મફત પ્લોટ યોજના અરજી ફોર્મ | Mafat Plot Yojana in Gujarati

મફત પ્લોટ યોજના અરજી |મફત પ્લોટ યોજના ફોર્મ
  
Topic
મફત પ્લોટ યોજના 2022
મફત પ્લોટ યોજના ફોર્મ 2022
મફત પ્લોટ યોજના ગુજરાત
મફત પ્લોટ યોજના ડોક્યુમેન્ટની યાદી
મફત પ્લોટ યોજના અરજી પક્રિયા

મફત પ્લોટ યોજના 2022:ગુજરાત પંચાયત વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ઘર વિહોણા કુટુંબ ને મકાન બાંધકામ માટે મફત પ્લોટ યોજના અમલમાં મુકવામાં આવેલ છે.રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને મજૂર વર્ગને પોતાનું ઘરનું મકાન બનાવવા 100 ચોરસ વારનો પ્લોટ મકાન બનાવવા માટે ફ્રી આપવામાં આવે છે.

મફત પ્લોટ યોજના 2022
ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા ઘર વિહોણા BPL યાદીમાં નોંધાયેલ ખેત મજૂરો તેમજ કારીગરો ને પોતાનું ઘરનું ઘર બનાવવા માટે મફત પ્લોટ યોજના વર્ષોથી અમલમાં છે.અત્યારસુધી આ યોજના અંતર્ગત 16 લાખથી વધુ લાભાર્થીઓને આ યોજના અંતર્ગત પ્લોટ ફાળવવામાં આવ્યા છે.રાજ્ય સરકારે તમામ ગરીબ લોકોને આ યોજનાનો લાભ વધુમાં વધુ મળે એ માટે તા.૦૧-૦૫-૨૦૧૭ ના રોજ નવો ઠરાવ કરીને આ યોજનામાં કેટલાક નવા સુધાર્યા કર્યા છે.

મફત પ્લોટ યોજના ફોર્મ 2022
આ યોજના અંતર્ગત પ્લોટ ફાળવણી ચોકસાઈ પૂર્વક અને પારદર્શક રીતે થાય એ માટે મફત પ્લોટ યોજનાનું એક નવું ફોર્મ પંચાયત વિભાગ દ્વારા તા.૩૦/૦૭/૨૦૨૨ ના રોજ બહાર પાડવામાં આવ્યું છે.નીચે આપેલ લિંક દ્વારા તમે ઓફિશિયલ ફોર્મનો નમૂનો ડાઉનલોડ કરી શકશો.

વિભાગનું નામ ગુજરાત પંચાયત વિભાગ
પોસ્ટનું નામ મફત પ્લોટ યોજના
લાભ કોને મળશે? ગ્રામ્ય વિસ્તારના ગરીબ લોકોને
અરજીનો પ્રકાર ઓફલાઇન
રાજ્ય ગુજરાત
ઓફિશિયલ વેબસાઈટ panchayat.gujarat.gov.in
મફત પ્લોટ યોજના ગુજરાત
રાજ્ય સરકાર ના પંચાયત વિભાગ દ્વારા આ યોજના વર્ષો પહેલા શરૂ કરવામાં આવી હતી.ગામડામાં જે લોકોની આર્થિક પરિસ્થિતિ સારી નથી એમને પોતાનું ઘર મળી રહે એ આ યોજના નો મુખ્ય ઉદ્દેશ છે.મફત પ્લોટ યોજનાનો લાભ વધારેમાં વધારે ગરીબ લોકોને મળે એ માટે પંચાયત વિભાગ દ્વારા તેમાં સુધારા વધારા કરવામાં આવે છે.

મફત પ્લોટ યોજના ડોક્યુમેન્ટની યાદી
મફત પ્લોટ યોજના નો લાભ લેવા માટે નીચે જણાવેલ ડોક્યુમેન્ટ તમારી જોડે હોવા જોઈએ:-
રેશનકાર્ડની નકલ
અરજી ફોર્મ
ચૂંટણી કાર્ડ અથવા આધારકાર્ડ ની નકલ
SECCના નામની વિગત
ખેતીની જમીન નથી તેવો દાખલો
પ્લોટ/મકાનની વિગત દર્શાવતો દાખલો

મફત પ્લોટ યોજના અરજી પક્રિયા
મફત પ્લોટ યોજના નો લાભ લેવા માટે લાભાર્થીએ ઓફલાઇન અરજી કરવી પડશે.અરજી કરવા માટે ગ્રામ પંચાયતમાંથી ફોર્મ મેળવી તેમાં માંગેલી તમામ વિગતો સચોટ ભરીને અને જે ડોક્યુમેન્ટ માંગ્યા હોય તે બધા જોડીને તલાટીમંત્રી ની સહી કરાવવાની રહેશે,ત્યારબાદ આ ફોર્મ તલાટી અને સરપંચ ના અભિપ્રાય પ્રમાણે મંજૂર અથવા નામંજૂર કરવામાં આવશે.

ફોર્મ ડાઉનલોડ કરવા: અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા: અહીં ક્લિક કરો

મફત પ્લોટ યોજના, મફત પ્લોટ યોજના અરજી પક્રિયા, મફત પ્લોટ યોજના ગુજરાત, મફત પ્લોટ યોજના ડોક્યુમેન્ટની યાદી, મફત પ્લોટ યોજના ફોર્મ
Previous Post Next Post