Advertisement

SCE "શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રક" Pragati_Patrak-C, ધોરણ- 3 થી 8

Pragati_Patrak-C
Pragati_Patrak-C

શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન (SCE) માં "પરિણામ પત્રક" Pragati_Patrak-C એ ખુબજ અગત્યનું પત્રક ગણાય છે. દરેક વિદ્યાર્થીનું વ્યક્તિગત મૂલ્યાંકન તેમજ વર્ગનું સરેરાશ મૂલ્યાંકનની નોંધ આ પત્રકમાં કરવામાં આવે છે.  વર્ષમાં બે વાર સત્રદીઠ અ પત્રકમાં નોંધ કરવામાં આવે છે. પ્રથમ સત્ર અને દ્રીતીય સત્ર. આ પત્રકમાં નોંધના આધારે વર્ષાન્તે વિદ્યાર્થિની પ્રગતિ નક્કી કરાય છે.

SCE પરિણામ પત્રકો (Parinam Patrako) ધોરણ 1 થી 8 : GCERT ગુજરાત દ્વારા પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન (Evaluation) કરવા માટે SCE Patrako તૈયાર કરવામાં આવેલા છે. જેમાં નીચે મુજબના પત્રકો A થી F સુધીના નિભાવવાના અને તૈયાર કરવાના હોય છે.
આ તમામ SCE પ્રગતિ પત્રકો કેવીરીતે ભરવા અને તેમાં કેવી નોંધ કરવી તેનામાટે SCE Teacher Guideline પણ આપવામાં આવેલી છે. જેનો અભ્યાસ કરીને શિક્ષક જરૂરી માર્ગદર્શન મેળવી શકે છે.

પત્રક-C માં વર્ષ, ધોરણ, શાળા, ગામ, તાલુકો, CRC, વર્ગશિક્ષક, સાથેની તમામ નોંધ હોય છે. 
જાતિવાઈજ, કુમાર કન્યા અને કુલ સંખ્યા પ્રમાણે મેળવેલ ગ્રેડ (A થી E) ની નોંઘ હોય છે. અ સિવાય
વિદ્યાર્થીનું નામ, જનરલ રજીસ્ટર નંબર, જન્મ તારીખ, અને વિષય પ્રમાણે પ્રથમ અને બીજા સત્રમાં મેળવેલા ગુણની નોંધ હોય છે. 

ગુણ વિભાજન અને ગણતરી :
 • 40 ગુણ : રચનાત્મક મૂલ્યાંકન
 • 40 ગુણ : સત્રાંત મૂલ્યાંકન
 • 20 ગુણ : સ્વ-અધ્યયનકાર્યના આધારે મૂલ્યાંકન
 • કુલ 100 ગુણ
આમ, પ્રથમ સત્રના 100 અને બીજા સત્રના 100 મળીને એક વિષયના 200 ગૂણની ગણતરી કરવામાં આવે છે. 

ધોરણ દીઠ ગુણની ગણતરી (મૂલ્યાંકન)
ધોરણ-3 
200 ગુણ : ગુજરાતી
200 ગુણ : ગણિત
200 ગુણ : પર્યાવરણ
200 ગુણ : વ્યક્તિત્વવિકાસ પત્રક-B ના આધારે
કુલ ગુણ : 800 

ધોરણ-4 
200 ગુણ : ગુજરાતી
200 ગુણ : ગણિત
200 ગુણ : પર્યાવરણ
100 ગુણ : હિન્દી
200 ગુણ : વ્યક્તિત્વવિકાસ પત્રક-B ના આધારે
કુલ ગુણ : 900 

ધોરણ-4 
200 ગુણ : ગુજરાતી
200 ગુણ : ગણિત
200 ગુણ : પર્યાવરણ
200 ગુણ : હિન્દી
200 ગુણ : અંગ્રેજી
200 ગુણ : વ્યક્તિત્વવિકાસ પત્રક-B ના આધારે
કુલ ગુણ : 1200

ધોરણ- 6, 7, 8
200 ગુણ : ગુજરાતી
200 ગુણ : ગણિત
200 ગુણ : વિજ્ઞાન અને ટેકનૉલોજિ
200 ગુણ : હિન્દી
200 ગુણ : અંગ્રેજી
200 ગુણ : સામાજિક વિજ્ઞાન 
200 ગુણ : સંસ્કૃત
400 ગુણ : વ્યક્તિત્વવિકાસ પત્રક-B ના આધારે
કુલ ગુણ : 1800

પ્રગતિપત્રક -B ભરવા શિક્ષકશ્રી માટેની સૂચનાઓ :
 1. સતત મૂલ્યાંકનને આધારે પ્રત્યેક બાળકનું પ્રગતિ પત્રક તૈયાર કરવું.
 2. પ્રથમપાનાના ઉપરના ભાગમાં મહત્વની વિગતો કાળજીથી ભરવી.
 3. પ્રથમ પાના પરના પ્રથમ કોઠામાં શાળા તત્પરતા અન્વયે કરેલી પ્રવૃત્તિઓની તેમજ બીજા કોઠામાં ભાષા / ગણિત / પર્યાવરણ શિક્ષણ અન્વયે વર્ષ દરમિયાન કરાવેલ પ્રવૃત્તિઓની સંખ્યા લખવી.
 4. પરિણામપત્રકમાં પ્રત્યેક વિધાર્થી વિષયવસ્તુ અન્વયે પ્રગતિ પત્રકમાં કરેલી નોંધના આધારે A , B , C પૈકી કઈ કક્ષા ધરાવે છે તે નોંધવું.
 5. વિધાર્થીઓની સંખ્યા વધુ હોય તો વચ્ચેના ભાગમાં ઇનર ચિપકાવવું.
 6. પરિણામ પત્રક તૈયાર કરી આચાર્યશ્રીને વર્ગનાં બાળકોના પ્રગતિ પત્રક તથા પરિણામ પત્રક સહી કરીને આપવા તેમજ આચાર્યશ્રીની સહી પણ તેમાં અવશ્ય લેવી.
 7. પરિણામ પત્રક અને પ્રગતિ પત્રકો ફાઈલ કરવા આચાર્યશ્રીને આપો.
 8. પ્રત્યેક વિધાર્થી દીઠ આપવા સર્વગ્રાહી વિકાસાત્મક મૂલ્યાંકન પત્રકમાં જરૂરી નોંધ કરી તેમાં તમારી સહી કરવી, વિધાર્થીના વાલીશ્રીની સહી અવશ્ય કરાવવી. ત્યાર બાદ આ પત્રક આચાર્યશ્રીને સુપરત કરવું. 
આચાર્યશ્રી માટેની સૂચનાઓ :
 1. સતત મૂલ્યાંકનને આધારે વર્ગશિક્ષકે ફાઈલ કરવા આપેલ પ્રત્યેક બાળકનું પ્રગતિ પત્રક તે બાળક ઉપરના ધોરણના શિક્ષકને પ્રગતિની જાણકારી માટે અવશ્ય આપવું.
 2. વર્ગશિક્ષક દ્વારા વિધાર્થી દીઠ આપવામાં આવેલ સર્વગ્રાહી વિકાસાત્મક મૂલ્યાંકન પત્રક તે બાળકના ઉપરના ધોરણના વર્ગશિક્ષકને સુપરત કરવા
Source by GCERT Gujarat

Previous Post Next Post

Comments