ધોરણ 3 થી 8 માટે એપ્રિલ માસની એકમ કસોટી માટે શિક્ષણ વિભાગ દ્વારા સમયપત્રક જાહેર કરી દેવામાં આવ્યું છે. તે મુજબ તમામ પ્રાથમિક શાળાઓમાં આ કસોટી યોજાશે. કસોટી માટેના વિષય અને તારીખ પ્રમાણે કસોટી પ્રશ્નપત્રો વિદ્યાર્થેઓને આપવામાં આવશે.
વર્તમાન પરિસ્થિતી મુજબ વિદ્યાર્થીઓને શાળામાં બોલાવવાના નાથી તેથી તમામ બાળકોને આ કસોટી પત્રો અને કસોટી માટેની જવાબ પુસ્તિકા ઘરે પહોચાડવામાં આવશે.
- કસોટીના પ્રશ્નપત્રો 26/04/2021 સુધીમાં www.gcert.gujarat.gov.in વેબસાઇટ પર મુકાઇ જશે, ત્યાથી ડાઉનલોડ કરી લેવાના રહેશે.
- તારીખ 07/05/2021 સુધીમાં કસોટી લખીને પરત શાળા કક્ષાએ જમા કરાવવાની રહેશે.
કસોટી માટેનો કાર્યક્રમ
ધોરણ વિષય પ્રકરણ
3 પર્યાવરણ 19 થી 23
4 ગુજરાતી, ગણિત 10 થી 15
5 ગુજરાતી, ગણિત 10 થી 15
6 ગુજરાતી, ગણિત 13 થી 18
7 ગુજરાતી, ગણિત 13 થી 18
8 ગુજરાતી, ગણિત 14 થી 19