Advertisement

SCE "પ્રગતિ પત્રક" Pragati_Patrak-D-1, ધોરણ-1

SCE Pragati_Patrak-D-1
SCE Pragati_Patrak-D-1

શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન (SCE) માં "પ્રગતિ પત્રક" Pragati_Patrak-D-1 એ ધોરણ-1 માટે ખુબજ અગત્યનું પત્રક ગણાય છે. દરેક વિદ્યાર્થીનું વ્યક્તિગત મૂલ્યાંકનની નોંધ આ પત્રકમાં કરવામાં આવે છે.  સમગ્ર વર્ષ દરમિયાન આ પત્રકમાં નોંધ કરવામાં આવે છે. અને આ પત્રકમાં નોંધના આધારે વર્ષાન્તે વિદ્યાર્થિની પ્રગતિ નક્કી કરાય છે.

SCE પરિણામ પત્રકો (Parinam Patrako) ધોરણ 1 થી 8 : GCERT ગુજરાત દ્વારા પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન (Evaluation) કરવા માટે SCE Patrako તૈયાર કરવામાં આવેલા છે. જેમાં નીચે મુજબના પત્રકો A થી F સુધીના નિભાવવાના અને તૈયાર કરવાના હોય છે.
આ તમામ SCE પ્રગતિ પત્રકો કેવીરીતે ભરવા અને તેમાં કેવી નોંધ કરવી તેનામાટે SCE Teacher Guideline પણ આપવામાં આવેલી છે. જેનો અભ્યાસ કરીને શિક્ષક જરૂરી માર્ગદર્શન મેળવી શકે છે.

પ્રગતિ પત્રક-D-1 માં વિધ્યાર્થીનું નામ, જનરલ રજીસ્ટર નંબર, શાળાનું નામ, તાલુકો, વર્ગ અને હાજર દિવસો સાથેની નોંધ હોય છે. જેમાં,...
ભાષા/ પર્યાવરણ / ગણિત વિષયવસ્તુના સંદર્ભે કરેલી પ્રવૃત્તિઓ મુજબ કુલ 28 વિધાનો હોય છે. આ વિધાનોની સામે સારું, મધ્યમ અને સાધારણ આ ત્રણ ઓપ્શન આપેલા હોય છે, જેમાં વિધ્યાર્થિની પ્રગતિ મુજબ નોંધ કરવાની હોય છે. અને ગ્રેડ આપવાના હોય છે.
  • સારું માટે : A
  • મધ્યમ માટે : B
  • સાધારણ માટે : C 
વ્યક્તિત્વ વિકાસને લગતા વિધાનો માં કુલ 11 વિધાનો છે. આ વિધાનોની સામે (1) હંમેશા, (2) મોટે ભાગે, (3) ભાગ્યે જ. આ ત્રણ ઓપ્શન આપેલા હોય છે. 

ઉપર મુજબના વિધાનોનું મૂલ્યાંકન કરી આ પત્રક વર્ગ શિક્ષક અને આચાર્યની સહી સાથે વિધ્યાર્થીના વાલીને આપવાનું હોય છે. જેમાં વાલી માટેની નીચે મુજબની સૂચનાઓ પણ આપવામાં આવેલી હોય છે.

વાલીને સૂચના :
  1. આ વિકાસ પત્રક છે . તમારા બાળકે શાળામાં એક વર્ષ દરમિયાન વિવિધ બાબતોમાં કેટલા પ્રમાણમાં વિકાસ સાધ્યો છે તેની નોંધ આ પત્રકમાં છે.
  2. પત્રકમાં જ્યાં સાધારણ એવો ઉલ્લેખ હોય તો તમારું બાળક ઠોઠ છે એમ માની ન લેશો . “ સાધારણ ” એવી નોંધ તેને તમારી કે ઘરના ભણેલા અન્ય સભ્યોની મદદની ક્યાં જરૂર છે , તે સૂચવવા માટે કરેલ છે . વેકેશનમાં તેની કચાશ દૂર કરવા તમે તે પ્રયત્ન કરજો . તમારી થોડી મદદથી બાળકની ઘણી કચાશ દૂર કરી શકાશે અને તે આવતાં વર્ષમાં અભ્યાસક્રમ શીખવા માટે પરિપક્વતા પ્રાપ્ત કરશે.
  3. વેકેશનમાં બાળકને ખૂબ રમવા દેજો . પણ વર્ષ દરમિયાન શીખેલું ભૂલી ન જાય તે માટે તેણે શીખેલી બાબતો યાદ કરાવવા રોજ થોડો સમય તમારી પાસે બેસાડજો. 
  4. ઘરની નાની મોટી ખરીદીનાં કામ તેને સોંપણે અથવા તેને તમારી સાથે રાખશો , એ દ્વારા પણ તેણે શીખેલી ઘણી બધી બાબતો દૃઢ થશે. 
  5. તમારા બાળકની પ્રગતિ માટે કઈ - કઈ બાબતોની કાળજી તમારે લેવાની છે એ નીચેના વિભાગમાં વર્ગશિક્ષકે જણાવ્યું છે . શિક્ષકે સૂચવેલી બાબતો અંગે વેકેશનમાં વિશેષ કાળજી લેશો.
  6. વેકેશન ખૂલે ત્યારે તમારું બાળક ઉત્સાહભેર શાળાએ જાય એ માટે તમે તેને પ્રોત્સાહન આપશો , બને તો આવતા વર્ષે અવારનવાર વર્ગશિક્ષકને બાળકની પ્રગતિ અંગે પૂછતા રહેશો . 
નોંધઃ- શિક્ષકે વાલીને આપવાની વિશેષ સૂચના......
Source by GCERT Gujarat
Previous Post Next Post

Comments