ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 9 અને ધોરણ 11 ના વિધ્યાર્થીઓને શૈક્ષણિક વર્ષ 2020-21 માટે માસ પ્રમોશન આપવાની જાહેરાત કરવામાં આવી છે. તેમજ, માસ પ્રમોશન અંગેની માર્ગદર્શક સૂચનાઓ અંગે પરીપત્ર કરવામાં આવ્યો છે.
પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા પણ ધોરણ 1 થી 8 ના વિધ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે. તેની સાથે ઉનાળુ વેકેશનની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. જે પ્રમાણે તારીખ 03 મે થી 06 જૂન સુધી તમામ શાળાઓમાં Vacation રહેશે.
2020 નું વર્ષ શિક્ષણ ક્ષેત્રે ખુબજ કપરું રહ્યું છે. શિક્ષણ વિભાગ અને શિક્ષકો દ્વારા વિધ્યાર્થીઓના શિક્ષણ માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા. પરંતુ પરિસ્થિતીની સામે એ તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા. GCERT દ્વારા Gujarat-e-class નામે Youtube ચેનલ ચાલુ કરવામાં આવી અને તેના દ્વારા ધોરણ 1 થી 12 ના વિધ્યાર્થીઓ માટે Live Virtual Claas શરૂ કરવા માવ્યા. જેનાથી વિધ્યાર્થીઓએ ઘરે રહીને ઓનલાઈન શિક્ષણ મેળવ્યું.
ધોરણ 10 (SSC) અને ધોરણ 12 (HSC) બોર્ડની પરીક્ષાઓ પણ સ્થગિત કરવામાં આવી છે. તે પરીક્ષાઓ ક્યારે લેવાશે ? અથવા લેવાશે કે નહીં તેના માટે અત્યારે કોઈ સૂચનાઓ મળેલ નથી.
પ્રાથમિક અને માધ્યમિક તમામ શિક્ષક મિત્રો દ્વારા MS Team માં માધ્યમથી અને "શેરી શિક્ષણ" પ્રોજેકટના માધ્યમથી તમામ બાળકોને શિક્ષણ આપવાના અથાગ પ્રયત્નો કર્યા છે અને કરી રહ્યા છે.
પરંતુ વર્તમાન પરિસ્થિતી જોતાં અત્યારે શિક્ષણ માટેના કોઈ સ્પષ્ટ નિર્ણયો સરકાર કે શિક્ષણ વિભાગ આપી શકે તેમ નથી, એ જોતાં પ્રાથમિક ધોરણ 1 થી 8 અને માધ્યમિક ધોરણ 9 અને 11 માં માસ પ્રમોશન જાહેર કરવામાં આવેલ છે.
માસ પ્રમોશન બાબતે સૂચનાઓ અને પરિપત્ર જુઓ.