Advertisement

Raksha Bandhan (Rakhi) 2023: રક્ષાબંધન પર રાખડી બાંધવાનો શુભ સમય જાણો

ભાઈ-બહેનનો આ તહેવાર આ વખતે 30 મી ઓગસ્ટે ઉજવવામાં આવશે.

રક્ષાબંધનના તહેવારને હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી છે અને બજાર ફેશનેબલ રાખડીઓથી ધમધમતું જોવા મળી રહ્યું છે.  દર વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે.  ભાઈ-બહેનનો આ તહેવાર આ વખતે 11મી ઓગસ્ટે ઉજવવામાં આવશે.  શું તમે આ દિવસે તમારા પ્રિય ભાઈને રાખડી બાંધવાનો શુભ સમય /મુહૂર્ત જાણો છો?


રાખડી બાંધવાનો શુભ સમય


રાખડી બાંધવા માટે ,,, પૂજાનો સમય, શુભ મુહૂર્ત, શ્લોક, રાખડી બાંધવાનો શુભ સમય જોવા માટે અહીં ક્લિક કરો


શ્રાવણ સુદ 15 બુધવાર તે 30મી ઓગસ્ટ 2023 સવારે 10:40 થી છે, ચંદ્ર મકર રાશિમાં છે જે ભદ્ર (વિષ્ટિ) પાતાળ લોકમાં રહે છે અને તેથી તે પૃથ્વી લોક સાથે બંધાયેલ નથી, (સંદર્ભ પુસ્તક: જાતક તત્વ પુસ્તક), ડીટી.  બુધવાર 30મી ઓગસ્ટ 2023 પૂનમ સવારે 7:06 વાગ્યા સુધી છે (ધર્મસિંધુ ગ્રંથ અનુસાર જો પૂનમ સૂર્યોદયના ત્રણ મુહૂર્ત સુધી ન હોય તો બીજા દિવસે નોન-ભાદ્રદોષ દરમિયાન રક્ષાબંધન કરવાની સલાહ આપવામાં આવે છે) શુક્રવારની પૂનમ સવારે 7:06 વાગ્યા સુધી છે. પૂર્વાહન અને એકમનો ક્ષય છે (નિર્ણયસિંદુ ગ્રંથ મુજબ બીજા દિવસે રક્ષાબંધન કરવું યોગ્ય છે) તિથિ, સૌખ્યમ ગ્રંથ ઉપરાંત આરામસિદ્ધિ ગ્રંથ તિથિ, વાર, ભાદ્રા ગુરુવારે ગણાય છે.  11મી ઓગસ્ટ 2023 ના રોજ રક્ષા બંધન યોગ્ય લાગે છે અને તે પણ પ્રાંતીય માર્ગદર્શન મુજબ.


રાખડી બાંધવાનો શુભ સમય

● તા.૩૦/૮/૨૦૨૩ ગુરુવાર
● સવારે ૦૭:૧૦ થી ૧:૧૦
● બપોરે ૨:૩૦ થી ૪
● સાંજે ૫:૪૫ થી ૮:૩૦

આ વખતે ભદ્રા હોવાથી રક્ષા બંધન ક્યારે મનાવવી તેને લઇને અવઢવની સ્થિતિ છે. ત્યારે જાણીએ ભદ્રાની સમાપ્તિ બાદ રાખડી બાંધવાનું કયું શુભ મૂહૂર્ત છે.

Happy Raksha Bandhan 2023 Muhurat

આ વર્ષે રક્ષાબંધનના દિવસે  ભદ્રા પણ છે.  આ કારણે આ તહેવાર બંને દિવસ ઉજવવામાં આવી રહ્યો  છે,  તો જાણી રાખી બાંધવાનું શુભ મૂહૂર્ત શું છે.

30 ઓગસ્ટે આટલો સમય રહેશે ભદ્રા

30 ઓગસ્ટ, 2023 ના રોજ, ભદ્રા સવારે 10.58 વાગ્યે શરૂ થાય છે અને રાત્રે 09.01 સુધી ચાલે છે. આવી સ્થિતિમાં ભદ્રાની સમાપ્તિ પછી રાખડી બાંધવી શુભ રહેશે. ભદ્રકાળમાં રાખડી બાંધવાથી ભાઈની ઉંમર ઓછી થાય છે અને ભાઈ પર આફત આવે છે.

રાખડી બાંધવાનું શુભ મૂહૂર્ત


30 ઓગસ્ટ, 2023 ના રોજ આખો દિવસ ભદ્રાની છાયા રહેશે. કેટલાક લોકો સૂર્યાસ્ત પછી રાખડી બાંધતા નથી. આવી સ્થિતિમાં, જો તમે 31 ઓગસ્ટના રોજ રક્ષાબંધન ઉજવી રહ્યા છો, તો બ્રહ્મ મુહૂર્તને રાખડી બાંધવા માટે સૌથી વધુ શુભ માનવામાં આવે છે. આજે, 31 ઓગસ્ટના રોજ, તમે સવારે 4:26 થી 5:14 વચ્ચે રાખડી બાંધી શકો છો. આ સૌથી શુભ મૂહૂર્ત છે. આ સિવાય સવારે 7:05 સુધી પણ રાખડી બાંધી શકો છો. જો રાત્રે રાખડી બાંધવા ઇચ્છા હો તો આજે રાત્રે  સવારે :9:2 વાગ્યે ભદ્રા સમાપ્ત થાય છે તો રાત્રે 9:2 થી સવારે 7:05 સુધી રાખડી બાંધી શકો છો.

પરંતુ શું રાખડી રાત્રે બાંધી શકાય?

વર્ષ 2023 માં, રક્ષાબંધનનો શુભ સમય 30 ઓગસ્ટની રાત્રે 9:01 વાગ્યે શરૂ થશે. 30 ઓગસ્ટે આખો દિવસ ભદ્રાની છાયા છે. જેના કારણે તમે રાત્રે 9:01 મિનિટ પછી રાખડી બાંધી શકો છો. રાખડી બાંધવા માટે દિવસનો સમય શુભ હોય છે પરંતુ ભદ્રા હોવાથી આ વખતે રાતનો સમય શુભ છે. રાત્રે 9:2 થી સવારે  7:5 સુધી રાખડી બાંધી શકો છો.

રક્ષાબંધન પર ભાઈઓને મરવાનો શ્રાપ આપે છે બહેનો, જાણો ક્યાં છે આવો વિચિત્ર રિવાજ

Raksha Bandhan 2023: ભાઈ-બહેનના સંબંધોના ઘણા ઉદાહરણો આપવામાં આવે છે, આ સંબંધનો સૌથી મોટો તહેવાર રક્ષાબંધન છે, જેમાં બહેન તેના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેની લાંબી ઉંમર માટે પ્રાર્થના કરે છે. આ સાથે ભાઈ બહેનની રક્ષા કરવાનું વચન પણ આપે છે. આ તહેવાર દેશભરમાં અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે, ઘણી જગ્યાએ તેને અલગ અલગ નામ પણ આપવામાં આવ્યા છે. જો કે રાખીના તહેવારને લઈને એક જગ્યાએ ભાઈને શ્રાપ આપવાનો રિવાજ પણ છે, જેમાં બહેનો પોતાના ભાઈને મૃત્યુ માટે શ્રાપ આપે છે.

રક્ષાબંધન પર ભાઈને શ્રાપ આપવાનો ક્યાં છે રિવાજ

રક્ષાબંધન પર ભાઈને શ્રાપ આપવાનો આ રિવાજ છત્તીસગઢમાં છે. અહીં જશપુરમાં એક સમુદાય આવા રિવાજને અનુસરે છે. આ રિવાજ મુજબ, પહેલા બહેનો તેમના ભાઈને મૃત્યુનો શ્રાપ આપે છે અને પછી તેનું પ્રાયશ્ચિત કરે છે. આ માટે બહેનો પોતાની જીભ પર કાંટો ખુંચાડે છે, શ્રાપ આપ્યા પછી પ્રાયશ્ચિત તરીકે આમ કરવામાં આવે છે. આવું રક્ષાબંધન સિવાય ભાઈબીજ પર પણ કરવામાં આવે છે.

શ્રાપ આપવા પાછળની માન્યતા શું છે?

રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર આવો જાણીએ આવા રિવાજનું કારણ. વાસ્તવમાં આ શ્રાપ પણ ભાઈની રક્ષા માટે જ આપવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ ભાઈને યમરાજથી બચાવવા માટે કરવામાં આવે છે. અહીં આના સંબંધમાં કેટલીક વાર્તાઓ પણ કહેવામાં આવી છે, જેમાં એવું કહેવામાં આવે છે કે યમરાજ એક વખત એવા વ્યક્તિને લેવા આવ્યા હતા જેની બહેને તેને ક્યારેય શ્રાપ આપ્યો ન હતો. આ પછી, બહેનોએ તેમના ભાઈઓની રક્ષા માટે આ માન્યતાને અનુસરવાનું શરૂ કર્યું. ત્યારથી આ સમુદાય રક્ષાબંધનના તહેવાર પર ભાઈને શ્રાપ આપવાની આ માન્યતાને અનુસરે છે.

અહીં રક્ષાબંધનના તહેવારને લઈને ઘણી અલગ-અલગ અને વિચિત્ર માન્યતાઓ છે. જેનું આજ સુધી પાલન કરવામાં આવી રહ્યું છે. આ સિવાય પણ આવી ઘણી વાર્તાઓ કહેવામાં આવે છે, જેમાં ભાઈઓએ બહેનની રક્ષા માટે ઘણા બલિદાન આપ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Previous Post Next Post

Comments