સરકારે તાજેતરમાં આધારકાર્ડ અને ચૂંટણી કાર્ડ લિંક કરવા માટેની જાહેરાત કરી હતી. આધાર કાર્ડ સાથે પાનકાર્ડ, રેશનકાર્ડ વગેરે લિંક થવાના પહેલેથી જ શરૂ કરી દેવામાં આવ્યા હતા. ભારતના ચૂંટણી કમિશન દ્વારા આધારકાર્ડ અને ચૂંટણી કાર્ડ લિંક કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈ એક મતદાર એકથી વધુ મત વિસ્તારમાં ચૂંટણી કાર્ડ ન ધરાવતો હોય તેની ઓળખ કરવાનો અને મતદાર યાદીમાં મતદારોના નવા પ્રવેશને પ્રમાણિત કરવાનો છે.
Process for Linking Election Card with Aadhaar Card
પ્રશ્ન:
✓ આધારકાર્ડ સાથે ચૂંટણી કાર્ડ કઈ રીતે લિંક કરવું?
✓ શું આધારકાર્ડ સાથે ચૂંટણી કાર્ડ લિંક કરવું ફરજિયાત છે?
આધારકાર્ડ સાથે ચૂંટણી કાર્ડ લિંક કરો
1 આધાર કાર્ડ સાથે ચૂંટણી કાર્ડ કઈ રીતે લિંક કરવું?
1.1 સારાંશ
2 FAQs (વારંવાર પૂછાતા પ્રશ્નો)
2.1 શું આધારકાર્ડ સાથે ચૂંટણી કાર્ડ લિંક કરવું ફરજિયાત છે?
2.2 ચૂંટણીકાર્ડ અંગે માહિતી મેળવવા ક્યું એપ ડાઉનલોડ કરવું?
આધાર કાર્ડ સાથે ચૂંટણી કાર્ડ કઈ રીતે લિંક કરવું?
ચૂંટણી કાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરવાની પ્રક્રિયા બિલકુલ સરળ છે. નીચે આપેલા સ્ટેપ અનુસરી આધારકાર્ડ અને ચૂંટણી કાર્ડ લિંક કરો:
સ્ટેપ :
- સૌથી પહેલા તમારા Android કે iphone પર Voter Helpline એપ ડાઉનલોડ કરો: Android | iPhone
- Voter helpline એપ ખોલો અને તમારી ભાષા પસંદ કરો.
- ત્યારબાદ Explore બટન પર ક્લિક કરો અને Voter Service માંથી Electrol Authentication Form (Form 6B) ઓપ્સન પર ક્લિક કરો.
- હવે, Lets Start પર ક્લિક કરી તમારો મોબાઈલ નંબર નાખો અને OTP વેરિફાય કરો.
- ત્યારબાદ, તમારો EPIC નંબર (ચૂંટણી કાર્ડ નંબર) દાખલ કરો અને તમારું રાજ્ય પસંદ કરો.
- Fetch Details પર ક્લિક કરો અને તમારી વિગતો સાચી હોય તો Proceed બટન પર ક્લિક કરો.
- આગળના પેજ પર તમારો આધારકાર્ડ નંબર, નામ અને Email દાખલ કરો, પછી Proceed બટન પર ક્લિક કરો.
- બસ, તમારું આધારકાર્ડ ચૂંટણી કાર્ડ સાથે સફળતાપૂર્વક લિંક થઈ ગયું છે. તમારી સામે Reference ID પણ જોવા મળશે.
ચુંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે કેવી રીતે લિંક કરવું?
1. • NVSP દ્વારા ઓનલાઈન ચૂંટણી કાર્ડ સાથે આધારને કેવી રીતે લિંક કરવું?
2. • SMS દ્વારા ઓનલાઈન ચૂંટણી કાર્ડ સાથે આધાર લિંક કેવી રીતે કરવું
3. • મોબાઈલ દ્વારા ઓનલાઈન ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ ને કેવી રીતે લિંક કરવું
√ ઑફલાઇન મતદાર કાર્ડ સાથે આધારને કેવી રીતે લિંક કરવું
√ ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ લીંક નું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું?
√ મતદાર કાર્ડને આધાર કાર્ડ સાથે કેવી રીતે લિંક કરવું? । How to Link Voter ID Card with Aadhar Card in Gujarati
આપણે આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ સાથે લીંક કરવા માટે ઘણા રસ્તા છે જેમાં તમે ચૂંટણી કાર્ડ ની સતાવાર વેબસાઈટ NVSP દ્વારા, SMS દ્વારા, ફોન દ્વારા અને ઑફલાઈન.
NVSP દ્વારા ઓનલાઈન ચૂંટણી કાર્ડ સાથે આધારને કેવી રીતે લિંક કરવું?
NVSP પોર્ટલ દ્વારા મતદાર કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે નીચે માં સ્ટેપ અનુસરો:
STEP: 1
પ્રથમ, NVSP સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો. https://www.nvsp.in
STEP: 2
NVSP પોર્ટલના હોમ પેજ પર, એક બટન છે Voter Portal તેના પર ક્લિક કરો.
STEP: 3
તમને મતદાર પોર્ટલના નવા પેજ પર લઈ જવામાં આવશે
STEP: 4
તમારે પહેલા તમારા મોબાઈલ નંબર ઈમેલ આઈડી અથવા વોટર આઈડી નંબરથી લોગઈન કરવું પડશે અને તમારે તમારો પાસવર્ડ આપવો પડશે. ( જો તમે પહેલી વાર આ ઉપયોગ કરો છો તો તમારે પહેલા રેજીસ્ટ્રેશન કરવું પડશે પછી લોગીન કરવું પડશે)
STEP: 5
સફળતાપૂર્વક લૉગ ઇન થયા પછી તમારે ફક્ત તમારું નામ, જિલ્લો વગેરે જેવી મૂળભૂત માહિતી પ્રદાન કરવાની જરૂર છે, અને પછી Search બટન પર ક્લિક કરો.
STEP: 6
પછી તમારે “Feed Aadhaar number ” પર ક્લિક કરવાનું રહેશે અને એક પોપઅપ પેજ દેખાશે.
STEP: 7
ત્યારબાદ તમારે આધાર કાર્ડની વિગતો ભરવાની રહેશે
STEP: 8
પછી તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે અને એક સંદેશ દેખાશે કે એપ્લિકેશન સફળતાપૂર્વક સબમિટ કરવામાં આવી છે.
SMS દ્વારા ઓનલાઈન ચૂંટણી કાર્ડ સાથે આધાર લિંક કેવી રીતે કરવું
તમે તમારા EPIC કાર્ડ ને આધાર કાર્ડ સાથે પણ જોડી શકો છો:
- પ્રથમ, તમારે મોબાઇલ ફોન સાથે સિમ કાર્ડ હોવું જોઈએ.
- અને SMS સેવા માટે, તમારે 166 અથવા 51969 પર ટેક્સ્ટ સંદેશ મોકલવો આવશ્યક છે.
- સંદેશ ECILINK <ખાલી જગ્યા> ચૂંટણી કાર્ડ નંબર <ખાલી જગ્યા>આધાર નંબર તરીકે ફોર્મેટ થયેલ છે.
- જો કે, તમારે આ સંદેશ તમારા આધાર કાર્ડ સાથે લીંક મોબાઈલ નંબર પરથી મોકલવો પડશે.
- પછી તમને કન્ફર્મેશન મળશે કે આધાર કાર્ડ સાથે ચૂંટણી કાર્ડ લિંક થઈ જશે.
મોબાઈલ દ્વારા ઓનલાઈન ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ ને કેવી રીતે લિંક કરવું
ભારત સરકાર એ દેશના વિવિધ રાજ્યોમાં ઘણા કોલ સેન્ટરો ચાલુ કર્યા છે. આ હેતુ માટે ખાસ સ્થાપિત કરાયેલા કોલ સેન્ટરોને ફોન કરીને પણ આધારને EPIC કાર્ડ સાથે જોડવામાં આવી શકે છે.
તમારા EPIC અને આધાર કાર્ડને જોડવા માટે, અઠવાડિયાના દિવસોમાં સવારે 10 થી સાંજે 5 વાગ્યાની વચ્ચે ફક્ત 1950 ડાયલ કરો. અને તમારા EPIC અને આધાર કાર્ડની વિગતો સબમિટ કરો.
ઑફલાઇન મતદાર કાર્ડ સાથે આધારને કેવી રીતે લિંક કરવું
૦ ઑફલાઇન પદ્ધતિ પણ સરળ છે અને તેને "બૂથ લેવલ ઓફિસર્સ દ્વારા સીડિંગ" તરીકે પણ ઓળખવામાં આવે છે:
૦ તમે અરજી ફોર્મ ભરીને અને તમારા સ્થાનિક બૂથ લેવલ ઓફિસર (BLO)ને સબમિટ કરીને તમારા આધાર કાર્ડને તમારા મતદાર ID કાર્ડ સાથે લિંક કરી શકો છો.
૦ તે એકત્રિત થઈ ગયા પછી, ડેટાને પ્રોસેસ કરવા માટે બીજે ક્યાંક ટ્રાન્સફર કરવામાં આવશે.
મતદાર ID સાથે આધાર લિંકની સ્થિતિ કેવી રીતે તપાસવી
ચૂંટણી કાર્ડ આધાર લીંક નું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું?
- તમે ઉપરોક્ત કોઈપણ રીતે તમારી માહિતી મોકલ્યા પછી, સત્તાવાળાઓ તમારી અરજી મેળવતાની સાથે જ પ્રક્રિયા કરવાનું શરૂ કરશે.
- તમારી અરજીની પ્રગતિ ચકાસવા માટે તમારે NVSP પોર્ટલની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે.
- હોમ પેજ વિકલ્પ પર, Check Status Application માટે એક બટન દેખાશે તેના પર ક્લિક કરો.
- ત્યારબાદ Reference ID અથવા ટ્રેકિંગ નંબર દાખલ કરો.
- પ્રક્રિયાના અંતે પહોંચવા પર, તમને ચેતવણી આપતો સંદેશ દેખાશે કે વિનંતી પહેલાથી જ નોંધાયેલ છે અને હવે તેની પ્રક્રિયા કરવામાં આવી રહી છે.
સારાંશ
આશા રાખીએ કે, આધારકાર્ડ સાથે ચૂંટણી કાર્ડ લિંક કરવાની આ પ્રક્રિયા તમને સમજાઈ ગઈ હશે. એક જાગૃત નાગરિક તરીકે આ પ્રક્રિયા જરૂરથી કરી લેવી. ચુંટણી પંચ દ્વારા લિંક કરવાની પ્રક્રિયા ફરજિયાત નથી. આ આર્ટિકલ અંગે કોઈ મુજવણ હોયતો નીચે Comment કરીને જરૂરથી જણાવશો.
આવી અન્ય મહત્વપૂર્ણ માહિતી મેળવતા રહેવા માટે આમારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલમાં જોડાઓ.
FAQs (વારંવાર પૂછાતા પ્રશ્નો)
✓ શું આધારકાર્ડ સાથે ચૂંટણી કાર્ડ લિંક કરવું ફરજિયાત છે?
ના, અત્યાર સુધી આધારકાર્ડ સાથે ચૂંટણી કાર્ડને ફરજિયાત લિંક કરવા અંગે કોઈ સૂચના મળેલ નથી
✓ ચૂંટણીકાર્ડ અંગે માહિતી મેળવવા ક્યું એપ ડાઉનલોડ કરવું?
Voter Helpline App