં પ્રચાર-પ્રસારનો ખર્ચ સમાવિષ્ટ ) ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રી કોર્પોરેશન લી ને મળશે.
  3. તાર ફેન્સીંગના માલ-મટિરિયલના સ્પેસિફિકેશન ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રી કોર્પોરેશન લી એ અગાઉથી નક્કી કરી ગુજરાત સરકારની મંજૂરી મેળવવાની રહેશે.
  4. આ માટેની તાર ફેન્સીંગ ડીઝાંઇન ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રી કોર્પોરેશન લી એ તૈયાર કરી રાજ્ય સરકાર પાસે મંજૂર કરાવીને પ્રસિધ્ધ કરવાની રહેશે.


અરજી સાથે રજુ કરવાના સાઘનિક પુરાવાઓ

  1. અરજી સાથે ખેડ્રત/ખેડૂતોના જુથની વિગતો
  2. બેંક ખાતાની વિગતો
  3. ૭/૧૨, ૮અ તેમજ આઘારકાર્ડની નકલ
  4. જુથ લીડરને પેમેન્ટ કરવાનુ એફીડેવીટ
  5. ખેડૂતો કામગીરી સામૂહિક રીતે કરવા સંમત છે તેવુ સંમતિ૫ત્ર 
  6. જુથના ખેડૂતોએ તાર ફેન્સીંગ યોજનાનો લાભ આગાઉ લીઘેલ નથી તે અંગેનુ બાંહેઘરી૫ત્રક


મળવાપાત્ર સહાય

  • આ યોજના હેઠળ ચુકવવાપાત્ર સહાય બે તબકકામાં ચુકવવામાં આવશે.
  • પ્રથમ તબકકામાં ખેડૂતો દ્વારા થાંભલા ઉભા કર્યાની ચકાસણી કર્યા બાદ (રૂ.૧૦૦ પ્રતિ રનીંગ મીટર દીઠ અથવા થનાર ખર્ચના  ૫૦% બે માંથી જે ઓછુ હોય તે પ્રમાણે ) ૫૦% સહાયની ચુકવણી કરવામાં આવશે.
  • બીજા તબકકાની ચુકવવાપાત્ર ૫૦% સહાય (રૂ.૧૦૦ પ્રતિ રનીંગ મીટર દીઠ અથવા થનાર ખર્ચના  ૫૦% બે માંથી જે ઓછુ હોય તે પ્રમાણે ) સંપુર્ણ કામગીરી પૂર્ણ થયા બાદ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિ. દ્વારા નિમાયેલ થર્ડ પાર્ટીનો જી.પી.એસ. લોકેશન સહિતનો ઇન્સ્પેકશન રિપોર્ટ મળ્યા બાદ ચુકવવામાં આવશે.


કાંટાળી તારની વાડ માટેના સ્પેસિફિકેશન્સ

  • થાંભલા ઉભા કરવા માટે ખાડાનુ મા૫:- ૦.૪૦ x ૦.૪૦ x ૦.૪૦
  • થાંભલાની સાઇઝ:-(સિમેન્ટ કોંક્રિટના પ્રિટ્રેસ્ટ અને પ્રિકાસ્ટ થાંભલા, એપ્રુવ્ડ કવોલીટીના, ઓછામાં ઓછા ચાર તાર વાળા અને મિનિમમ ડાયામીટર ૩.૫૦ એમ.એમ.) ૨.૪૦ x ૦.૧૦ x ૦.૧૦ મીટર
  • બે થાંભલા વચ્ચેનું ઓછામાં ઓછુ અંતર ૩ મીટર
  • દર પંદર મીટરે સહાાયક થાંભલા બંને બાજુ મુકવાના રહેશે તેનુ મા૫ /સાઇઝ મૂળ થાંભલા મુજબ જ રહેશે.
  • થાંભલાના ૫ાયામાં ૧ સિમેન્ટ : ૫ રેતી : ૧૦ કાળી ક૫ચી મુજબ  સિમેન્ટ કોંક્રિટથી પાયામાં પુરાણ કરવાનું રહેશે.
  • કાંટાળા તાર (Barbed Wire) માટેના લાઇન વાયર તથા પોઇન્ટ વાયરના મિનિમમ ડાયામીટર ૨.૫૦ એમ એમ. વત્તા-ઓછા નું પ્રમાણ ૦.૦૮ એમ.એમ. રહેશે. કાંટાળા તાર આઇ.એસ.એસ. માર્કાવાળા ગેલ્વેનાઇઝડ, ડબલ વાયર અને જી.આઇ.કોટેડ હોવા જોઇએ.
  • કાંટાળી તારની વાડ બનાવવાની યોજના(Tar Fencing Yojana)

ખેતરની ફરતે ફેન્સીંગ બનાવવાની યોજનાના ૫રિ૫ત્રો/ઠરાવો

સરકારના કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગનો તા.૦૮/૧૨/૨૦૨૦નો ઠરાવ

તા.૨૨/૧૨/૨૦૨૦ના રોજ બહાર પાડેલ યોજનાના અમલીકરણ અંગેની ગાઇડલાઇન


Kantali Vad Yojana Gujarat ઓનલાઇન અરજી કઈ રીતે કરવી? 

કાંટાળી વાડ યોજનાનો લાભ લેવા માટે તમારે i khedut પોર્ટલથી online application એપ્લિકેશન કરવાની છે.

૧.  i khedut પોર્ટલથી ઓપન કરો

૨. તેની સાઈટ ખુલશે તેમા “યોજના” લખેલુ છે તેમા ટીક કરો.

૩. એક મેનુ ખુલશે તેમા “close” લખેલુ છે તેના પર ટીક કરો.

૪. તેમા બધી યોજના ખુલશે જેમા તમારે “ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશલ લિ” વાળા ખાનામા “વિગતો માટે અહી ક્લિક કરો” તેના પર ટીક કરો.

૫. જેમા નીચે ૬ નમ્બરના ખાનામા “અરજી કરો” લખેલુ છે તેના પર ટીક કરો.

૬. પેજ ખુલશે તેમા “નવી અરજી કરવા ક્લિક કરો” લખેલુ છે તેના પર ટીક કરો.

૭. ગુજરાતી એક ફોર્મ ખુલશે તેમા તમારી બધી માગેલી વિગત લખો. લખાઇ ગયા પછી ફોર્મમા નીચે “અરજી સેવ કરો” લખેલુ છે તેના પર ટીક કરો.

૮. જે પેજ ખુલશે તેમા તમારો અરજી ક્રમાંક લખેલો હશે તેને નોટમા લખી લેવો અને જો મોબાઇલથી કામ કરતા હોય તો તેનો સ્ક્રિનશોટ પાડી લેવો.


કાંટાળા તારની વાડ માટેનું અરજીપત્રક gujarat forest

આ યોજનાનો લાભ ગુજરાતમાં વસતા તમામ ખેડૂત ભાઈઓ બહોળા પ્રમાણમા લે તેના માટે અહી તેની યોજનાની માહિતી તેમજ તેનું પરિપત્ર આપ્યો છે.

ઉપરની માહિતી સારી લાગી હોય તો આ વેબસાઇટ ને સબસ્ક્રાઈબર કરો. કાઇપણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો. 

અમારી આ વેબસાઇટ પર ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની અવનવી યોજનાઓ જાણવા અમારી સાથે જોડાયેલા રહો. 

મને આશા છે કે અમારો કાંટાળી તારની વાડ બનાવવાની યોજના(tar fencing yojana gujarat) વિશેનો આ લેખ આપને જરૂર પસંદ આવ્યો હશે. મારી હંમેશા એ કોશિશ રહેશે કે હું મારા વાચકોને સરકારી યોજનાઓ વિશે ગુજરાતીમાં સંપૂર્ણ માહિતી આપી શકું જેથી તમને કોઈ અન્ય સાઇટ કે અન્ય કોઇ લેખનુ વાંચન ના કરવું પડે. એના કારણે તમારા સમયની પણ બચત થશે અને એક જ જગ્યાએથી તમને સંપૂર્ણ ઇન્ફોર્મેશન મળી જશે. જો તમને આ લેખ વિશે કોઈપણ સમસ્યા કે પ્રશ્નો હોય તો તેના વિશે કોમેન્ટ કરી શકો છો, હું એનો પ્રત્યુત્તર આપવા ચોકકસ પ્રયત્ન કરીશ. જો તમે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના ની માહીતી મેળવવા માંગતા હોય  તો અમારો તે લેખ લીંક ૫ર કલીક કરી વાંચી શકો છો. આશા છે કે એ લેખ ૫ણ તમને જરૂર ગમશે  


મિત્રો આ લેખમાં જે ૫ણ માહિતી રજુ કરવામાં આવી છે તે માહિતી સરકારશ્રીના કાંટાળી તારની વાડ બનાવવાની યોજના(tar fencing yojana gujarat) અંગેના ૫રિ૫ત્રો/ઠરાવોનો અભ્યાસ કર્યા બાદ જ તૈયાર કરવામાં આવેલ છે જેમાં માનવ સહજ ભુલ થવાની શકયતા છે તેમજ તેમાં સરકારશ્રી દ્વારા નવા સુઘારાઓ ૫ણ કરવામાં આવી શકે છે. જેથી આ યોજના વિશેની વઘુ માહિતી માટે આ૫ સરકારશ્રીની અઘિકારીત વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in/ની મુલાકાત લઇ શકો છો.


જો તમને આ લેખ દ્વારા કંઈક શીખવા મળ્યું હોય અને અમારો લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે સોશિયલ મીડિયાના માઘ્યમો જેવા કે ફેસબુક, ટ્વિટર, whatsapp વિગેરેમાં અવશ્ય શેર કરજો.

બુધવાર, 3 જુલાઈ, 2024

Smartphone Sahay Yojana ikhedut 2024- ખેડૂત સ્માર્ટફોન સહાય યોજનામાં મોબાઈલ ખરીદવા માટે 6000રૂપિયા મળશે

Mobile Sahay Yojana Gujarat 2024 | મોબાઈલ સહાય યોજના ગુજરાત 2024


આ યોજના માટે ઓનલાઈન અરજી, પાત્રતા, લાભાર્થીઓ, લાભો, સુવિધાઓ, દસ્તાવેજો, સત્તાવાર વેબસાઈટ, હેલ્પલાઈન નંબર (Khedut Mobile Sahay Yojana Gujarat 2024 @ikhedut ,Smartphone Sahay Yojana Gujarat 2024, Benefit, Online Apply, Registration, Eligibility, Beneficiary, Documents, Official Website, Helpline Number, Last date)


Smartphone Sahay Yojana ની વિગતો

✓ યોજનાનું નામ : ખેડૂત સ્માર્ટફોન સહાય યોજનામ
✓ વેબસાઈટ : https://ikhedut.gujarat.gov.in/
✓ યોજનાનો મુખ્ય ઉદ્દેશ : ખેડૂતોને ખેતી માટેની માહિતી મેળવવા માટે સ્માર્ટફોન સહાય મળે તે માટેની યોજના
✓ લાભાર્થી : ગુજરાતના ખેડૂતોના તમામ

ખેડૂત મોબાઈલ સહાય યોજના માટે અરજીની તારીખ

ખેડૂત મોબાઈલ સહાય યોજના 2024 નો લાભ 9 જાન્યુઆરી 2024 થી લઇ શકો છો.

Smartphone Sahay Yojana નો હેતુ


ગુજરાતના ખેડૂતો ડિજિટલ સર્વિસનો વધુમાં વધુ લાભ લે અંત્યત જરૂરી છે. ખેડૂતો ડીજીટલ સેવા હેઠળ ખેડૂત ઉપયોગી માહિતી મેળવે,રોગ જીવાત નિયંત્રણની તકનીક, ખેડૂતલક્ષી સહાય વગેરે માહિતી મોબાઈલના ટેરવે મેળવે તે અગત્યનો હેતુ છે. આ હેતુસર ખેડૂતો સ્માર્ટફોનની ખરીદી કરે તો સહાય આપવામાં આવશે.

મોબાઇલ સહાય યોજના પાત્રતા ધોરણો

આ યોજના હેઠળ ખાતેદાર ખેડૂતને આજીવન એક વખત સહાય મળવાપાત્ર રહેશે. આ સહાય ફકત સ્માર્ટફોનની ખરીદી માટે જ આપવામા આવે છે, સ્માર્ટફોન માટેની અન્ય એસેસરીઝ જેવી કે બેટરી બેકઅપ ડીવાઇઝ, ઇયર ફોન, ચાર્જર,ગ્લાસ, કવર વગેરી જેવા સાધનો માટે સહાય મળવાપાત્ર રહેશે નહી.
  • આ યોજનાનો લાભ રાજયમાં ખેતીની જમીન ધરાવતા કરતાં તમામ ખેડૂતોને મળવાપાત્ર રહેશે. આ યોજના હેઠળ ખાતેદાર ખેડૂત એક કરતા વધુ ખાતા ધરાવતા હશે તો પણ એક જ વાર સહાય આપવામા આવે છે.
  • પસંદ થયેલ લાભાર્થીઓએ પૂર્વ મંજૂરી મળ્યે તારીખથી દિન.૩૦ માં સ્માર્ટફોન ખરીદવાનો રહેશે.
  • આ મોબાઇલ સહાય યોજના માટે i-khedut પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની હોય છે.
  • અરજદાર દ્વારા i-khedut પોર્ટલ પર કરવામાં આવેલ અરજીમાં આપેલ કોઈ પણ વિગતો ખોટી જણાશે તો, પૂર્વ મંજુરી આધારિત ખરીદ પ્રક્રિયા પૂર્ણ કરેલ હોવા છતાં અરજદારની અરજી રદ ગણવામાં આવશે અને સહાય મળવાપાત્ર રહેશે નહી. આ અંગે અરજદારનો હક્ક- દાવો રહેશે નહીં.

ikhedut મોબાઇલ યોજના ડોકયુમેન્ટ લીસ્ટ

મોબાઇલ સહાય યોજના અન્વયે મંજૂરી મળ્યે 30 દિવસમાં સ્માર્ટફોનની ખરીદી કર્યા બાદ અરજદાર ખેડૂતે સહી કરેલ અરજીની પ્રીંટ સાથે નીચે મુજબના સાધનિક પુરાવા ગ્રામસેવક ને રજૂ કરવા પડે છે.
  1. અનુસૂચિત જાતિ / અનુસૂચિત જનજાતિ અંગેનું પ્રમાણપત્ર ( જો લાગુ પડતું હોય તો)
  2. ખેડૂતના 7 12,  ૮-અ ની નકલ
  3. બેંક પાસબુકની નકલ અથવા રદ કરેલો ચેક
  4. દિવ્યાંગ પ્રમાણપત્રની નકલ (લાગુ પડતું હોય તો)
  5. આધાર કાર્ડની નકલ
  6. સ્માર્ટફોન ખરીદી કરેલ હોવા અંગેનું GST નંબર ધરાવતું અસલ બીલ
  7. મોબાઇલનો IMEI નંબર

Online Apply Khedut Mobile Sahay Yojana 2024

ખેડૂતોને આ યોજનાનો લાભ લેવા માટે ikhedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. ત્યારબાદ અરજદાર ખેડૂતે અરજીની પ્રિન્ટ આઉટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે. આ યોજના માટે વધુ માહિતી માટે તમારા વિસ્તારના ગ્રામ સેવક, તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી(ખેતી) અથવા જિલ્લા કક્ષાએ “જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી” નો સંપર્ક કરવાનો રહેશે. Khedut Mobile Sahay Yojana 2024 ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની વિગતવાર માહિતી નીચે મુજબ આપેલી છે.
  • સૌપ્રથમ પોતાન મોબાઈલ કે કોમ્પ્યુટર પર Google ઓપન કરીને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
  • જ્યાં ikhedut portal ની Official Website  ખોલવી.
  • આઈ ખેડૂત પોર્ટલ વેબસાઈટમાં Home Page પર “યોજના” પર દેખાશે તેના પર ક્લિક કરવાની રહેશે.
  • વેબસાઈટ પર યોજના પર ક્લિક કર્યા પછી નવું પેજ ખૂલશે જેમાં “ખેતીવાડી ની યોજનાઓ” પર ક્લિક કરવાનું રહેશે.
  • “Khetivadi ni yojana” ખોલ્યા બાદ જ્યાં ક્રમ નંબર-2 પર આપેલી “સ્માર્ટફોન ની ખરીદી પર સહાય” યોજના પર ક્લિક કરીને આગળ પ્રક્રિયા ચાલુ રાખવાની રહેશે.
  • જેમાં “Smartphone Ni Kharidi Par Sahay”  યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને નવું પેજ ખોલવાની રહેશે.
  • જો તમે ikhedut portal પર રજીસ્ટર આગાઉ કરેલું હોય તો “હા” સિલેટર કરવાનું રહેશે અને રજીસ્ટેશન નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
 

Online Application Form । ઓનલાઈન અરજી ફોર્મ

  • ખેડૂત દ્વારા પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખીને  Captcha Image નાખવાની રહેશે.
  • લાભાર્થી ખેડૂત દ્વારા ikhedut પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો ‘ના’ પસંદ કરીને Online Arji કરવાની રહેશે.
  • ખેડૂત લાભાર્થી દ્વારા Farmer Smartphone Sahay Yojana ની સંપૂર્ણ માહિતી પછી તેની ચકાસણી કર્યા બાદ “અરજી સેવ કરો” તેના પર ક્લિક કરવાનું રહેશે.
  • આ યોજનામાં ઓનલાઈન ભરેલી માહિતીની પૂરેપૂરી ચોક્ક્સાઈ કર્યા બાદ Application Confirm કરવાની રહેશે.
  • લાભાર્થી દ્વારા ઓનલાઈન અરજી એક વાર કન્‍ફર્મ કર્યા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં.
  • ખેડૂત લાભાર્થીએ Online Arji કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ કઢાવાની રહેશે.
  • અરજી પ્રિન્‍ટ કરીને જરૂરી સહિ અને સિક્કા કર્યા બાદ આપના વિસ્તારના ગ્રામ સેવક તથા સંબંધિત તાલુકા વિસ્તરણ અધિકારી(ખેતી) ડોક્યુમેન્‍ટ સાથે આપવાની રહેશે.

Imp Links

સંપૂર્ણ માહિતી જુઓઅહીં ક્લિક કરો
Official WebsiteClick Here 
Apply OnlineClick Here
Join WhatsApp Click Here
અન્ય સરકારી યોજનાઓઅહીં ક્લિક કરો

પ્રજ્ઞાવર્ગ સમય પત્રક 2026 | New PRAGNA TimeTable PDF Download

 ધોરણ ૧,૨ ના વર્ગ શિક્ષકે પોતાના વર્ગમાં શૈક્ષણિક કાર્ય કરવા માટે સોમવારથી શનિવાર સુધીનું આયોજન કરવાનું હોય છે, કયા દિવસે અને કયા સમયે કયો વ...