શ્રાધ્ધ પક્ષની યાદી ૨૦૨૨
ભાદરવા મહિનાની પૂર્ણિમાથી પિતૃપક્ષની શરૂઆત થાય છે. તમને જણાવી દઈએ કે, પિતૃપક્ષ ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની અમાસ સુધી ચાલે છે. પિતૃપક્ષને શ્રાદ્ધ પક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. પિતૃપક્ષમાં પૂર્વજો માટે શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવે છે. આ દરમિયાન પૂર્વજો સંબંધિત કામ કરવાથી પૂર્વજોના આશીર્વાદ મળે છે અને પૂર્વજોને મોક્ષ મળે છે
ક્રમ | તારીખ | વાર | તિથિ |
---|---|---|---|
1. | 10.09.2022 | શનિવાર | પૂનમ / પડવાનું શ્રાધ્ધ |
2. | 11.09.2022 | રવિવાર | બીજનું શ્રાધ્ધ |
3. | 12.09.2022 | સોમવાર | ત્રીજનું શ્રાધ્ધ |
4. | 13.09.2022 | મંગળવાર | ચોથનું શ્રાધ્ધ |
5. | 14.09.2022 | બુધવાર | પાંચમનું શ્રાધ્ધ |
6. | 15.09.2022 | ગુરુવાર | છઠ્ઠનું શ્રાધ્ધ |
7. | 16.09.2022 | શુક્રવાર | સાતમનું શ્રાધ્ધ |
8. | 18.09.2022 | રવિવાર | આઠમનું શ્રાધ્ધ |
9. | 19.09.2022 | સોમવાર | નોમનું શ્રાધ્ધ |
10. | 20.09.2022 | મંગળવાર | દસમનું શ્રાધ્ધ |
11. | 21.09.2022 | બુધવાર | અગિયારસનું શ્રાધ્ધ |
12. | 22.09.2022 | ગુરુવાર | બારસનું શ્રાધ્ધ |
13. | 23.09.2022 | શુક્રવાર | તેરસનું શ્રાધ્ધ |
14. | 24.09.2022 | શનિવાર | ચૌદશનું શ્રાધ્ધ |
15. | 25.09.2022 | રવિવાર | સર્વ પિતૃ અમાસનું શ્રાધ્ધ |
વ્યક્તિના મૃત્યુની તિથિ અનુસાર શ્રાદ્ધ કરવામાં આવે છે. જો તમને તમારા પિતૃની તિથિ અંગે જાણકારી ન હોય તો તમે અમાસના દિવસે શ્રાદ્ધ કરી શકો છો. આ દિવસે સર્વપિતૃ શ્રાદ્ધ યોગ માનવામાં આવે છે.
