![]() |
SCE Pragati_Patrak-B |
SCE પરિણામ પત્રકો (Parinam Patrako) ધોરણ 1 થી 8 : GCERT ગુજરાત દ્વારા પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન (Evaluation) કરવા માટે SCE Patrako તૈયાર કરવામાં આવેલા છે. જેમાં નીચે મુજબના પત્રકો A થી F સુધીના નિભાવવાના અને તૈયાર કરવાના હોય છે.
આ તમામ SCE પ્રગતિ પત્રકો કેવીરીતે ભરવા અને તેમાં કેવી નોંધ કરવી તેનામાટે SCE Teacher Guideline પણ આપવામાં આવેલી છે. જેનો અભ્યાસ કરીને શિક્ષક જરૂરી માર્ગદર્શન મેળવી શકે છે.
પત્રક-B માં કુલ 4 (ચાર) અધ્યયન ક્ષેત્રો હોય છે અને આ ચારેય ક્ષેત્રોના મળીને કુલ 40 અધ્યયન નિષ્પત્તિઓ / ક્ષમતા વિધાનો નક્કી કરવામાં આવેલા છે. દરેક અધ્યયન ક્ષેત્રદીઠ વિધ્યાર્થી કેટલી ક્ષમતાઓ સિધ્ધ કરી છે તે વર્ષના અંતે આ પત્રકના આધારે જાણી શકાય છે.
ક્ષેત્ર-1, વ્યક્તિગત અને સામાજિક ગુણો: અધ્યયનના આ ક્ષેત્રમાં કુલ 8 ક્ષમતાઓ હોય છે. જેમાં વિધ્યાર્થિના વ્યક્તિગત અને સામાજીકતાના ગુણોના વિકાસની નોંધ કરવામાં આવે છે.
ક્ષેત્ર-2, વિધ્યાર્થીના વલણો : અધ્યયનના આ ક્ષેત્રમાં કુલ 6 ક્ષમતાઓ હોય છે. તેમાં વિદ્યાર્થીના હકારાત્મક / નકારાત્મક વલણ તેમજ સમાજ, રાષ્ટ્ર પ્રત્યે પોતાની જવાબદારીના ગુણોની નોંધ કરવામાં આવે છે.
ક્ષેત્ર-3, વિધ્યાર્થીના રસના ક્ષેત્રો : અધ્યયનના આ ક્ષેત્રના બીજા 4 (ચાર) પેટા ક્ષેત્રો છે. (1). સાહિત્ય (2). સંગીત અને કલા (3). શારીરીક શિક્ષણ અને યોગ (4). સાંસ્ક્રુતિક કાર્યક્રમ. અધ્યયનના આ પેક્ષાક્ષેત્રોમાં મળીને કુલ 17 ક્ષમતા વિધાનો નક્કી કરવામાં આવેલા છે. જેમાં વિધ્યાર્થિની પ્રગતિ પ્રમાણે નોંધ કરાય છે.
ક્ષેત્ર-4, સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ અને કાર્યાનુભવ : અધ્યયનના આ ક્ષેત્રમાં કુલ 9 ક્ષમતા વિધાનો હોય છે. તેમાં શાળા કક્ષાએ કરવામાં આવતી અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં વિધ્યાર્થિની ભાગીદારી, અને કામગીરીના આધારે તેની પ્રગતિની નોંધ કરવામાં આવે છે.
પ્રગતિપત્રક -B ભરવા શિક્ષકશ્રી માટેની સૂચનાઓ :
- સતત મૂલ્યાંકનને આધારે પ્રત્યેક બાળકનું પ્રગતિ પત્રક તૈયાર કરવું.
- પ્રથમપાનાના ઉપરના ભાગમાં મહત્વની વિગતો કાળજીથી ભરવી.
- પ્રથમ પાના પરના પ્રથમ કોઠામાં શાળા તત્પરતા અન્વયે કરેલી પ્રવૃત્તિઓની તેમજ બીજા કોઠામાં ભાષા / ગણિત / પર્યાવરણ શિક્ષણ અન્વયે વર્ષ દરમિયાન કરાવેલ પ્રવૃત્તિઓની સંખ્યા લખવી.
- પરિણામપત્રકમાં પ્રત્યેક વિધાર્થી વિષયવસ્તુ અન્વયે પ્રગતિ પત્રકમાં કરેલી નોંધના આધારે A , B , C પૈકી કઈ કક્ષા ધરાવે છે તે નોંધવું.
- વિધાર્થીઓની સંખ્યા વધુ હોય તો વચ્ચેના ભાગમાં ઇનર ચિપકાવવું.
- પરિણામ પત્રક તૈયાર કરી આચાર્યશ્રીને વર્ગનાં બાળકોના પ્રગતિ પત્રક તથા પરિણામ પત્રક સહી કરીને આપવા તેમજ આચાર્યશ્રીની સહી પણ તેમાં અવશ્ય લેવી.
- પરિણામ પત્રક અને પ્રગતિ પત્રકો ફાઈલ કરવા આચાર્યશ્રીને આપો.
- પ્રત્યેક વિધાર્થી દીઠ આપવા સર્વગ્રાહી વિકાસાત્મક મૂલ્યાંકન પત્રકમાં જરૂરી નોંધ કરી તેમાં તમારી સહી કરવી, વિધાર્થીના વાલીશ્રીની સહી અવશ્ય કરાવવી. ત્યાર બાદ આ પત્રક આચાર્યશ્રીને સુપરત કરવું.
આચાર્યશ્રી માટેની સૂચનાઓ :
- સતત મૂલ્યાંકનને આધારે વર્ગશિક્ષકે ફાઈલ કરવા આપેલ પ્રત્યેક બાળકનું પ્રગતિ પત્રક તે બાળક ઉપરના ધોરણના શિક્ષકને પ્રગતિની જાણકારી માટે અવશ્ય આપવું.
- વર્ગશિક્ષક દ્વારા વિધાર્થી દીઠ આપવામાં આવેલ સર્વગ્રાહી વિકાસાત્મક મૂલ્યાંકન પત્રક તે બાળકના ઉપરના ધોરણના વર્ગશિક્ષકને સુપરત કરવા
Source by GCERT Gujarat