પાલક માતા-પિતા યોજના 2025: પાત્રતા, લાભ અને અરજી પ્રક્રિયા
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના સામાજિક સુરક્ષા વિભાગ દ્વારા અનાથ બાળકો માટે પાલક માતા-પિતા યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ 18 વર્ષની ઉંમર સુધીના અનાથ બાળકોને દર મહિને રૂ. 3000ની નાણાકીય સહાય DBT (Direct Benefit Transfer) મારફતે આપવામાં આવે છે.
![]() |
Palak Mata Pita Yojana in Gujarati |
યોજના હેઠળ પાત્ર કોણ છે?
- 0 થી 18 વર્ષની ઉંમરના અનાથ નિરાધાર બાળકો
- 0 થી 18 વર્ષની ઉંમરના એવા બાળકો જેમના પિતાનું અવસાન થયેલું હોય અને માતા પુનઃવિવાહિત ન થઈ હોય (માતા બાળકોની પરવરિશ માટે પાત્ર હોવી જોઈએ)
અરજી સાથે જોડવામાં આવશ્યક દસ્તાવેજો
- બાળકનો જન્મદાખલો / શાળાની LC
- માતા-પિતાના અવસાનના દાખલા અથવા માતાની પુનઃવિવાહિત ન હોવાના પુરાવા
- અધિકૃત વ્યકિત દ્વારા સહી કરાયેલ પ્રમાણપત્ર કે બાળક ઓફિસર તથા શાળામાં હાજર છે
- બાળક અને પાલક વાલીનું સંયુક્ત બેંક ખાતું
- અરજદારનું આધારકાર્ડ, રેશનકાર્ડ, ઈલેક્ટ્રિક બિલ, વગેરે
- તલાટી કમ મંત્રી અથવા અધિકારી દ્વારા આવકના પ્રમાણપત્ર (ગ્રામ્ય વિસ્તારો માટે રૂ. 36,000 અને શહેરી માટે રૂ. 27,000 સુધી)
- જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા જારી કરાયેલ લેખિત સહમતિ
યોજનાનો લાભ ક્યારે બંધ થાય?
- જ્યારે બાળક ઉંમર લાયક થઈ જાય એટલે કે 18 વર્ષનો થાય
- જ્યારે બાળક દત્તક લેવાયો હોય
- જ્યારે બાળક સ્કૂલમાં હાજર ન રહે અથવા ઘરમાંથી ભાગી જાય
અરજી કઈ રીતે કરવી?
યોજનાનો ફોર્મ જિલ્લાની બાળ સુરક્ષા અધિકારીના કાર્યાલયમાંથી મેળવી શકાય છે અથવા આધિકારિક વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાય છે. અરજી સાથે જરૂરી દસ્તાવેજો જોડીને તેને જિલ્લા બાળક સુરક્ષા અધિકારીના કાર્યાલયમાં સબમિટ કરવી.
મહત્વપૂર્ણ લિંક્સ:
સંપર્ક માટે:
નિર્દેશક, સામાજિક સુરક્ષા વિભાગ,
ગુજરાત રાજ્ય, ગાંધીનગર