Advertisement

ઠોઠ નિશાળિયો કહેવો કોને ? | ગુણવંત શાહનો એક પ્રેરણાદાયી લેખ...

ઠોઠ નિશાળિયો કહેવો કોને ? | ગુણવંત શાહનો એક પ્રેરણાદાયી લેખ...

 માતાપિતાને એક કુટેવ હોય છે . એ કુટેવનું નામ સરખામણી છે. મને તો એવું લાગે છે કે, ગુજરાતમાં પંદર - વીસ ખાસ નિશાળો શરૂ થવી જોઈએ. એ નિશાળોમાં પ્રવેશદ્વાર પર બૉર્ડ લટકાવવું જોઈએ : ‘ ચાલીસ ટકાથી વધારે માર્ક્સ લાવનાર માટે પ્રવેશ બંધ છે.’ 

આજનાં માતાપિતા પોતાનાં બાળકોને પરીક્ષામાં મળેલા ટકા પરથી માપે છે. બાળકો પર થતાં વડીલોના મોઘમ અત્યાચારો આજે પણ ઓછા થવાનું નામ લેતા નથી. પરિણામે તાણ વધતાં આત્મહત્યાના બનાવો બને છે. પ્રત્યેક છોડનું વધવું અને પુષ્યનું ખીલવું એ કુદરતની કરામત છે. ગુલાબની પાંદડી માણસની આંગળી વડે ન ખૂલે કે ન ખીલે. એ ખીલે એમાં અનુકૂળ થવાની છૂટ છે પરંતુ એ દિવ્ય પ્રક્રિયામાં દખલ દેવાની છૂટ નથી. ઠોઠ નિશાળિયો કહેવો કોને ? સારી ગણાતી હૉટેલના મુખ્ય રસોઇયા ( શૅફ ) નો પગાર મહિને દોઢથી બે લાખ રૂપિયા હોય છે. એ શેફને ‘ ઠોઠ ’ કહીશું ? 

આપઘાત કરવા માટે શું ઓછી હિંમત જરૂરી છે ? અરે, એટલી હિંમતમાં તો નાનો ધંધો શરૂ થઇ શકે. આપઘાતનો કુવિચાર પજવે ત્યારે બરાડો પાડીને બોલવું : ‘ સ્ટાર્ટ - અપ. ’ એવો વિચાર સતાવે ત્યારે કોઇ અનાથાશ્રમમાં જઇને માતાપિતા વિનાના બાળકના હાથમાં ચૉકલેટ મૂકીને પૂછવું જોઈએ ‘દોસ્ત , હું આપઘાત કરું ? ' આવો નિરાશ વિદ્યાર્થી મને મળે તો હું એને જરૂર કહ્યું : 'આપધાત કરે તારા દુશ્મન' !

યુવાન મિત્ર મૌલિક ત્રિવેદીના આ પ્રયત્નને હું આવકારું છું કારણ કે એણે આપઘાતના કુવિચાર સામે બંડ પોકાર્યું છે.
@ ગુણવંત શાહ 
Previous Post Next Post

Comments