નવી અપડેટ મેળવવા માટે WhatsApp - Telegram - Facebook પર Follow કરો... ❤️

Matrikottar Scholership / SC વિદ્યાર્થીઓ માટે મેટ્રિકોત્તર શિષ્યવૃત્તિ યોજના

SC વિદ્યાર્થીઓ માટે મેટ્રિકોત્તર શિષ્યવૃત્તિ યોજના 2025-26

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, ભારત સરકાર દ્વારા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે મેટ્રિકોતર શિષ્યવૃત્તિ યોજના હેઠળ વર્ષ 2025-26 માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી રહી છે. આ યોજના અંતર્ગત ઉચ્ચતર શૈક્ષણિક અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવશે.


📌 યોજનાનો હેતુ

અનુસૂચિત જાતિ વર્ગના ગરીબ અને લાયક વિદ્યાર્થીઓને ઉચ્ચતર શિક્ષણમાં પ્રોત્સાહન આપવું અને તેમની આર્થિક મદદ કરવી.

✅ લાભાર્થી કોણ?

  • વિદ્યાર્થીના માતા-પિતાની વાર્ષિક આવક રૂ. 2.50 લાખથી વધુ ન હોવી જોઈએ.
  • માન્યતા પ્રાપ્ત સંસ્થાઓ/યુનિવર્સિટીઓ/કોલેજો/શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ.

📌 જરૂરી દસ્તાવેજો

  • આધાર નંબર (UIDAI)
  • મોબાઈલ નંબર
  • જોડાયેલ બેંક ખાતું
  • આવક પ્રમાણપત્ર
  • પાછલા વર્ષનું માર્કશીટ
  • જાતિ પ્રમાણપત્ર

📌 કાર્યક્ષેત્ર

  • ધોરણ 11 અને ત્યારબાદ દરેક માન્યતા પ્રાપ્ત અભ્યાસક્રમ.
  • લાભાર્થીઓની પસંદગી રાજ્ય સરકાર અથવા સંઘ રાજ્ય ક્ષેત્ર દ્વારા કરવામાં આવશે.
  • સૌથી ગરીબ પરિવારોના વિદ્યાર્થીઓને પ્રાથમિકતા મળશે.

📌 શિષ્યવૃત્તિ લાભ

  • સંપૂર્ણ ટ્યુશન ફી (હોસ્ટેલ સહિત) ચૂકવવામાં આવશે.
  • પ્રતિ વર્ષ રૂ. 2800/- થી લઇને રૂ. 13500/- સુધીનું શૈક્ષણિક ભથ્થું મળશે.
  • દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ખાસ 90% વધારાનું ભથ્થું મળશે.

📌 અરજી પ્રક્રિયા

વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કરવા માટે આધિકારીક વેબસાઇટ પર જઈને તમામ જરૂરી વિગતો અને દસ્તાવેજો સાથે રજિસ્ટ્રેશન કરવું પડશે.

📌 મહત્વની લિંક

👉 યોજના માટે અહીં ક્લિક કરો

Matrikottar Scholership / SC વિદ્યાર્થીઓ માટે મેટ્રિકોત્તર શિષ્યવૃત્તિ યોજના


⚠️ નોંધ

  • અરજી કરતી વખતે સાચા દસ્તાવેજો અપલોડ કરવો અનિવાર્ય છે.
  • છેલ્લી તારીખ પહેલા અરજી પૂર્ણ કરો.

વધુ માહિતી માટે QR કોડ સ્કેન કરો અથવા ઉપર આપેલી લિંક પર ક્લિક કરો.

Join Us