Advertisement

SCE "રચનાત્મક મૂલ્યાંકનનું પત્રક" Pragati_Patrak-A, ધોરણ- 3 થી 8

શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન (SCE) માં "રચનાત્મક મૂલ્યાંકનનું પત્રક" Pragati_Patrak-A ખુબજ અગત્યનું પત્રક ગણાય છે. દરેક વર્ગનું વિષયવાર મૂલ્યાંકન કરવા માટે તેમાં નોંધ કરવામાં આવે છે. વર્ષની શરૂઆતથી જ આપત્રકમાં નોંધ શરૂ કરવામાં આવે છે, જેમાં એકમ દરેક એકમ (પાઠ) પૂરો થાય ત્યારે નોંધ કરાય છે. વર્ષાન્તે તેના આધારે વિદ્યાર્થિનીએ પ્રગતિ નક્કી કરાય છે.

SCE પરિણામ પત્રકો (Parinam Patrako) ધોરણ 1 થી 8 : GCERT ગુજરાત દ્વારા પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન (Evaluation) કરવા માટે SCE Patrako તૈયાર કરવામાં આવેલા છે. જેમાં નીચે મુજબના પત્રકો A થી F સુધીના નિભાવવાના અને તૈયાર કરવાના હોય છે.
આ તમામ SCE પ્રગતિ પત્રકો કેવીરીતે ભરવા અને તેમાં કેવી નોંધ કરવી તેનામાટે SCE Teacher Guideline પણ આપવામાં આવેલી છે. જેનો અભ્યાસ કરીને શિક્ષક જરૂરી માર્ગદર્શન મેળવી શકે છે.

પત્રક-A માં અધ્યયન નિષ્પત્તિઓ (મહત્તમ-20) હોય છે. જેના કુલ 40 ગુણ ગણાય છે. ધોરણ 3 થી 8 માટે તમામ વિષય (ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, ગણિણ, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, સંસ્કૃત) નું આ પત્ર ક સત્રવાઈજ એમ પ્રથમ સત્ર અને બીજા સત્ર બંનેના નિભાવવાના હોય છે. પ્રથમ સત્રના 40 ગુણ અને બીજા સત્રના 40 ગુણ ગણતરીમાં લેવાના રહે છે.
આ તમામ અધ્યયન વિધાનમાં  ✓ ? x  મુજબ નિશાનીઓ આધારે નોંધ કરવાની હોય છે.

રચનાત્મક મૂલ્યાંકનનું પત્રક -A ભરવા માટેની સૂચનાઓ :
  • ધોરણ 3 થી 8 માં ધોરણવાર અને વિષયવાર સત્રદીઠઉપર મુજબ અલગ - અલગ મૂલ્યાંકન પત્રકો બનાવવાં.
  • જે તે વિષયના અભ્યાસક્રમ પ્રમાણે સત્રની અધ્યયન ઉપલબ્ધિઓ ક્રમિકનોંધવી . જે વિષયમાં અધ્યયન ઉપલબ્ધિઓ ન આપેલ હોયત્યાં પ્રકરના ક્રમ લખવા.
  • જે તે વિષયમાં જેમ જેમ અભ્યાસક્રમ ચાલે તેમતેમજેતે અ.ઉ.પ્રકરણનું તરતજમૂલ્યાંકન કરવું.
  • જે - તેઅ.ઉ . મૂલ્યાંકન કરતાં અ.કે. સિદ્ધથઈ હોયતોનું નિશાન કરવું , થોડીઘણી કચાશ હોયતો ? નું નિશાન કરવું.જે વિદ્યાર્થીને કશું જનઆવડે એટલે કે અ.લ. સિદ્ધનથઈ હોય તો x નું નિશાન કરવું.
  • જે વિધાર્થીન X ની કે ? નીનિશાની થઈ હોય તેના માટે તરતજ અન્ય પદ્ધતિ કે પ્રયુક્તિનો ઉપયોગ કરીપુનઃઅધ્યાપન કરવું . ત્યારબાદપુનઃમૂલ્યાંકન કરવું . તેમાં વિધાર્થી ઉચ્ચસિદ્ધિ મેળવે ત્યારે તેને આધારે સંબંધિતનિશાની કરવી.
  • કોઈ વિદ્યાર્થીએકજ પ્રયત્નમાં નશીખી શકે તો એવા સંજોગોમાં એકજ અધ્યયન ઉપલબ્ધિનાખાનામાં ત્રણેય નિશાનીઓ પણ આવી શકે છેલ્લે ૪ નું નિશાન આવે તે માટે સંનિષ્ઠ પ્રયત્નો કરવા.
  • વિદ્યાર્થીના નામ સામે સત્રાંતે દરેક નિશાનીઓની કુલ સંખ્યાની ગણતરી કરી જે - તે ખાનામાં નિશાનીઓની સંખ્યા લખવી. 
  • આપેલ સૂત્રની મદદથી 40 માંથી ગુણ મળશે, જે છેલ્લાખાનામાં નોંધવા.
                            40
--------------------------------------------------   =   x ✓ નિશાનીવાળી સંખ્યા
સત્રની કુલ અધ્યયન ઉપલબ્ધિઓની સંખ્યા.
  • બંને સત્રમાં દરેક વિષયમાં આ રીતે અનૌપચારિક મૂલ્યાંકન કરવું.
  • સી.આર.સી. કો.ઓર્ડિનેટરે સત્રમાં બે વાર તેમજ કેળવણી નિરીક્ષકે સત્રમાં એકવાર આ પત્રક ચકાસવું અને સહી કરવી
Previous Post Next Post

Comments